Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : MLAs ની પોલીસ કમિશનર સાથે મહત્ત્વની બેઠક, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા!

આ બેઠકમાં શહેર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, ટ્રાફિક શાખાનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ahmedabad   mlas ની પોલીસ કમિશનર સાથે મહત્ત્વની બેઠક  આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
Advertisement
  1. નવી CP ઓફિસ ખાતે આજે ધારાસભ્યો અને શહેર પોલીસ વચ્ચે બેઠક (Ahmedabad)
  2. શહેરની વિવિધ સમસ્યા અને પ્રશ્નો અંગે ચર્ચા, રજૂઆત કરાઈ
  3. શહેરમાં CCTV કેમેરા માટે 25 થી 50 લાખની ગ્રાન્ટ ફાળવવા તૈયારી

Ahmedabad ની સમસ્યા અને ગંભીર પ્રશ્નનો અંગે ચર્ચા અને રજૂઆત કરવા માટે આજે CP ઓફિસ ખાતે ધારાસભ્યો અને શહેર પોલીસ કમિશનર વચ્ચે મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, ટ્રાફિક શાખાનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ઉપરાંત, BJP અને Congress નાં ધારાસભ્યો પણ આ બેઠકમાં જોડાયા હતા. લોકસભાનાં પૂર્વ અને પશ્ચિમ બેઠકનાં સંસદ પણ સંકલન સમિતિમાં હાજર રહ્યા હતા. દરમિયાન, એલિસબ્રિજનાં ધારાસભ્ય અને શહેર ભાજપ અધ્યક્ષ અમિત શાહે (Amit Shah) બાબા સાહેબની પ્રતિમા તોડનાર આરોપીઓની અમદાવાદ પોલીસે વહેલી તકે ધરપકડ કરી તે બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - BZ Group Scam : મયુર દરજીની અરજી પર સુનાવણી, રૂ. 4 કરોડથી વધુ ઉઘરાવ્યાંનો ઘટસ્ફોટ!

Advertisement

CCTV કેમેરા માટે 25 થી 50 લાખની ગ્રાન્ટ ફાળવવા તૈયારી

આ સાથે જ શહેરની સુરક્ષા માટે ધારાસભ્ય અને સંસદ સભ્યો દ્વારા શહેરમાં CCTV કેમેરા (CCTV Cameras) માટે 25 થી 50 લાખની ગ્રાન્ટ ફાળવવા તૈયારી બતાવી હતી. શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને રજૂઆત કરવામાં આવી હતી અને સાથોસાથે અમિત શાહે (Amit Shah) ગેરકાયદેસર બાંધકામો માટે AMC ને તાકીદે પોલીસ પ્રોટેક્શન મળી રહે તે માટે રજૂઆત કરી હતી. ઉપરાંત, મણિનગર LG હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમને લઈને પોલીસની હદ નક્કી કરવામાં આવે અને શહેરમાં અશાંતધારાનો ચુસ્ત અમલ કરાવવામાં આવે, જેવા વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો - ICAI CA Final results 2024: અમદાવાદની રિયા શાહે મેળવ્યો Rank-2, ટોપ 3માં આ 4 નામ સામેલ

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કરી આ રજૂઆત

કોંગ્રેસનાં (Congress) ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ (Imran Khedawala) પણ શહેરમાં ટ્રાફિક સમસ્યા અને ડ્રગ્સનાં વધી રહેલા દૂષણને લઈને વિશેષ રજૂઆત કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે યુવાધન ડ્રગ્સનાં રવાડે ચડી રહ્યું છે, તેથી ડ્રગ્સનાં દૂષણ સામે સખત પગલાં લેવામાં આવે સાથે-સાથે સાઇબર ક્રાઇમની ઘટનાઓ પર અંકુશ આવે તેવી કામગીરી કરવા રજૂઆત કરી હતી. ઉપરાંત, ગુજરાત પોલીસમાં પોલીસની તાતી અછત હોવાથી તાકીદે ભરતી કરવા અને શહેરમાં (Ahmedabad) બંધ CCTV કેમેરાને તાકીદે શરૂ કરવા પણ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ રજૂઆત કરાઈ હતી. સંકલન સમિતિની મિટિંગ દરમિયાન શહેરની ટ્રાફિક સમસ્યા અને શહેરની સલામતી માટે CCTV ની સુરક્ષા મોખરે રહી હતી અને સૌ ધારાસભ્યો તેના માટે રજૂઆત કરતા બજેટ ફાળવવાની પણ તૈયારી દર્શાવી હતી.

અહેવાલ : સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો - Ahmedabad: ‘ગલીએ ગલીએ વેચાઈ રહ્યાં છે નશાકારક દ્રવ્યો’ સ્પે. NDPS કોર્ટે ડ્રગ્સ મામલે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો

Tags :
Advertisement

Trending News

.

×