Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : પોલીસે જાહેર કર્યો વોટ્સએપ નંબર, નાગરિકોને કરી ખાસ અપીલ

અસામાજિક તત્વોને અંકુશમાં લેવા માટે પોલીસે ઇનામી પ્રયોગ હાથ ધર્યો છે.
ahmedabad   પોલીસે જાહેર કર્યો વોટ્સએપ નંબર  નાગરિકોને કરી ખાસ અપીલ
Advertisement
  1. Ahmedabad શહેર પોલીસનો નવતર પ્રયોગ
  2. અસામાજિક તત્વો પર અંકુશ માટે ઇનામી પ્રયોગ!
  3. અસામાજિક તત્વોની જાણકારી આપવા વોટ્સએપ નંબર જાહેર કર્યો
  4. 63596 25365 નંબર પર જાણકારી આપવા માટે વિનંતી કરાઈ

Ahmedabad : શહેરમાં અસામાજિક અને લુખ્ખા તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. ત્યારે ગુનોખોરીને ડામવા માટે અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. અસામાજિક તત્વોને અંકુશમાં લેવા માટે પોલીસે ઇનામી પ્રયોગ હાથ ધર્યો છે. પોલીસે વોટ્સએપ નંબર 63596 25365 જાહેર કરી અસામાજિક અને લુખ્ખા તત્વોની જાણકારી આપવા નાગરિકોને અપીલ કરી છે.

આ પણ વાંચો - Ahmedabad : પાલડીનાં બંધ ફ્લેટમાંથી 95.5 કિલો સોનું, 60-70 લાખની રોકડ મળી, તસવીરો જોઈ ચોંકી જશો!

Advertisement

અસામાજિક તત્વોની જાણકારી આપવા વોટ્સએપ નંબર જાહેર કર્યો

અમદાવાદનાં વસ્ત્રાલની (Vastral Incident) ઘટનાનાં પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. ત્યારે રાજ્ય ગૃહમંત્રાલયનાં આદેશ બાદ રાજ્યનાં પોલીસ વડા વિકાસ સહાયે (Vikas Sahay) તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી, જેમાં 100 કલાકની અંદર રાજ્યનાં પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી હતી. ત્યારે હવે અમદાવાદ પોલીસ દ્વારા પણ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Patan : HNGU નાં કુલપતિ અને રજિસ્ટ્રાર ફરિયાદ આપવા પહોંચ્યા, શંકાસ્પદનાં નામ આપશે!

અસામાજિક તત્વો પર અંકુશ લાવવા ઇનામી પ્રયોગ!

જણાવી દઈએ કે, અમદાવાદ પોલીસે શહેરમાં (Ahmedabad Police) અસામાજિક તત્વો પર અંકુશ લાવવા ઇનામી પ્રયોગ હાથ ધર્યો છે. જે હેઠળ પોલીસ દ્વારા એક વોટ્સએપ નંબર 63596 25365 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર થકી નાગરિકો ભય ફેલાવનાર કે ગેરકાયદેસર કૃત્ય કરનારની માહિતી પોલીસેને આપી શકશે. અમદાવાદ પોલીસ દ્વારા જાહેર આ નંબરનો ઉપયોગ કરી અસામાજિક અને લુખ્ખા તત્વોની માહિતી આપવા માટે નાગરિકોને અપીલ કરાઈ છે.

આ પણ વાંચો - Junagadh : પૂર્વ ડેપ્યૂટી મેયરનાં પતિની દાદાગીરી! જાહેરમાં યુવક પર હથોળીથી હુમલો કર્યો

Tags :
Advertisement

.

×