Gujarat Congress : રાહુલ ગાંધીનાં નિવેદન બાદ પ્રદેશ કોંગ્રેસમાં ઘમાસાણ! એક બાદ એક નેતાની પ્રતિક્રિયા
- રાહુલ ગાંધીનાં ગુજરાતમાં પોતાની જ પાર્ટીનાં નેતૃત્વ અંગે નિવેદન બાદ ખળભળાટ! (Gujarat Congress)
- પાર્ટીમાં કેટલાક લોકો ભાજપ સાથે જોડાયેલા છે : રાહુલ ગાંધી
- કેટલાક કાર્યકરોએ રાહુલ ગાંધીને વાત કરી હોઇ શકે : શક્તિસિંહ ગોહિલ
- કોંગ્રેસમાં જે હકીકત છે તે સામે આવી છે : શૈલેષ ઠક્કર
- કોંગ્રેસમાં એક મેટાડોર ભરાય એટલા જ ધારાસભ્ય : યજ્ઞેશ દવે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો (Rahul Gandhi in Ahmedabad) આજે બીજો દિવસ છે. ગઈકાલે રાહુલ ગાંધીએ જિલ્લા, તાલુકા કોંગ્રેસનાં નેતાઓ, આગેવાનો સાથે એક બાદ એક બેઠક કરી ચર્ચા કરી હતી. સિનિયરથી લઈ નાના કાર્યકર્તાની વાત સાંભળી હતી અને રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીની (Gujarat Congress) સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારે આજે રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી મોટું નિવેદન આપ્યું હતું. પ્રદેશ કોંગ્રેસમાં જ બે ફાંટા છે તેમ જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, પાર્ટીમાં કેટલાક એવા લોકો પણ છે જે ભાજપમાં (BJP) ભળેલા છે. તેમનાં આ નિવેદન બાદ પ્રદેશ કોંગ્રેસમાં ઘમાસાણ મચી જવા પામ્યું છે.
કોંગ્રેસમાં કોઇપણ પ્રકારનો વિખવાદ નથી : શક્તિસિંહ ગોહિલ
રાહુલ ગાંધીનાં નિવેદન બાદ એક બાદ એક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. જ્યારે, બીજી તરફ બીજેપી નેતાઓને પણ કોંગ્રેસ પર પ્રહાર કરવાની વધુ એક તક મળી ગઈ છે. જણાવી દઈએ કે, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે (Shaktisingh Gohil) કહ્યું કે, ગુજરાત કોંગ્રેસમાં કોઇ પણ જૂથબંધી ન નથી. કેટલાક કાર્યકરોએ રાહુલ ગાંધીને વાત કરી હોઇ શકે. આંતરિક વિખવાદથી પક્ષને નુકસાન થતું હોવાની ફરિયાદ કરી હોઇ શકે. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં કોઇપણ પ્રકારનો વિખવાદ નથી, અમે એક છીએ અને અમે એક થઇને ચૂંટણી લડીશું.
Gujarat Congress માં કેટલા વિભીષણ? | કોંગ્રેસમાંથી કોણ BJP સાથે મળેલું છે? | Rahul Gandhi in Gujarat https://t.co/y1YbovM5Vd
— Gujarat First (@GujaratFirst) March 8, 2025
આ પણ વાંચો- રાહુલ ગાંધીના નિવેદનને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં, પાર્ટી વિરુદ્ધ કામ કરનારા લોકોને આપ્યુ અલ્ટીમેટમ
કોંગ્રેસમાં જે હકીકત છે તે સામે આવી છે : શૈલેષ ઠક્કર
કોંગ્રેસ કાર્યકર્તા શૈલેષ ઠક્કરે (Shailesh Thakkar) જણાવ્યું કે, રાહુલ ગાંધીનાં નિવેદનથી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. કોંગ્રેસમાં જે હકીકત છે તે સામે આવી છે. ચૂંટણી આવે ત્યારે જ કોંગ્રેસનાં નેતાઓ પક્ષ છોડી જતા રહે છે. શૈલેષ ઠક્કરે કહ્યું કે, રાહુલ ગાંધીનો પ્રથમ વખત આ પ્રકારનો સંવાદ જોવા મળ્યો છે. રાહુલ ગાંધીનું આ નિવેદન કોંગ્રેસના કાર્યકર્તા આવકારે છે.
આ પણ વાંચો- રાહુલ ગાંધીએ ગુજરાતની નેતાગીરી પર ઉઠાવ્યા સવાલ, પાર્ટીમાં વિભિષણ હોવાના સંકેત આપ્યા!
BJP પ્રવક્તા Yagnesh Dave ના કોંગ્રેસ પર આકરા પ્રહાર | Gujarat First
Rahul Gandhi સાથે Congress 2027ના સપના જોવે છે:Yagnesh Dave
પોતાના પક્ષના નેતાઓને આમ બોલવું તે કોંગ્રેસનો પ્રશ્ન:Yagnesh Dave
કોંગ્રેસમાં એક મેટાડોર ભરાય એટલા જ ધારાસભ્ય:યજ્ઞેશ દવે
પહેલા 3 આંકડામાં બેઠક લાવો… pic.twitter.com/bCdjWdm9wr— Gujarat First (@GujaratFirst) March 8, 2025
કોંગ્રેસમાં એક મેટાડોર ભરાય એટલા જ ધારાસભ્ય રહ્યા છે : યજ્ઞેશ દવે
બીજી તરફ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ (Yagnesh Dave) કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ વર્ષ 2027 ના સપના જોવે છે. નપામાં 68 પૈકી 1 જ કોંગ્રેસને (Gujarat Congress) મળી અને 2027 ના સપના જોવે છે. પહેલા 3 આંકડામાં બેઠક લાવો પછી સપના જોવાની વાત કરાય. યજ્ઞેશ દવેએ આગળ કહ્યું કે, કોંગ્રેસમાં એક મેટાડોર ભરાય એટલા જ ધારાસભ્ય રહ્યા છે. કોંગ્રેસે કવિટ કરવું પડે તેવી સ્થિતિ છે. 2 નેતાઓ ગુજરાતે આપેલા છે એવું રાહુલ ગાંધીએ કહ્યું એ સાચું છે, એક નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જેમને વિશ્વ ફલક પર ભારતને પહોંચાડ્યું છે અને અમિતભાઈ શાહ (Amit Shah). પોતાના પક્ષનાં જ નેતાઓને આમ બોલવું તે કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો પ્રશ્ન છે પણ, આ નેતાઓ નહીં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનાં નેતૃત્વ પર સવાલ છે.
આ પણ વાંચો- મિલોના પુનરુત્થાન અને આધુનિકીકરણ માટે અમિત શાહ પહોંચ્યા સૌરાષ્ટ્ર