ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : રામ મંદિર માટે ધ્વજ દંડ બનાવનાર ભરત મેવાડની જમીન પર બારોબાર લોન લેનાર વ્યક્તિની ધરપકડ

Ahmedabad : અમદાવાદ (Ahmedabad) શહેરમાં તૈયાર થયેલ અયોધ્યા રામ મંદિરના શિખર ધ્વજનો દંડ તૈયાર કરનાર ભરત મેવાડા નામના વ્યક્તિ સાથે થયેલ છેતરપિંડી મામલે એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. ભરત મેવાડાની જાણ બહાર બારોબાર લોન લીધી 27મી જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેર...
04:42 PM Feb 12, 2024 IST | Vipul Pandya
ahmedabad_police

Ahmedabad : અમદાવાદ (Ahmedabad) શહેરમાં તૈયાર થયેલ અયોધ્યા રામ મંદિરના શિખર ધ્વજનો દંડ તૈયાર કરનાર ભરત મેવાડા નામના વ્યક્તિ સાથે થયેલ છેતરપિંડી મામલે એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે.

ભરત મેવાડાની જાણ બહાર બારોબાર લોન લીધી

27મી જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદી ભરત મેવાડા એ પોતાની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની આશ્રમ રોડ પર સ્થિત જમીન પર બારોબાર તેમની જાણ બહાર રૂપિયા 5.90 કરોડની લોન ઉઠાવી લેવામાં આવી હતી. આ મામલે પોલીસે પિયુષ ગોંડલીયા નામના એક યુવકની ધરપકડ કરી છે.

નિલેશ પટેલ માસ્ટર માઇન્ડ

ઝડપાયેલ આરોપી પિયુષની પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. આ કિસ્સામાં નિલેશ પટેલ નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે, કે જે લોન છેતરપિંડીમાં માસ્ટર માઈન્ડ છે. નિકોલમાં રહેતાં નિલેશ પટેલ નામના વ્યક્તિનો આરોપી પિયુષ નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. પિયુષને લોનના હપ્તા ચડી જવાના કારણે પૈસાની જરૂર હતી. જેથી નિલેશ પિયુષ ને એક કંપનીના નામે લોન લેવાની બાબતે કન્વીન્સ કરી આશ્રમ રોડ પરની જમીન મુંબઈના અંધેરી સ્થિત બેન્ક ઓફ મહારાષ્ટ્રની બ્રાંચમાંથી રૂપિયા 5.90 કરોડની લોન મંજૂર કરાવી હતી.

ખોટા શેર સર્ટિફિકેટમાં પિયુષની માતાની સહી કરાવી

ખોટા શેર સર્ટિફિકેટમાં પિયુષની માતાની સહી કરાવી હતી. નિલેશ પિયુષ અને તેની માતાને સહી કરવા માટે મુંબઈ પણ લઈ ગયો હતો. લોન મંજૂર થયા બાદ મોટાભાગની રકમ માસ્ટરમેન્ટ નીલેશે જ પોતાની પાસે રાખી લીધી હતી, કારણ કે જે નામની કંપની બનાવીને લોન લેવાઈ હતી તે અંગે પિયુષ અજાણ હતો. મતલબ કે આખા લોન મારફતે છેતરપિંડી આચરવાના કિસ્સામાં પિયુષ અને તેને અને તેની માતાને મોહરું બનાવી ₹5.90 કરોડની રકમ માંથી માત્ર 22 લાખની જેટલી રકમ પિયુષને આપી હતી. તપાસમાં એ પણ હકીકત સામે આવી છે કે અગાઉ નોંધાયેલ બે ગુનામાં નિલેશ પટેલ નામના વ્યક્તિનું નામ લોન છેતરપિંડી બાબતે સામે આવી ચૂક્યું છે.

આ પણ વાંચો----SURENDRANAGAR : વીજ કરંટ લાગતા 3 શ્રમિકોના ઘટના સ્થળે મોત, 6 શ્રમિકો સારવાર હેઠળ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ

Tags :
AhmedabadAhmedabad Policecheatingdhwaj dandFraudGujaratGujarat FirstLand scamRam temple
Next Article