Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AHMEDABAD : મ્યુનિસિપલ કોર્પોરેશને ગાંધી આશ્રમ રોડ પરનો 750 મીટરનો પટ્ટો બંધ કરવાનો નિર્ણય કર્યો

અહેવાલ - રીમા દોશી  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગાંધી આશ્રમ રોડ પરનો 750 મીટરનો પટ્ટો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. દાંડી પુલ નજીક થી આરટીઓ સુધીનો 750 મીટરનો પટ્ટો  આગામી દિવસમમાં બંધ કરી દેવાશે. ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરી શરૂ થતાં...
03:22 PM Dec 09, 2023 IST | Harsh Bhatt

અહેવાલ - રીમા દોશી 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગાંધી આશ્રમ રોડ પરનો 750 મીટરનો પટ્ટો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. દાંડી પુલ નજીક થી આરટીઓ સુધીનો 750 મીટરનો પટ્ટો  આગામી દિવસમમાં બંધ કરી દેવાશે. ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરી શરૂ થતાં આ રોડ બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.

જોકે, લોકોને અવરજવર કરવામાં તકલીફ ન પડે એ માટે 18 મીટરનો પહોળો બનાવવામાં આવી રહ્યો છે. જે 132 ફૂટ રિંગ રોડ પર આવેલા રાણીપ ટી સુધી પહોંચશે. 2016 માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વાડજ ઝૂંપડપટ્ટીના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. 75 એકરમાં ફેલાયેલા ઝૂંપડપટ્ટી વિસ્તારને છ સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યો છે, જેમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે 8 હજાર મકાનો તૈયાર કરવાની યોજના છે. બીજી તરફ ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આશ્રમની 55 એકરની જગ્યામાં 1200 કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ કરવામાં આવશે.

આ પણ વાંચો -- Navsari : ‘કોંગ્રેસનો કોઈ ડર નથી, આપણા જ આપણને નડે’ જાણો કોણે કહ્યું

Tags :
AASHRAM ROADAMCclosedGANDHI AASHRAMMunicipalityRoad
Next Article