Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હાડ થીજાવતી ઠંડીને હળવાશથી ન લેતા, AMA દ્વારા જાહેર કરાઈ ગાઈડ લાઈન

છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્ય ડોક્ટર સાહિલ શાહ દ્વારા લોકોને પૂરતી કાળજી લેવા માટે અપીલ કરવામાં આવી છે અને ઠંડી સામે રક્ષણ મેળવવા ગાઇડલાઇન્સ આપવામાં આવી છે. જણાવવામાં આવ્યું છે કે આ ઠંડીને હળવાશથી ન લેવી કોઈ પણ પ્રકારની બીમારીના લક્ષણો જણાય તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો તથા વિવિધ ખાસ બાબતોનું ધ્યાન રાખવા પણ માર
હાડ થીજાવતી ઠંડીને હળવાશથી ન લેતા  ama દ્વારા જાહેર કરાઈ ગાઈડ લાઈન
છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્ય ડોક્ટર સાહિલ શાહ દ્વારા લોકોને પૂરતી કાળજી લેવા માટે અપીલ કરવામાં આવી છે અને ઠંડી સામે રક્ષણ મેળવવા ગાઇડલાઇન્સ આપવામાં આવી છે. જણાવવામાં આવ્યું છે કે આ ઠંડીને હળવાશથી ન લેવી કોઈ પણ પ્રકારની બીમારીના લક્ષણો જણાય તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો તથા વિવિધ ખાસ બાબતોનું ધ્યાન રાખવા પણ માર્ગદર્શન આપ્યું છે.
ડોક્ટર સાહિલ શાહ જણાવે છે કે નાના બાળકોમાં ફ્લુ, શરદી, ઉધરસ, ગળા પકડાવું, ગાળામાં ખરાસ, તાવ, વૃદ્ધોમાં અસ્થમા, copd (શ્વાસ લેવામાં અને બહાર કાઢવામાં પડતી તકલીફ) અને કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ અટેક ના મરીજોમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. તબીબોના મતે છેલ્લા અઠવાડિયામાં 20 થી 25 ટકા કેસીસમાં વધારો થયો છે. હાલમાં ઠંડીની સિઝન જોરમાં છે ત્યારે આરોગ્યની પૂરતી કાળજી લેવા એમએમએ લોકોને અને સરકારને પણ અપીલ કરી છે 
કઈ બાબતે રાખવું ખાસ ધ્યાન
  • બાળકોમાં ફ્લૂના લક્ષણો દેખાય તો તાત્કાલિક પીડીયાટ્રીક ડોક્ટરના સંપર્ક કરવો
  • મોટી ઉંમરના લોકોમાં કોઈપણ તકલીફ જણાય તો ફિઝિશિયન નો સંપર્ક કરવો
  • રોગ પ્રતિકારક શક્તિ વધારવા જુના જાણીતા વસાણા આરોગવા, અન્ય હેલ્દી ખોરાક લેવો
  • કોરોના નું પ્રમાણ ઘટ્યું છે પરંતુ હાલ ફીવર ફ્લુ કોલ્ડ જેવા કેસ વધ્યા છે એટલે નિષ્કાળજી ન રાખવી
આરોગ્યની સાર સંભાળ રાખવી જરૂરી
  • ફૂલ બાયના કપડાં પહેરવા, મફલર, જેકેટ, સ્વેટર જેવા ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરવો
  • કોઈપણ બીમારીના લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો તેને ચલાવી ન લેવું
  • વાયરલ ઇન્ફેક્શનને સામાન્ય રીતે લો તો મોટું નુકસાન થઈ શકે છે અને જૂની બીમાર ધરાવતા હોય તેવા લોકોને તો કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ અટેક જેવા રોગમાં પણ સપડાઈ શકે છે.
અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા શાળા સંચાલકો વાલીઓ અને સરકારને પણ કરાઈ  અપીલ
હાલમાં જે રીતે ઠંડીનો કહેર રોજબરોજ વધી રહ્યો છે ત્યારે આગામી સમયમાં પણ હજુ ઠંડી પડવાની છે તેથી શાળા સંચાલકોએ સવારની પહેલી પાળી નો સમય વધારવો જોઈએ તેવું એ દ્વારા અપીલ કરવામાં આવી છે સાથે જ સરકારે પણ આ દિશામાં સૂચક પગલાં લેવા જોઈએ. સવારના પહોરમાં બાળકો ઠંડીમાં વહેલી સવારે સ્કૂલે જતા હોય તેમને ઠંડી લાગવાનો ભય રહેતો હોય છે તેથી શાળાનો સમય મોડો કરવામાં આવે તે જરૂરી છે અને આ બાબતે શાળા સંચાલકો પણ વિશેષ નિર્ણય લેવા જોઈએ ઉપરાંત વાલીઓએ બાળકોને શાળાએ મોકલતી વખતે પૂરતા ગરમ વસ્ત્રો પહેરાવીને અને સવારે હળવો ગરમ નાસ્તો કરાવીને જ શાળાએ મોકલવા જોઈએ તે તેમના હિતમાં રહેશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.