ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AHMEDABAD : સૌરાષ્ટ્રમાં ભારે વરસાદમાં રૂટ ખોરવાતા ST બસની અસંખ્ય ટ્રીપ રદ્દ

AHMEDABAD : ગુજરાત (GUJARAT) રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર પંથકમાં કેટલાક જિલ્લાઓમાં જળબમ્બાકારની (HEAVY RAIN SAURASTRA) પરિસ્થિતિ સર્જાઈ છે. દ્વારકા, જામનગર સહિત કેટલાક પંથકમાં ભારે નુકશાની સર્જાઈ છે. જેના કારણે હાઇ-વે અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ચુક્યા છે. જેની...
05:12 PM Jul 22, 2024 IST | PARTH PANDYA

AHMEDABAD : ગુજરાત (GUJARAT) રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર પંથકમાં કેટલાક જિલ્લાઓમાં જળબમ્બાકારની (HEAVY RAIN SAURASTRA) પરિસ્થિતિ સર્જાઈ છે. દ્વારકા, જામનગર સહિત કેટલાક પંથકમાં ભારે નુકશાની સર્જાઈ છે. જેના કારણે હાઇ-વે અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ચુક્યા છે. જેની સીધી અસર ટ્રાન્સ્પોટેશન પર જોવા મળી છે. એસટી નિગમની બસ (ST BUS) નો વ્યવહાર કેટલાક સ્થળે ઠપ્પ થયો છે. વરસાદના કારણે એસટી નિગમના કેટલાક રૂટ પ્રભાવિત થયા છે.

બસો પર GPS દ્વારા સતત નજર

જૂનાગઠ, પોરબંદર, જામનહર સહિતના પંથકોમાં ભારે વરસાદના કારણે બસોનુ સંચાલન ખોરવાયું છે. અનેક રોડ, રસ્તાઓ, હાઇ-વે, કોઝવે, પર પાણી ભરાઈ જતા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં જતી એસટી બસોની ટ્રીપો બંધ કરવામાં આવી છે. જો કે વરસાદના કારણે સતટ વરસાદી પંથકોમાં ફરતી બસો પર GPS દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. તમામ એસટી નિગમ દ્વારા કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યા છે. આમ, સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, દ્વારકા સહિત કેટલાક પંથકમાં વરસાદના કારણે એસટી ના રૂટ ખોરવાયા છે. એસટી નિગમની ટ્રીપ કેન્સલ થતાં આવક પણ ઘટી હોવાનું સામે આવ્યું છે. એસટી નિગમની 1,09,506 રૂપિયાની આવક ઘટી વરસાદના કારણે ઘટી છે. એસટી નિગમના 14,512 કુલ રૂટ માથી 36 રૂટો ખોરવાયા છે.

36 રૂટ ખોરવાયા, 124 ટ્રીપ કેન્સલ થઈ

સમગ્ર ગુજરાતમાં રોજની એસટી નિગમની 40,512 ટ્રીપ હોય છે. વરસાદના કારણે 124 ટ્રીપ ખોરવાઈ છે. જૂનાગઢ જિલ્લાના 21 રૂટની અને 97 ટ્રીપ કેન્સલ થઈ જયારે પોરબંદરમાં 11 રૂટ ખોરવાતા 21 ટ્રીપ કેન્સલ થઈ છે. બીજી તરફ જામનગરમાં 5 રૂટ ખોરવાતા 6 ટ્રીપ થઈ કેન્સલ કરી હોવાનું સામે આવ્યું છે. આમ વરસાદના કારણે એસટી નિગમના 36 રૂટ ખોરવાયા જેમાં 124 ટ્રીપ કેન્સલ થઈ છે.

અહેવાલ - માનસી પટેલ, અમદાવાદ

આ પણ વાંચો -- Gujarat: બંગાળની ખાડીની સિસ્ટમ રાજ્યને ઘમરોળશે, આટલા જિલ્લામાં પડી શકે છે વરસાદ

Tags :
AhmedabadbuscanceledDisturbedheavyRainroutesaurastraSTtrip
Next Article