Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હોટેલમાં શારીરિક સંબંધ બાંધ્યા બાદ પ્રેમિકાની હત્યાનો કર્યો પ્રયાસ, જાણો શું થયું

અમદાવાદનાં મણિનગર વિસ્તારમાં રહેતા યુવક સામે મુંબઈની શ્રેયા નામની યુવતીએ દુષ્કર્મ અને હત્યાનાં પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. મુંબઈમાં રહેતી 30 વર્ષીય શ્રેયા કાપડનો વ્યવસાય કરે છે, જેના માટે વર્ષ 2017માં કાપડની ખરીદી માટે અમદાવાદ આવતા તેનો પરિચય કાપડનો વ્યવસાય કરતા દિપક શર્મા સાથે થયો હતો..અને બન્નેએ સાથે ધંધો કરવાનો શરૂ કર્યો હતો..બન્ને વચ્ચે મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. શ્રેયા અàª
હોટેલમાં શારીરિક સંબંધ બાંધ્યા બાદ પ્રેમિકાની હત્યાનો કર્યો પ્રયાસ  જાણો શું થયું
અમદાવાદનાં મણિનગર વિસ્તારમાં રહેતા યુવક સામે મુંબઈની શ્રેયા નામની યુવતીએ દુષ્કર્મ અને હત્યાનાં પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. મુંબઈમાં રહેતી 30 વર્ષીય શ્રેયા કાપડનો વ્યવસાય કરે છે, જેના માટે વર્ષ 2017માં કાપડની ખરીદી માટે અમદાવાદ આવતા તેનો પરિચય કાપડનો વ્યવસાય કરતા દિપક શર્મા સાથે થયો હતો..અને બન્નેએ સાથે ધંધો કરવાનો શરૂ કર્યો હતો..બન્ને વચ્ચે મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. શ્રેયા અમદાવાદ ફરી આવી ત્યારે દિપક શર્માએ લગ્ન માટે દબાણ કર્યું હતું..અને બીજા દિવસે સી.જી રોડ પર આવેલા જીમખાના ગેસ્ટ હાઉસમાં જ્યાં શ્રેયા રોકાઈ હતી ત્યાં ગયો હતો અને બન્નેએ બિયર પીધુ હતું. જે સમયે દિપકે શ્રેયા સાથે નશાની હાલતમાં શારિરીક સંબંધ બાંધ્યા હતા.. ત્યાર બાદ શ્રેયા મુંબઈ  ગઈ  હતી. 
મંદિરમાં ખોટી રીતે લગ્ન કરી બાંધ્યા સંબંધો
થોડા દિવસો બાદ શ્રેયાને જાણ થઈ હતી કે દિપકનાં લગ્ન થઈ ગયા છે. જેથી શ્રેયાએ આ બાબતે સવાલ કરતા દિપકે ગુસ્સે થઈને પત્નિને ડિવોર્સ આપવાનું જણાવ્યું હતું. જે બાદ શ્રેયાએ વારંવાર દિપકને પોતાની સાથે લગ્ન કરવાનું કહેતા નવેમ્બર 2018માં રાજસ્થાનનાં ભીલવાડા ખાતે હરણીમાં મંદીરમાં ખોટી રીતે લગ્ન કર્યા હતા, જે બાદ દિપકે શ્રેયા સાથે સેક્સ કર્યું હતું..જે બાદ ઉદેપુર અને અમદાવાદમાં જ્યારે પણ દિપક શ્રેયાને કામ માટે મળતો હતો ત્યારે શારિરીક સંબંધ બાંધતો હતો. જે બાદ શ્રેયાને દિપકે ફસાવી હોવાની જાણ થતા તેણે દિપક સાથે બોલવાનું બંધ કરી દિધુ હતું..21 ડિસેમ્બર 2019ના રોજ દિપક શ્રેયાને મળવા મુંબઈ ખાતે તેનાં ઘરે પહોંચ્યો હતો..અને શ્રેયાનાં ભાઈને પોતાની સાથેનાં સંબંધોની જાણ કરી દેવાની ધમકી આપી તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું..
હોટેલમાં શારિરીક સંબંધ બાંધ્યા બાદ વાયરથી દબાવ્યું ગળુ 
6 જુલાઈ 2020નાં રોજ શ્રેયા દિપકને મળવા માટે રાજસ્થાનનાં ઉદયપુર ખાતે આવેલા અનંતા ગેસ્ટ હાઉસમાં ગઈ હતી અને તેણે દિપકને પોતાની સાથે પધ્ધતીસર લગ્ન કરવા માટે કહેતા દિપકે આપણાં લગ્ન થઈ ગયા છે તેમ કહીને જબરદસ્તી સેક્સ કર્યું હતું.. જે બાદ શ્રેયા સાથે મારઝૂડ કરી મોબાઈલનાં ચાર્જીંગ વાયરને શ્રેયાનાં ગળામાં વિંટાળીને મારવાનો પ્રયત્ન કર્યો હતો..જે બાદ દિપકે શ્રેયાનાં અશ્લીલ ફોટો વિડીયો વાયરલ કરવાની અને પરિવારના સભ્યોને તથા ધંધાર્થી મિત્રોને બતાવી દેવાની ધમકી આપી તેનાં સાથે સંબંધ રાખવાની ફરજ પાડી હતી..
બદનામ કરવાની ધમકીઓ આપતા અંતે ફરિયાદ
બે વર્ષથી દિપક શ્રેયાને ફોન કરી અમદાવાદ બોલાવતો જોકે શ્રેયા તેને મળવા ન જતા તેનાં પર શક વહેમ રાખી મુંબઈમાં બીજા કોઈ વ્યક્તિ સાથે તેને પ્રેમસંબંધ છે તેવા આક્ષેપ કરતો હતો. જોકે શ્રેયાએ દિપકને તેનાં ઘરે લઈ જવાનુ કહેતા તે ઉડાઉ જવાબ આપતો હતો. જેથી શ્રેયાએ દિપકને પોતાને છોડી દેવાનું કહેતા દિપક આ બાબતે વાત કરવા તૈયાર નહતો..અને જો તેણે બીજા લગ્ન કર્યાં તે મારવાની ધમકી આપતો હતો.તેમજ જે લોકો સાથે શ્રેયા વ્યવસાય કરે છે તે વેપારીઓને શ્રેયા ધંધો વ્યવસ્થીત કરતી નથી અને લોકોને ફસાવે છે કેમ કહી ધંધો ન કરવા દેવાની ધમકી આપતો હતો. જે બાદ દિપક શર્મા શ્રેયા અને તેનાં પરિવારને રોજ ફોન કરી ધમકીઓ આપતા અંતે આ મામલે યુવતીએ મુંબઈનાં જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને હત્યાનાં પ્રયાસની કલમો હેઠળ ફરિયાદ નોંધી ફરિયાદ એલીસબ્રિજ પોલીસ મથકે ટ્રાન્સફર કરી છે.. એલીસબ્રિજ પોલીસે ફરિયાદનાં આધારે તપાસ શરૂ કરી છે..
Advertisement
Tags :
Advertisement

.