Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SG હાઈવે પર હવે ફુલ સ્પીડે વાહન હંકારતા ચેતજો, પોલીસની બાજ નજર

અમદાવાદમાં આજથી કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ હવે સ્પીડ ગનની મદદથી લોકોને ટ્રાફિકના નિયમોનું ભાન કરાવશે. જો તમે આ વિસ્તારમાંથી નીકળવાના હોય તો વાહન ચલાવતી વખતે સ્પીડ મીટર પર નજર નહીં રાખો તો દંડ ભરવો પડશે.SG હાઈવે પર પોલીસ દ્વારા સ્પીડ લિમિટની આજથી કડક અમલવારી શરૂ થઈ છે.અમદાવાદ શહેરના SG હાઇવે રોડ, સહિતના વિસ્તારોમાં વાહન ચાલકો જો 70ની સ્પીડથી વધુની ગતિ પર વાહન ચલાવતા હશે તો તે
07:37 AM May 21, 2022 IST | Vipul Pandya

અમદાવાદમાં આજથી કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ હવે સ્પીડ ગનની મદદથી લોકોને ટ્રાફિકના નિયમોનું ભાન કરાવશે. જો તમે આ વિસ્તારમાંથી નીકળવાના હોય તો વાહન ચલાવતી વખતે સ્પીડ મીટર પર નજર નહીં રાખો તો દંડ ભરવો પડશે.SG હાઈવે પર પોલીસ દ્વારા સ્પીડ લિમિટની આજથી કડક અમલવારી શરૂ થઈ છે.


અમદાવાદ શહેરના SG હાઇવે રોડ, સહિતના વિસ્તારોમાં વાહન ચાલકો જો 70ની સ્પીડથી વધુની ગતિ પર વાહન ચલાવતા હશે તો તે જ સમયે તમારો મેમો બની જશે. પ્રથમ બે વાર તમને તે જ સ્થળે દંડ ફટકારવામાં આવશે અને ત્રીજી વાર જો આ ભૂલ કરી તો તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ રદ્દ કરી દેવામાં આવશે.  

અમદાવાદના SG હાઇવે પર છેલ્લા 1 વર્ષમાં 80થી વધારે અકસ્માત અલગ અલગ 9 સ્પોટ પર થયા છે જેના કારણે હવે અકસ્માતના બનાવો રોકવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા ફૂલ સ્પીડથી વાહન ચલાવતા વાહન ચાલક સામે કાર્યવાહી શરૂ કરાઇ છે.S.G હાઇવે પર 70થી વધુ સ્પીડે ટુ કે થ્રી વ્હીલર માટે 1500 રૂપિયા દંડ જ્યારે બીજી વખત નિયમનો ભંગ કરવા બદલ 2000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જ્યારે કાર માટે પ્રથમ વખત નિયમ ભંગ કરવા બદલ 2000 અને બીજી વખત 3000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જ્યારે ત્રીજી વાર નિયમ ભંગ બદલ લાયસન્સ રદ કરવા સુધીના પગલાં પણ લેવાશે.
Tags :
AhmedabadGujaratFirstmemosghighwayspeedgunTrafficPolice
Next Article