BZ Group Scam : ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલે CID ક્રાઇમ સામે જ કરી દીધા ગંભીર આરોપ
- BZ Group Scam મુદ્દે ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલના CID ક્રાઇમ સામે ગંભીર આક્ષેપ
- CID ક્રાઇમે કરેલી ચાર્જશીટમાં ઘણી બાબતો ખોટી દર્શાવી છે : વકીલ
- રૂ. 6 હજાર કરોડનું કૌભાંડ હતું એ આંકડો 178 કરોડ પર અટક્યો : વકીલ
- રૂ. 6 હજાર કરોડનાં નામે ફરિયાદ લીધી પરંતુ, ચાર્જશીટમાં 178 કરોડ રૂપિયા દર્શવ્યા
રાજ્યભરમાં પોંઝી સ્કીમો થકી નાગરિકો સાથે કરોડો રૂપિયાનું મસમોટું કૌભાંડ (BZ Group Scam) આચરનારા BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાના (Bhupendrasinh Zhala) વકીલે CID ક્રાઇમ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. CID ક્રાઇમે (CID Crime) કરેલી ચાર્જશીટમાં ઘણી બાબતો ખોટી દર્શાવી છે તેમ વકીલે જણાવ્યું હતું. સાથે જ કહ્યું કે, ચાર્જશીટમાં 700 ના નિવેદન લેવાયા, જેમાં ક્યાંય છેતરપિંડી થઈ હોવાનું કોઈ નિવેદન નહીં.
6 હજાર કરોડનું કૌભાંડ હતું એ આંકડો 178 કરોડ પર અટક્યો: વકીલ વિરલ પંચાલ
રાજ્યમાં વધુ વળતરની લાલચ આપીને લોકોને વિવિધ પોંઝી સ્કીમોમાં રોકાણ કરાવી રૂ. 6 કરોડનું મસમોટું કૌભાંડ આચરવાનાં આરોપ હેઠળ BZ ગ્રૂપનો માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ જેલમાં બંધ છે. ત્યારે, તેમના વકીલે CID ક્રાઇમ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. વકીલે આક્ષેપ સાથે કહ્યું કે, CID ક્રાઇમે કરેલી ચાર્જશીટમાં (Charge Sheet) ઘણી બાબતો ખોટી દર્શાવી છે. પહેલા જે 6 હજાર કરોડનું કૌભાંડ બતાવવામાં આવ્યું હતું તે આંકડો હવે 178 કરોડ રૂપિયા પર અટક્યો છે. વકીલે કહ્યું કે, રૂપિયા 6 હજાર કરોડનાં નામે ફરિયાદ લીધી, પરંતુ ચાર્જશીટમાં 178 કરોડ દર્શવ્યા છે.
આ પણ વાંચો - Gandhinagar : વિક્રમ ઠાકોરનો અણગમો યથાવત, કલાકારોનાં બીજા સમૂહે વિધાનસભાની મુલાકાત લીધી
ચાર્જશીટમાં અનેક બાબતો ખોટી દર્શાવવામાં આવી : વકીલ
ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં વકીલ વિરલ પંચાલે (Viral Panchal) આગળ કહ્યું કે, ઘણા લોકોનાં પૈસાની ચુકવણી થઈ છે, તેમ છતાં ખોટી રીતે લેણાં બાકી હોવાનું ચાર્જશીટમાં ખોટો ઉલ્લેખ કરાયો છે. ચાર્જશીટમાં 700 ના નિવેદન લેવાયા, જેમાં ક્યાંય છેતરપિંડી થઈ હોવાનું કોઈ નિવેદન નહીં. એકાઉન્ટ ફ્રીઝ ન થયા ત્યાં સુધી લોકોને પૈસા મળ્યાં છે. બેન્ક ખાતાની વિગતમાંથી એક પણ વિગત કે નિવેદન એવું નહિ કે કોઈ છેતરપિંડી થઇ હોય. ચાર્જશીટમાં અનેક બાબતો ખોટી દર્શાવવામાં આવી હોવાનો પણ વકીલે આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, ચાર્જશીટ અનુસાર હજું 17 આરોપીઓની ધરપકડ બાકી છે.
આ પણ વાંચો - Ahmedabad : એક્ટિવા ચાલકને હેલમેટ વગર વાહન ચલાવવું ભારે પડ્યું
23 હજારથી વધુ પાનાંની પુરવણી ચાર્જશીટ દાખલ કરાઈ હતી
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zhala) સહિત 6 વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં (Ahmedabad Rural Sessions Court) પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 23 હજારથી વધુ પાનાંની આ ચાર્જશીટમાં 178 કરોડ રૂપિયાના કૌભાંડનો (BZ Group Scam) ઉલ્લેખ કરાયો હતો. સાથે જ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકો પાસેથી 422 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હોવાનો પણ ઉલ્લેખ હતો. 6,686 રોકાણકારોને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ નાણા પરત નહીં ચૂકવ્યાનો અને માત્ર 1.71 કરોડ જ આપવાના બાકી હોવાનો ચાર્જશીટમાં ઉલ્લેખ હતો. CID ક્રાઈમે ચાર્જશીટમાં કુલ 18 આરોપીને વોન્ટેડ દર્શાવ્યા હતા. CID ક્રાઈમે (CID Crime) આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની 1.25 કરોડની મિલકત ટાંચમાં લીધી છે.
આ પણ વાંચો - VADODARA : બોલાચાલીની અદાવતે મિત્રના ટુ વ્હીલર ફૂંકી માર્યા