Ahmedabad : MLA Amit Shah શાસનાધિકારી પર બરોબરનાં બગડ્યા, કહ્યું - આને કાઢી મૂકો..!
- ઉસ્માનપુરા AMC ખાતે MP, MLA ની બેઠક યોજાઈ
- બેઠકમાં એલિસબ્રિજનાં MLA Amit Shah નો જોવા મળ્યા આકરા તેવર
- શાસન અધિકારીને તાત્કાલિક પણે સસ્પેન્ડ કરવા કરી માંગ
Ahmedabad નાં ઉસ્માનપુરા AMC ખાતે આજે MP's, MLA's ની સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં એલિસબ્રિજનાં ધારાસભ્ય અમિત શાહના (MLA Amit Shah) આકરા તેવર જોવા મળ્યા હતા. તેમણે ઉગ્ર રજૂઆત કરી હતી અને સ્કૂલ બોર્ડનાં શાસનાધિકારીને તાત્કાલિક પણે સસ્પેન્ડ કરવા માગ કરી હતી. કોર્પોરેશનની (AMC) શાળા તોડીને ત્યાં આગળ શોપિંગ કોમ્પ્લેક્સ બનાવી દેવામાં આવ્યું હોવાની વાત ધારાસભ્ય કરી હતી.
આ પણ વાંચો - ભરૂચનાં 'નિર્ભયાકાંડ' નાં કલંક બાદ Sabarkantha માંથી આવી હૈયું કંપાવતી ઘટના!
AMC ની શાળાની જગ્યાએ શોપિંગ સેન્ટર બનાવી દીધું : MLA Amit Shah
અમદાવાદનાં ઉસ્માનપુરામાં (Usmanpura) AMC ખાતે આજે દર મહિને એકવાર મળનારી MP's, MLA's ની સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં શહેરનાં તમામ ધારાસભ્યોએ પોતાનાં વિસ્તારનાં સંલગ્ન પ્રશ્નો અને તેનાં નિવારણ અંગે ચર્ચા કરી હતી. દરમિયાન, એલિસબ્રિજનાં ધારાસભ્ય અમિત શાહે ઉગ્ર રજૂઆત કરી હતી અને શાસનાધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગ મ્યુનિસિપલ કમિશનરને કરી હતી. ધારાસભ્ય અમિત શાહે બેઠકમાં જણાવ્યું કે, જમાલપુર (Jamalpur) વિસ્તારની શાળા નંબર 3 અને 4 જર્જરિત હોવાથી તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. જો કે, આ શાળાનાં વિદ્યાર્થીઓને નવી સ્કૂલમાં શિફ્ટ કરાયા હતા. પરંતુ, જૂની શાળાની જગ્યાએ શોપિંગ સેન્ટર ઊભું કરી દેવામાં આવ્યું છે.
BJP ના MLA બગડ્યા
“હું આપી દઈશ રાજીનામું”@AmitShah4BJP @BJP4Gujarat #MLA #AmitShah #AMC #School #ShoppingCenter #ViralNews #GujaratFirst pic.twitter.com/ddd21VvkSI— Gujarat First (@GujaratFirst) December 21, 2024
આ પણ વાંચો - Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR Patil ના હસ્તે 2959 આવાસોની ફાળવણી, વિપક્ષ પર આકરા પ્રહાર!
'બંધ સ્કૂલ હોય તો હું ધારાસભ્ય તરીકે રાજીનામું દઈશ'
ધારાસભ્યે આગળ કહ્યું કે, અત્યાર જ અધિકારીને મોકલો અને તપાસ કરાવો. જો ત્યાં બંધ સ્કૂલ હોય તો હું ધારાસભ્ય તરીકે રાજીનામું દઈશ. શાળાની જગ્યાએ શોપિંગ સેન્ટર બની ગયું છે. ધારાસભ્ય અમિત શાહ (MLA Amit Shah) બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, AMC લોકોનાં ઓટલા અને ગેલેરી તોડતી હોય છે, જો AMC પોતાની મિલકતો ન સાચવી શકતી હોય તો તમામ અધિકારીને કાઢી મૂકવા જોઇએ. શાળાની જગ્યાએ શોપિંગ સેન્ટર બની જતા અમિત શાહ રોષે ભરાયા અને સ્કૂલ બોર્ડનાં શાસનાધિકારીને હાંકી કાઢવાની રજૂઆત કરી હતી.
આ પણ વાંચો - Surat ક્રાઈમ બ્રાન્ચે રૂ.5 કરોડથી વધુની ઘરફોડ ચોરી કરનાર ગેંગનો કર્યો પર્દાફાશ