Ahmedabad : હાઇબ્રિડ ગાંજાનાં જથ્થા સાથે એકની ધરપકડ, કરોડોમાં છે કિંમત
- રૂ. 3 કરોડથી વધુની કિંમતનાં હાઈબ્રિડ ગાંજા સાથે એક યુવકની ધરપકડ (Ahmedabad)
- યુવકને પુનાની બે મહિલાઓએ ગાંજાની હેરાફેરી માટે રૂપિયા આપ્યા હતા
- ગાંજાની હેરાફેરીમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન હોવાનું તપાસમાં ખુલ્યું
વિદેશથી હાઈબ્રીડ ગાંજાની આંતરરાષ્ટ્રીય હેરાફેરીનાં રેકેટનો પર્દાફાશ થયો છે. વટવા પોલીસે 3 કરોડથી વધુની કિંમતનાં હાઈબ્રિડ ગાંજા (Hybrid cannabis) સાથે એક યુવકની ધરપકડ કરી છે. બેગકોંકથી હાઈબ્રિડ ગાંજો લઈને આવેલા યુવકની તપાસ કરતા આ નેટવર્કમાં મહારાષ્ટ્રની બે યુવતીઓની સંડોવણી સામે આવી છે, જેને લઈને વટવા પોલીસે ગુનો નોંધી રેકેટનાં મૂળ સુધી પહોંચવા તપાસ શરૂ કર્યા છે.
રૂ. 3.60 કરોડની કિંમતનાં હાઈબ્રિડ ગાંજા સાથે એક ઝડપાયો
અમદાવાદની (Ahmedabad) વટવા પોલીસે આરોપી યોગેશ રતીભાઇ પટેલની રૂ. 3.60 કરોડની કિંમતનાં 12 કિલો હાઈબ્રિડ ગાંજા સાથે ધરપકડ કરી છે. વટવા પોલીસે રોપડા બ્રિજ પાસે વાહન ચેકિંગ દરમિયાન યોગેશને ગાંજો સાથે ઝડપી લીધો હતો. તેની તપાસ કરતા યોગેશ પાસેથી થાઈ એરલાઇન્સની ટિકિટ પણ મળી આવી હતી, જેથી હાઈબ્રિડ ગાંજાનાં (Hybrid cannabis) ઇન્ટરનેશનલ નેટવર્કને લઈને પોલીસને શંકા થઈ હતી. વટવા પોલીસ નાર્કોટિક્સની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ કરતા યોગેશની સાથે અન્ય બે મહિલા નિધિ અને સાયલીની સંડોવણી ખુલી હતી. આ બે મહિલાઓએ યોગેશને રૂ. 70 હજારની ટ્રીપ આપીને બેગકોંક હાઈબ્રિડ ગાંજો લેવા મોકલ્યો હોવાનું ખુલ્યું છે, જેથી પોલીસે બે ફરાર મહિલાની શોધખોળ અને તપાસ હાથ ધરી છે..
આ પણ વાંચો - Ahmedabad : 'Celebrity Super Six' નાં Celebrity એ વિદ્યાર્થીઓ સાથે રમી ક્વિઝ, જુઓ Video
Ahmedabad_Gujarat_first 2
ગાંજાની હેરાફેરી માટે પુનાની બે મહિલાઓએ રૂપિયા આપ્યા હતા
યોગેશની વધુ પૂછપરછ કરતા હકીકત સામે આવી હતી કે, હાઈબ્રીડ ગાંજો લેવા માટે બેગકોંક (Bangkok, ) ગયો ત્યારે, તેની સાથે પ્રતિમ નામનો શખ્સ હતો, જેને પણ આ બંને મહિલાઓએ રૂપિયા આપીને ગાંજો લેવા મોકલ્યો હતો. પ્રીતમ અને યોગેશ થાઈલેન્ડથી નીકળ્યા બાદ મુંબઇ એરપોર્ટ પર ઉતર્યા હતા. અને ત્યાર બાદ પ્રીતમ એરપોર્ટથી પોતાનાં વતન નાસિક જતો રહ્યો હતો. જ્યારે યોગેશને ગાંજો પોતાની પાસે રાખવાનું કહેતા તે મુંબઈથી ટ્રાવેલ્સમાં અમદાવાદ આવ્યો હતો. અમદાવાદની (Ahmedabad) ટ્રાવેલ્સમાં બેસીને મોરબી (Morbi) પોતાનાં વતન જઈ રહ્યો હતો તે દરમિયાન પોલીસે તેની ધરપકડ કરી હતી. ફરાર બંન્ને મહિલા આરોપીઓએ થાઈલેન્ડથી આવેલો ગાંજો ક્યાં અને કોને આપવાનો હતો તે અંગે માહિતી આપી નહતી. આરોપી ગાંજો સાથે લઈને ફરતો હતો તે દરમિયાન પોલીસે ઝડપી પાડ્યો હતો. જો કે આરોપી યોગેશ પટેલ અગાઉ મોરબીનાં સિરામિકમાં કામ કરતો હતો, જેના ધંધા અર્થે મહારાષ્ટ્ર ગયો હતો. ત્યારે પુનાની નિધિ નામની યુવતીનાં સંપર્કમાં આવ્યો હતો અને નિધીએ જ પૈસા કમાવવા નશાયુક્ત પ્રદાર્થની હેરાફેરી કરવાનાં નેટવર્કમાં જોડાવવા સાયલીને મળાવી હતી.
આ પણ વાંચો - Ahmedabad : 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો સક્રિય, વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝબ્બે
હાઈબ્રિડ ગાંજાની હેરાફેરીનાં નેટવર્કમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન
હાઈબ્રિડ ગાંજાની હેરાફેરીનાં નેટવર્કમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન ખુલ્યા હતા. આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી આરોપી ભૂતકાળમાં વિદેશમાં જઈને ગાંજો લાવેલ છે કે કેમ ? અને તેની વિરુદ્ધ અન્ય કોઈ ગુના નોંધાયા છે કે નહિ ? તેમ જ આ મહિલાઓએ યોગેશ અને પ્રતિમ સિવાય અન્ય કેટલા લોકોને વિદેશ હાઈબ્રિડ ગાંજો (Hybrid cannabis) લેવા મોકલ્યા છે ? તે તમામ મુદ્દે આરોપીનાં રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે. ઉપરાંત, પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને ઇન્ટરનેશનલ નેટવર્કમાં સંડોવાયેલી બે મહિલા અને પ્રીતમની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : સચિન કડિયા, અમદાવાદ
આ પણ વાંચો - Gujarat First Impact : Operation 'Asur' બાદ દીવ અને કચ્છમાં પોલીસની મોટી કાર્યવાહી!