ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Nikitaba: બ્યુટી પાર્લર અને તલવારબાજીની ફ્રીમાં તાલીમ, મહિલાઓને પગભર બનાવવા નિકિતાબાએ ઝડપ્યું બીડું

Nikitaba: અમદાવાદના નરોડામાં બાઇસા બ્યુટી ઝોન ચલાવતા અને સોશિયલ વર્કર તરીકે જાણીતા નિકિતાબા (Nikitaba) રાઠોડ નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે. છેલ્લા આઠ વર્ષથી કોઈપણ મહિલા લાચાર હોય, વિધવા હોય અથવા મા બાપની છત્રછાયા ગુમાવી બેસી હોય તો તેને આત્મ...
05:55 PM Jun 05, 2024 IST | VIMAL PRAJAPATI
Nikitaba takes initiative to empower women

Nikitaba: અમદાવાદના નરોડામાં બાઇસા બ્યુટી ઝોન ચલાવતા અને સોશિયલ વર્કર તરીકે જાણીતા નિકિતાબા (Nikitaba) રાઠોડ નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે. છેલ્લા આઠ વર્ષથી કોઈપણ મહિલા લાચાર હોય, વિધવા હોય અથવા મા બાપની છત્રછાયા ગુમાવી બેસી હોય તો તેને આત્મ નિર્ભર બનાવવાની જવાબદારી તેઓ પોતાના શિરે ઉપાડી લે છે. ટુંકમાં હાલ નિરાધાર બહેનોનો આધાર નિકિતાબા બન્યા છે.

બે સહારા નારીનો સહારો છે નિકિતાબા

કોઈપણ નારી અશક્ત હોય તો તેનામાં નવા પ્રાણ સિંચન કરવાનું કામ નિકિતાબા રાઠોડ કરે છે. નિકિતા બા બાઈસા બ્યુટી ઝોન નામનું બ્યુટી પાર્લર ધરાવે છે અને કોઈપણ બેસહારા બેરોજગાર મહિલાઓને પોતાને ત્યાં ફ્રી તાલીમ આપે છે અને પગભર બનાવે છે. વર્ષો પહેલા નિકિતાબાના પતિ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા તેમના સસરા પણ હયાત ન હતા ત્યારે વહુ નીકિતાબા અને સાસુ બંને એકલા પડી ગયા અને નિકિતાબા પર આભ તૂટી પડ્યું. તેમને એક જ કૌશલ્ય આવડતું હતું અને તે હતું બ્યુટી પાર્લર. તેમને બ્યુટી પાર્લર ને પોતાનું ભવિષ્ય બનાવ્યું થોડાક સમય પાર્લરમાં કામ કર્યું અને ત્યારબાદ પોતાના પાર્લર ની શરૂઆત કરી અને આજે તેઓ સમાજમાં કોઈપણ બહેન દીકરી જે વિધવા હોય અથવા મા બાપ વગરની હોય, નીહસહાય હોય તો તેને સહાય કરવા તેને તાલીમ આપવા અને તેને પગભર કરવા સુધીનું તમામ કામ નિહસુલ્ક કરે છે.

500થી વધુ મહિલાઓને બ્યુટી પાર્લરની તાલીમ આપી પગભર બનાવી

અત્યાર સુધીમાં નિકિતાબા (Nikitaba)એ પોતાના બ્યુટી પાર્લર બાઈસા બ્યુટી ઝોનમાં 500થી વધુ મહિલાઓને બ્યુટી પાર્લર ની તાલીમ આપી અને પગભર કરી છે. નિકિતાબાનું કહેવું છે કે આવી નીહસહાય મહિલાઓએ કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે અને તેમની લાચારીનો કોઈ ફાયદો ન ઉઠાવે તે જરૂરી છે. સાથે સાથે નિકિતાબા તેમના સમાજમાં રાજપુત દીકરીઓને તલવારબાજીની તાલીમ પણ આપે છે તે પણ ફ્રીમાં. સાત વર્ષમાં 5,000 મહિલાઓને તલવાર વચ્ચેની તાલીમ આપી છે. તેમનું કહેવું છે તેમના સામાજિક પ્રસંગોમાં તલવારબાજી કામ લાગે અને સાથે જ મહિલાઓના સેલ્ફ પ્રોટેકશનમાં પણ તે જરૂરી છે પરિણામે જ વેકેશન બેચીસ માં તેઓ આ તાલીમ અત્યાર સુધી પાંચ હજારથી વધુ બહેન દીકરીઓને નિશુલ્ક આપી ચૂક્યા છે.

નિકીતાબા રાઠોડ હાલમાં સમાજ માટે ઉત્તમ ઉદાહરણ બન્યા

રાજપૂત સમાજના અગ્રણી અંજુબા ડોડીયા જણાવે છે કે, રાજપૂત સમાજમાં બહેન દીકરીઓની સાથે હાથથી હાથ મિલાવી તેમને આત્મનિર્ભર બનાવી અને તેમને સેલ્ફ પ્રોટેક્શનની તાલીમ આપવા સુધીનું તમામ કામ નિકિતા બા કરે છે. સાથે સાથે કોઈપણ વર્ગની બહેનો કે જેઓ આધાર વિનાની છે તેમનો આધાર તેઓ જાતે બને છે અને તેમને આત્મનિર્ભર બનાવી સમાજમાં સન્માન પણ તેઓ અપાવી રહ્યા છે. ત્યારે આવી મહિલાઓ પણ સમાજમાં ખૂબ મહત્વનો રોલ અદા કરી રહી છે. પરિણામે નિકીતાબા રાઠોડ હાલમાં સમાજ માટે ઉત્તમ ઉદાહરણ બન્યા છે. અમારા સમાજમાં કોઈપણ અઘટિત ઘટનાની પીડિત મહિલાઓ સાથે તેઓ કાઉન્સિલિંગ કરી અને તેને માનસિક રીતે પણ સહારો આપે છે અને તેની સાથે અડીખમ ઊભા પણ રહે છે.

માતા-પિતા વગરની અને વિધવા બહેનો અને પગભર કરવા સતત પ્રયત્નશીલ

છેલ્લા આઠ વર્ષથી બ્યુટી પાર્લર અને તલવારબાજીની તાલીમ નિકિતાબા નરોડા વિસ્તારમાં આપી રહ્યા છે તેમનું કહેવું છે કે આધાર કોઈ બેસેલી કોઈપણ મહિલાઓને મદદરૂપ થવા હું ઈચ્છું છું તેઓ મારો સંપર્ક કરી શકે છે. નરોડાના હરીદર્શન વિસ્તારમાં બાઈસા બ્યુટી ઝોન ના નામથી તેઓ બ્યુટી પાર્લર ચલાવે છે. મહિલાઓ તેમનો સંપર્ક કરી શકે છે અને તેઓ તેમને પણ તાલીમ આપી પગ પર બનાવવા મદદ કરશે. મહિલા સશક્તિકરણ અને સેફટી માટે તેઓ પોતાના સમાજમાં તલવારબાજીની તાલીમ પણ આપે છે. જે મહિલાઓને તલવારબાજીમાં રસ હોય તેઓ અહીં ફ્રીમાં તાલીમ મેળવી શકે છે. સાત વર્ષથી આપે છે 5000 થી વધુ રાજપૂત સમાજની દીકરીઓ તાલીમ લઈ ચૂકી છે દર વર્ષે વેકેશન દેશમાં આ કાર્યક્રમ કરવામાં આવે છે.

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો: Loksabha Election Result 2024: નીતિશ અને ચંદ્રબાબુ નાયડૂનું NDA ને સમર્થન જાહેર, મોદી બનાવશે સરકાર

આ પણ વાંચો: Loksabha Election Result 2024: નીતિશ અને નાયડૂ નહીં પરંતુ આ 17 સાંસદો સરકારનું ભવિષ્ય નક્કી કરી શકે!

આ પણ વાંચો: Lok Sabha elections: ‘મોદીની જીત તો થઈ પરંતુ…’ લોકસભા ચૂંટણીને લઈને વિદેશી મીડિયાનો મિઝાઝ

Tags :
Ahmedabad NewsBeauty parlorGujarati NewsNikitabaNikitaba AhmedabadSanjay Joshi Special StoryswordsmanshipVimal Prajapati
Next Article