Ahmedabad : ગેરકાયદે ધાર્મિક બાંધકામ સામેની કાર્યવાહી મામલે સરકારનો દ્વિતીય રિપોર્ટ HC માં રજૂ
- રાજ્યભરમાં ધાર્મિક ગેરકાયદેસર બાંધકામ મામલે આવ્યા મોટા સમાચાર (Ahmedabad)
- ગેરકાયદેસરનાં ધાર્મિક દબાણો સામે કરેલી કાર્યવાહીનો દ્વિતીય રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ
- રાજ્યનાં 70 % ગેરકાયદે બાંધકામો માત્ર 5 જિલ્લા અને 2 મનપામાં હોવાનો રાજ્ય સરકારનો દાવો
- 66 જિલ્લા અને 33 કોર્પોરેશન વિસ્તારમાંથી ગેરકાયદે કુલ 99 ધાર્મિક ઇમારતોને દૂર કરાઈ
- 49 ધાર્મિક સંસ્થાને રિલોકેટ કરાઈ, ગેરકાયદે ધાર્મિક બાંધકામ હોય તેની સામે 310 નોટિસ ફટકારાઈ
Ahmedabad : ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસરનાં ધાર્મિક બાંધકામ (Illegal Religious Constructions in Gujarat) મામલે મોટા સમાચાર આવ્યા છે. રાજ્યભરમાં ગેરકાયદે ધાર્મિક દબાણો સામે કરેલી કાર્યવાહીનો દ્વિતીય રિપોર્ટ સરકાર દ્વારા હાઇકોર્ટમાં રજૂ કરાયો છે, જેમાં 66 જિલ્લા અને 33 કોર્પોરેશન વિસ્તારમાંથી એમ ગેરકાયદે કુલ 99 ધાર્મિક ઇમારતોને દૂર કરવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું છે. સાથે જ ધાર્મિક આગેવાનો સાથે સમજાવટનાં ભાગરૂપે 175 બેઠક કરવામાં આવી હોવાની પણ માહિતી આપી છે. અનઅધિકૃત ધાર્મિક બાંધકામો મામલે કડક કાર્યવાહી કરવા હાઇકોર્ટે (Gujarat High Court) નિર્દેશ આપ્યા છે. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
આ પણ વાંચો - Surat : શંકાસ્પદ બાંગ્લાદેશીઓને લઈ તપાસનો ધમધમાટ, ચાર લેયરમાં પૂછપરછ
ગેરકાયદેસરનાં ધાર્મિક દબાણો સામે કરેલી કાર્યવાહીનો દ્વિતીય રિપોર્ટ HC માં રજૂ
માહિતી અનુસાર, ગુજરાત સરકાર દ્વારા હાઈકોર્ટમાં (Gujarat High Court) રાજ્યભરમાં ગેરકાયદે ધાર્મિક દબાણો સામે કરેલી કાર્યવાહીનો દ્વિતીય રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર વતી ગૃહવિભાગનાં પ્રિન્સિપાલ સેક્રેટરી નિપૂણા તોરવણે (Nipuna Torwane) એ હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે, જેમાં 2 જિલ્લા અને 1 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક પણ ગેરકાયદે ધાર્મિક બાંધકામ ન હોવાનો રાજ્ય સરકારે દાવો કર્યો છે. ઉપરાંત, 9 જિલ્લાઓમાં 50 થી ઓછા ગેરકાયદે બાંધકામ જે પૈકી 4 જિલ્લાઓમાં 10 થી ઓછા ધાર્મિક ગેરકાયદે બાંધકામ હોવાની માહિતી આપી છે.
આ પણ વાંચો - Ahmedabad : શહેરમાં ફરી એકવાર ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઇ, વિજ કનેક્શન કાપવાની કામગીરી શરૂ
રાજ્યનાં 70 % ગેરકાયદે બાંધકામો માત્ર 5 જિલ્લા અને 2 મનપામાં હોવાનો દાવો
હાઈકોર્ટમાં રજૂ કરેલા દ્વિતીય રિપોર્ટમાં સરકારે માહિતી આપી કે, રાજ્યનાં 70 % ગેરકાયદે બાંધકામો માત્ર 5 જિલ્લા અને 2 મનપામાં હોવાનો દાવો કરાયો છે. 66 જિલ્લા અને 33 કોર્પોરેશન વિસ્તારમાંથી એમગેરકાયદે કુલ 99 ધાર્મિક ઇમારતોને દૂર કરવામાં આવી હોવાનું અને 49 જેટલી ધાર્મિક સંસ્થાને રિલોકેટ કરવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું છે. રિપોર્ટમાં જણાવ્યું કે, જાહેર માર્ગ, બગીચા અથવા અન્ય જાહેર જગ્યા પર આવેલ ગેરકાયદે ધાર્મિક બાંધકામ (Illegal Religious Constructions in Gujarat) હોય તેની સામે 310 નોટિસ ફટકારાઈ છે અને ધાર્મિક આગેવાનો સાથે સમજાવટનાં ભાગરૂપે 175 બેઠકો કરવામાં આવી છે. આ સાથે રાજ્ય સરકારે કરેલા આદેશોનું 4 જિલ્લામાં હજુ પણ સમયાંતરે પાલન ન થતું હોવાનો પણ સરકારે કોર્ટમાં સ્વીકાર કર્યો છે. નોંધનીય છે કે, રાજ્યમાં અનઅધિકૃત ધાર્મિક બાંધકામો મામલે કડક કાર્યવાહી કરવા હાઇકોર્ટે નિર્દેશ આપ્યા છે. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં (Ahmedabad) હાથ ધરાશે.
આ પણ વાંચો - Balwantsinh Rajput ના હસ્તે ડ્રોન ટ્રેનિંગ સેન્ટર્સ તથા ITI ના નવીન ભવનોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું