Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ સાયન્સ સિટીની વિવિધ રાજ્યોમાંથી આવેલા ડેલિગેટ્સે લીધી મુલાકાત

'ડિજિટલ ઇન્ડિયા વીક -2022' અંતર્ગત કેન્દ્ર તથા રાજ્યના વિવિધ ડિપાર્ટમેન્ટમાંથી આવેલા અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ કર્મચારીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. આ સ્પેશિયલ પ્રોગ્રામ અંતર્ગત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, પંજાબ, દિલ્હી જેવા દેશનાં વિવિધ રાજ્યોના ડેલિગેટ્સે સાયન્સ સિટીના જુદા જુદા વિભાગો જેમ એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી, નેચર પાર્કની મુલાકાત લીધી હતી.વડાપ્રધાન નરેàª
અમદાવાદ સાયન્સ સિટીની વિવિધ રાજ્યોમાંથી આવેલા ડેલિગેટ્સે લીધી મુલાકાત
'ડિજિટલ ઇન્ડિયા વીક -2022' અંતર્ગત કેન્દ્ર તથા રાજ્યના વિવિધ ડિપાર્ટમેન્ટમાંથી આવેલા અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ કર્મચારીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. આ સ્પેશિયલ પ્રોગ્રામ અંતર્ગત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, પંજાબ, દિલ્હી જેવા દેશનાં વિવિધ રાજ્યોના ડેલિગેટ્સે સાયન્સ સિટીના જુદા જુદા વિભાગો જેમ એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી, નેચર પાર્કની મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગઈકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી 'ડિજિટલ ઇન્ડિયા વીક' નો શુભારંભ કરાવાયો હતો. આ પ્રોગ્રામ અંતર્ગત દેશભરમાંથી આવેલા વિવિધ રાજ્યોના ડેલિગેટ્સે આજે અમદાવાદના સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી.
આ અંગે વાત કરતા સાયન્સ સિટીના ડિરેક્ટર નરોત્તમ સાહૂએ જણાવ્યું હતું કે, આજનો દિવસ સાયન્સ સિટી માટે એક મહત્ત્વપૂર્ણ દિવસ છે. આજે અમદાવાદની સાયન્સ સિટી ખાતે 'ડિજિટલ ઇન્ડિયા વીક - 2022' અંતર્ગત અલગ અલગ રાજ્યોથી આવેલા ડેલિગેટ્સની વિઝિટ રાખવામાં આવી હતી. ગઈકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 
સાયન્સ સિટીની વધુ એક સિદ્ધિની વાત કરતા નરોત્તમ સાહુએ કહ્યું કે, કોવિડની પરિસ્થિતિ બાદ ૧૬ જુલાઈ - ૨૦૨૧થી 5જુલાઈ, 2022 સુધીમાં એટલે કે છેલ્લા એક વર્ષમાં 10 લાખથી વધુ વિઝિટર્સે ઓનલાઇન બુકિંગ કરાવીને સાયન્સ સિટીની મુલાકાત લીધી છે, જે આપણા સૌ માટે એક ગૌરવની વાત છે.’
‘ડિજિટલ ઇન્ડિયા એક મોટું પ્લેટફોર્મ છે. આવનારા દિવસોમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તેમજ ગવર્મેન્ટ ઓફ ગુજરાત તેમજ સરકારના અલગ અલગ વિભાગો મળીને ડિજિટલ ઇન્ડિયાનો પ્રચાર પ્રસાર કરશે. આવનારી જનરેશન ડિજિટલ ઇન્ડિયાનો મોટા પાયે પ્રચાર પ્રસાર કરે તેમ જ તેનો ઉપયોગ કરે તે આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ છે.’ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
 આ પણ વાંચો- 
Advertisement
Tags :
Advertisement

.