Ahmedabad: શહેરમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો, તંત્ર એલર્ટ થયુ
- 9 માસનું સાઉથ બોપલમાં રહેતું બાળક આવ્યું પોઝિટિવ
- બોપલની ખાનગી હોસ્પિટલમાં બાળક હાલ સારવાર હેઠળ
- શરદી, ખાંસી, તાવ તેમજ શ્વાસ લેવાના લક્ષણો દેખાયા
Ahmedabad શહેરમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. જેમાં 9 માસનું સાઉથ બોપલમાં રહેતું બાળક પોઝિટિવ આવ્યું છે. તેમાં બોપલની ખાનગી હોસ્પિટલમાં બાળક હાલ સારવાર હેઠળ છે. જેમાં શરદી, ખાંસી, તાવ તેમજ શ્વાસ લેવાના લક્ષણો સાથે બાળક હોસ્પિટલમાં દાખલ છે. અમદાવાદમાં હાલ ૩ લોકો પોઝિટિવ છે જેમાં 2 ની ઉંમર 1 વર્ષ કરતા ઓછી તો 80 વર્ષીય વૃદ્ધ પણ પોઝિટિવ આવ્યા છે.
HMPV વાયરસનો પ્રથમ કેસ કર્ણાટકમાં આવ્યા બાદ હવે ગુજરાતમાં કેસ વધ્યા
HMPV વાયરસ અંગે સમગ્ર દેશમાં ફફડાટનું વાતાવરણ છે. તેમાં કેન્દ્ર દ્વારા ઇમરજન્સી બેઠક પણ બોલાવવામાં આવી છે. તેવામાં ગુજરાતમાં પણ કેસ નોંધાઇ રહ્યાં છે. HMPV વાયરસનો પ્રથમ કેસ કર્ણાટકમાં આવ્યા બાદ હવે ગુજરાતમાં પણ કેસ નોંધાઇ ચુક્યો છે. અગાઉ 2 મહિનાની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બાળકની હાલ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બાળકી મોડાસા નજીકના કોઇ ગામની હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. જેની સારવાર ચાંદખેડાની કોઇ ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.
પરિવારજનોનો કોઈ આંતરરાષ્ટ્રીય પ્રવાસનો ઇતિહાસ નથી
HMPV, એક વાયરસ જે શ્વાસ લેવામાં તકલીફ પેદા કરે છે, તે બેંગલુરુની બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં 8 મહિનાના છોકરા અને 3 મહિનાની છોકરીમાં જોવા મળ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બે દર્દીઓ અથવા તેમના પરિવારજનોનો કોઈ આંતરરાષ્ટ્રીય પ્રવાસનો ઇતિહાસ નથી.તેમજ અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં 15 આઇસોલેશન બેડ તૈયાર કરાયા છે. દુનિયાની ચિંતા વધારી રહેલા નવા HMPV નાં કેસ ભારતમાં પણ સતત વધી રહ્યા છે. જેમાં અમદાવાદમાં પણ વધુ કેસ સામે આવી રહ્યાં છે. નાગિરકોને તાવ, ઉધરસ, શ્વાસની તકલીફનાં લક્ષણો હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા સૂચન કરાયું છે. આ વાઇરસથી ડરવાની જરૂર નથી પણ તકેદારી રાખવીની જરૂર છે તેમ આરોગ્ય વિભાગે (Health Department) જણાવ્યું છે.
આ પણ વાંચો: Amreli: નારી સ્વાભિમાન ન્યાય આંદોલનને લઈ પરેશ ધાનાણીની તબિયત લથડી