Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : કાલુપુર પોલીસ નિષ્ક્રીય બની તો ફરિયાદીએ જાતે ગુનો ઉકેલ્યો, વાંચો અહેવાલ

અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ Ahmedabad ની કાલુપુર પોલીસ સામે ફરી એક વાર સવાલો ઉઠ્યા છે. યુવકે પોતાની મોંઘીદાટ બાઇક ચોરાયા બાદ ઓનલાઇન પોલીસ ફરિયાદ દાખલ ના થતાં આખરે યુવકે જાતે જ પોતાની બાઇક શોધી કાઢી હતી. આખરે એક મહિના બાદ સમગ્ર...
ahmedabad   કાલુપુર પોલીસ નિષ્ક્રીય બની તો ફરિયાદીએ જાતે ગુનો ઉકેલ્યો  વાંચો અહેવાલ

અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ

Advertisement

Ahmedabad ની કાલુપુર પોલીસ સામે ફરી એક વાર સવાલો ઉઠ્યા છે. યુવકે પોતાની મોંઘીદાટ બાઇક ચોરાયા બાદ ઓનલાઇન પોલીસ ફરિયાદ દાખલ ના થતાં આખરે યુવકે જાતે જ પોતાની બાઇક શોધી કાઢી હતી. આખરે એક મહિના બાદ સમગ્ર મામલામાંથી ભીનું સંકેલવા માટે કાલપુર પોલીસે બાઇક ચોરીની ફરિયાદ નોંધી હતી.

કાલપુર પોલીસની કામગિરી સામે સવાલ

Advertisement

પોલીસની કામગિરીનો વિચીત્ર કિસ્સો બહાર આવ્યો છે, જેમાં Ahmedabad ની કાલપુર પોલીસની કામગિરી સામે સવાલ ઉઠ્યા છે. પોલીસે જે કામ કરવાનું હોય તે ફરિયાદીને કરવું પડ્યું હતું. વાત જાણે એમ હતી કે યુવકની મોંઘીદાટ દોઢ લાખની બાઇકની ચોરી થઇ હતી. ધનાસુથારની પોળ પાસે ગત 3જી તારીખે બાઇકની ચોરી થઇ હતી અને યુવક જ્યારે પોલીસ સમક્ષ ફરિયાદ કરવા ગયો ત્યારે પોલીસે ઓનલાઇન ફરિયાદ કરવા કહ્યું હતું.

Advertisement

ફરિયાદ દાખલ થઇ ન હતી

Ahmedabad ની કાલપુર પોલીસે 24 કલાક બાદ ઓનલાઇન ફરિયાદ કરવાનું કહ્યું હતું પણ ફરિયાદી દીપક નાયકે ઓનલાઇન ફરિયાદ કરવાની પ્રક્રિયા કરી હતી પણ ફરિયાદ દાખલ થઇ ન હતી.

દીપક નાયકે પોતાની બાઇક શોધવાની જાતે જ શરુઆત કરી

આખરે કંટાળીને દીપક નાયકે પોતાની બાઇક શોધવાની જાતે જ શરુઆત કરી હતી. તેણે ધનાસુથારની પોળ નજીકના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને સીસીટીવીમાં દેખાતી એક્ટિવાના નંબરના આધારે ચોરી કરનારાની જાણ થઇ હતી. ધનાસુથારની પોળ પાસે સીસીટીવી કેમેરામાં દેખાતી એક્ટિવાના નંબરના આધારે યુવકે ચોરી કરનારનું એડ્રેસ મળ્યું હતું.

અસારવામાં રહેતા 14 વર્ષના સગીરે ચોરી કરી હતી

જેથી દીપક નાયકે ચોરી કરનારાને શોધવાના પ્રયત્ન શરુ કર્યા હતા અને આખરે 2 દિવસ બાદ તે અસારવા વિસ્તારમાં તે તસ્કરના ઘેર પહોંચી ગયો હતો. અસારવામાં રહેતા 14 વર્ષના સગીરે ચોરી કરી હતી. ચોરી કરનારા સગીરના પિતાએ સ્વીકાર્યું કે તેમના બાળકે જ ચોરી કરી હતી.

બાળકને મોંઘી સ્પોર્ટ્સ બાઇક લઇ ના આપતાં તેણે ચોરી કરી

સગીરના પિતાએ કહ્યું કે તેમણે બાળકને મોંઘી સ્પોર્ટ્સ બાઇક લઇ ના આપતાં તેણે ચોરી કરી હતી અને આખરે પાટણથી 9 દિવસ બાદ આ બાઇક મળી આવ્યું હતું. બાઇકને ઘણું નુકશાન પણ થયું હતું. સગીરે બાઇકના સ્પેરપાર્ટ્સ પણ બદલી કાઢ્યા હતા. બાઇક મળતાં 1 મહિના પછી પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.

આ પણ વાંચો------MP : મુખ્યમંત્રી મોહન યાદવ ઉજ્જૈનમાં પોતાના ઘેર રાત્રે રોકાઇ શકશે નહી, જાણો કેમ…

Tags :
Advertisement

.