ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AMC દ્વારા શહેરમાં ગંદકી ફેલાવતા અનેક એકમો પર તવાઈ, માણેકચોક ખાણીપીણી બજારને પણ...

અમદાવાદમાં ખાણીપીણી બજાર યાદ આવતા જ માણેકચોકનું નામ પહેલા યાદ આવી જાય છે. પૂર્વ વિસ્તારમાં ધમધમતુ ખાણીપીણી બજાર એટલે માણેકચોક. લોકો દૂર દૂરથી આ બજારમાં ખાવાની લૂફ્ત ઉઠાવવા માટે આવતા હોય છે. આ બજારમાં રાત્રી સમયે હજારો લોકો ખાણીપીણીની લૂફ્ત ઉઠાવવા આવે છે. ત્યારે અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગંદકી ફેલાવતા અનેક એકમો પર તવાઈ બોલાવી છે. ત્યારે માણેકચોક ખાણીપીણી બàª
11:22 AM Dec 21, 2022 IST | Vipul Pandya
અમદાવાદમાં ખાણીપીણી બજાર યાદ આવતા જ માણેકચોકનું નામ પહેલા યાદ આવી જાય છે. પૂર્વ વિસ્તારમાં ધમધમતુ ખાણીપીણી બજાર એટલે માણેકચોક. લોકો દૂર દૂરથી આ બજારમાં ખાવાની લૂફ્ત ઉઠાવવા માટે આવતા હોય છે. આ બજારમાં રાત્રી સમયે હજારો લોકો ખાણીપીણીની લૂફ્ત ઉઠાવવા આવે છે. ત્યારે અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગંદકી ફેલાવતા અનેક એકમો પર તવાઈ બોલાવી છે. ત્યારે માણેકચોક ખાણીપીણી બજારને 10 હજારનો દંડ ફટકાર્યો છે.

અમદાવાદમાં અનેક એકમો જે ગંદકી ફેલાવે છે તેના પર તવાઈ બોલાવવામાં આવી છે. મધ્ય ઝોનમાં 55 જેટલા એકમો પર કાર્યવાહી કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમે 1 લાખથી વધુ દંડ વસૂલ્યો છે. મધ્ય ઝોનમાં કેટલાક એવા કોમર્શિયલ તેમજ રેસ્ટોરન્ટ બહાર આડેધડ પડેલા કચરાનો જો નાશ ન કર્યો હોય તો કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા વિવિધ એકમો પર કાર્યવાહી કરવામાં આવી છે. ખાડિયા અભિષેક માર્કેટને 18 હજાર, શાહપુરના દેવાંગ પ્લાસ્ટિકને પણ દંડ ફટકારવામાં આવ્યો છે.

આ અગાઉ પણ અનેક વખત સોલીડ વેસ્ટ વિભાગે પણ ગંદકી ફેલાવતા તેમજ આડેધડ પ્લાસ્ટીકનો કચરો ફેકતા એકમો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતાં પણ લોકો રેસ્ટોરન્ટ તેમજ દુકાનોની બહાર જેમ ફાવે તેમ કચરો ફેલાવે છે.
આ પણ વાંચો - શાકભાજી સસ્તી થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ...

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AMCattackCityGujaratFirstManekchowkManekchowkFoodMarketSeveralUnitsSpreadingFilth
Next Article