Ahmedabad : ખાખી વર્દી પહેરી બસચાલક સાથે અભદ્ર વર્તન કરનાર પોલીસકર્મીને કડક સજા!
- Ahmedabad માં અભદ્ર વર્તન કરનાર પોલીસકર્મી સસ્પેન્ડ
- વીડિયો વાઇરલ થતા પોલીસ અધિકારી સામે કાર્યવાહી
- ગેરવર્તન કરનારા ASI ભરત ફરજ મોકૂફ કરાયા
- નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારનો વીડિયો વાઇરલ થયો હતો
અમદાવાદનાં (Ahmedabad) નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં પૂરઝડપે પસાર થતી બસને દંડની કામગીરી દરમિયાન પોલીસકર્મી અને બસચાલક વચ્ચે ઘર્ષણ થયું હતું. વાઇરલ વીડિયોમાં પોલીસકર્મી બસચાલક સાથે ગાળાગાળી કરી રિવોલ્વરથી ગોળી મારવાની ધમકી આપતા નજરે પડે છે. આ મામલે ફરિયાદ થતાં અભદ્ર વર્તન કરનારા પોલીસકાર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો - PM Modi in Gujarat : જામનગર પહોંચ્યા વડાપ્રધાન મોદી, દિવ્યમ સર્કલથી પાયલોટ બંગલા સુધી 'રોડ શો' જેવો માહોલ
નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારનો વીડિયો વાઇરલ થયો હતો
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો હતો, જે અમદાવાદનાં (Ahmedabad) નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું હતું. આ વાઇરલ વીડિયોમાં એક પોલીસકર્મી પૂરઝડપે આવતી એક બસને રોકી દંડની કાર્યવાહી કરતા સમયે બસચાલક સાથે ગાળાગાળી કરીને રિવોલ્વરથી ગોળી મારવાની ધમકી આપતા સંભળાય છે. વાઇરલ વીડિયોમાં બે પોલીસકર્મી બસચાલક સાથે ઝપાઝપી પણ કરતા નજરે પડે છે.
આ પણ વાંચો - Surat : આગની ઘટના બાદ શિવશક્તિ માર્કેટ પહોંચ્યા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ
ફરિયાદ બાદ પોલીસકર્મી ASI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા
આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં (Naroda Police Station) વાહનચાલક દ્વારા ફરિયાદ થતાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. માહિતી અનુસાર, વાઇરલ વીડિયોનાં આધારે ગેરવર્તન કરનારા ASI ભરતને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. ધમકી આપનાર અને ગાળાગાળી કરનાર ASI ભરતને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરી છે.
આ પણ વાંચો - Patidar Andolan : પાટીદાર નેતા, અગ્રણીઓ સામે થયેલા રાજદ્રોહના કેસ પરત ખેંચવા કોર્ટની મંજૂરી