Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ટ્રાફિક વિભાગ, AMC, પોલીસની કામગીરીને HC એ વખાણી! કહ્યું- 6 મહિના સુધી આ પ્રકારે જ

કોર્ટે આદેશ કરતા કહ્યું કે, રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરો, ગેરકાયદે બાંધકામ થાય તે પહેલાં અટકાવવા જરૂરી છે.
ahmedabad   ટ્રાફિક વિભાગ  amc  પોલીસની કામગીરીને hc એ વખાણી  કહ્યું  6 મહિના સુધી આ પ્રકારે જ
Advertisement
  1. બિસ્માર રસ્તા, રખડતા ઢોર અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટની ટકોર (Ahmedabad)
  2. 6 મહિના સુધી આ પ્રકારે જ કાર્યવાહી કરો : હાઇકોર્ટ
  3. આકરો દંડ થશે તો જ લોકો સીધા માર્ગે આવશે : હાઈકોર્ટ
  4. હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ, AMC ની કામગીરીનાં વખાણ કર્યા

અમદાવાદમાં (Ahmedabad) છેલ્લા ઘણા સમયથી બિસ્માર રોડ, રખડતા ઢોર, ટ્રાફિક, વાહન પાર્કિંગ અને ગેરકાયદેસર દબાણ જેવી સમસ્યાઓ માથાનાં દુ:ખાવા સમાન બની છે. ત્યારે હાઈકોર્ટે પણ આ મામલે અગાઉ અનેકવાર રાજ્ય સરકાર અને તંત્રને ટકોર કરી હતી. હાઈકોર્ટનાં આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને પોલીસ દ્વારા નિયમ-કાયદા-વ્યવસ્થાનો ભંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેને લઈ હાઈકોર્ટે (Gujarat High Court) પણ પ્રશંસા કરી છે અને આગામી 6 મહિના સુધી સળંગ આ પ્રકારે જ કાર્યવાહી કરો તેવી ટકોર પણ કરી છે.

Advertisement

આ પણ વાંચો - કરોડોનો દંડ છતાં અમદાવાદીઓ સુધરવા તૈયાર નથી!

Advertisement

6 મહિના સુધી આ પ્રકારે જ કાર્યવાહી કરો : હાઇકોર્ટ

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરમાં રખડતા ઢોર, ગેરકાયદેસર દબાણ, બિસ્માર રસ્તા અને ટ્રાફિક નિયમોનાં ભંગ સહિતની સમસ્યાઓ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં AMC અને અમદાવાદ ટ્રાફિક વિભાગે (Ahmedabad Traffic Department) સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં વિભાગો દ્વારા કરવામાં આવેલ તમામ કામગીરીની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે (Gujarat High Court) વિભાગોની કામગીરીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, 6 મહિના સુધી આ પ્રકારે જ કાર્યવાહી કરો. આકરો દંડ થશે તો જ લોકો સીધા માર્ગે આવશે. કોર્ટે આદેશ કરતા કહ્યું કે, રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરો, ગેરકાયદે બાંધકામ થાય તે પહેલાં અટકાવવા જરૂરી છે.

Advertisement

ટ્રાફિકનાં નિયમ ભંગ બદલ 2 લાખથી વધુ કેસ, 13.21 કરોડનો દંડ

હોઈકોર્ટ સમક્ષ સો. મીડિયા પર આવા તત્વોનાં ફોટા અને વીડિયો ઉપલબ્ધ હોવાની રજૂઆત તંત્ર દ્વારા કરવામાં આવી હતી અને સાથે જ એવી ખાતરી પણ આપવામાં આવી હતી કે માહિતી મળશે તેની પર કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિક વિભાગ દ્વારા 27 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધીની કામગીરીનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો, જેમાં ટ્રાફિકનાં નિયમ ભંગ બદલ 2 લાખથી વધુ કેસ કરાયા હોવાનું અને 13.21 કરોડ રૂપિયા દંડ વસુલ્યો હોવાનું જણાવ્યું હતું. આ 13.21 કરોડની દંડની રકમ ડિજિટલ માધ્યમથી વસૂલવામાં આવી છે.

આ પણ વાંચો - Ahmedabad : અસામાજિક તત્વોને ડામવા પોલીસની લાલ આંખ, ગેરકાયદેસર મકાનો પર ફર્યા બુલડોઝર

ટ્રાફિક નિયમોનાં ભંગનો આંકડો અને દંડની વિગતો :

અમદાવાદ ટ્રાફિક પોલીસે (Ahmedabad Traffic Police) રજૂ કરેલા આંકડા શહેરમાં ટ્રાફિક શિસ્તની ગંભીર સ્થિતિ દર્શાવે છે. નીચે મુખ્ય ગુનાઓ અને તેના પર વસૂલાયેલા દંડની યાદી આપવામાં આવી છે :

> રોંગ સાઈડ ડ્રાઇવિંગ :
8,789 કેસ, 1 કરોડ 65 લાખ 80 હજાર 500 રૂપિયાનો દંડ

> હેલ્મેટ વિના વાહન ચલાવવું :
1,09,651 કેસ, 5 કરોડ 48 લાખ 25 હજાર 500 રૂપિયાનો દંડ

> ઓવર સ્પીડિંગ :
6,922 કેસ, 1 કરોડ 59 લાખ 90 હજાર 500 રૂપિયાનો દંડ

> સીટ બેલ્ટ વિના ડ્રાઇવિંગ :
3,677 કેસ, 18 લાખ 38 હજાર 500 રૂપિયાનો દંડ

> મોપેડ પર ત્રણ સવારી :
2,059 કેસ, 2 લાખ 5 હજાર 900 રૂપિયાનો દંડ

> મોબાઇલ પર વાત કરતાં ડ્રાઇવિંગ :
879 કેસ, 4 લાખ 48 હજાર 500 રૂપિયાનો દંડ

> રિક્ષામાં વધુ સવારી :
674 કેસ, 3 લાખ 97 હજાર 500 રૂપિયાનો દંડ

> ડાર્ક ફિલ્મનો ઉપયોગ :
794 કેસ, 4 લાખ 63 હજાર રૂપિયાનો દંડ

> પાર્કિંગ નિયમોનો ભંગ :
24,031 કેસ, 1 કરોડ 41 લાખ 78 હજાર રૂપિયાનો દંડ

> અન્ય ગુનાઓ :
41,062 કેસ, 2 કરોડ 72 લાખ 32 હજાર 750 રૂપિયાનો દંડ

હાઈકોર્ટમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું સોગંદનામું :

હાઈકોર્ટમાં (Gujarat High Court) સુનાવણી દરમિયાન AMC દ્વારા કરાયેલી કામગીરીનું વિગતવાર સોગંદનામું કરવામાં આવ્યું હતું, જે મુજબ...

> 27 ફેબ્રુ. 2025 અને 19 માર્ચ 2025 વચ્ચે રસ્તા અને સંલગ્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા સુધારવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા
> 14854.74 મેટ્રિક ટન મટિરિયલનો ઉપયોગ કરાયો
> શહેરમાં કેન્દ્ર રેખા, કર્બલાઇન, ઝેબ્રા-ક્રોસિંગ, એજ-લાઇન, સ્ટોપ-લાઇન વગેરેને સ્પષ્ટ રીતે સીમાંકન કરવા માટે થર્મો-પ્લાસ્ટિક પેઇન્ટનો ઉપયોગ
> 249 નવા ટ્રાફિક સંકેતો પણ સ્થાપિત કરવામાં આવ્યા
> રાત્રિનાં સમયે ટ્રાફિકની હિલચાલને સરળ બનાવવા માટે 1728 કેટ-આઇ રિફ્લેક્ટર સ્થાપિત કરવામાં આવ્યા
> છેલ્લા 3 અઠવાડિયામાં AMC ની 20 કેસલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ (CNCD) ટીમોએ 241 રખડતા ઢોરોને પકડ્યા
> તમામ 241 નવા પકડાયેલા ઢોરને RFID-ટેગ સાથે ટેગ કરવામાં આવ્યા છે.
> 27 ફેબ્રુ. 2025 અને 19 માર્ચ 2025 વચ્ચે 1169 લારીઓ, 352 શેડ, 1945 તાડપત્રી-સ્ટોલ અને 7181 પરચૂરણ વસ્તુઓ જેમ કે ગેરકાયદેસર જાહેરાત બોર્ડ અને અન્ય અવરોધો દૂર કરાયાં
> ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા 2540 વાહન માલિકો સામે AMC દ્વારા હાથ ધરવામાં આવેલા અતિક્રમણનાં પ્રોજેક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ
> બિસ્માર રસ્તાઓનાં સમારકામ અને રિસરફેસ કરવા માટે 55426.93 મેટ્રિક ટનથી વધુ સામગ્રીનો ઉપયોગ કરાયો.

આ પણ વાંચો - આજે વિશ્વ ચકલી દિવસ: અમદાવાદનાં આ વિસ્તારમાં આવેલ છે ચકલીનું શહીદ સ્મારક, જાણો કેમ બનાવવામાં આવ્યું સ્મારક

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Surat માં શેર બજારમાં રોકાણના નામે 75.93 લાખની ઠગાઈ, એકાઉન્ટન્ટના કર્મચારીની ધરપકડ

featured-img
ગુજરાત

VADODARA : SRP ગ્રુપ-9 ના સ્ટોર રૂમમાં ભીષણ આગથી મોટું નુકશાન

featured-img

IPL 2025 : વિરાટ કોહલી પાસે પહેલી જ મેચમાં ઇતિહાસ રચવાની તક!

featured-img
ગુજરાત

Brahmavihari Swami:લોકમત મહારાષ્ટ્રીયન ઑફ ધ યર એવોર્ડ્સ 2025થી સન્માનિત

featured-img
ગુજરાત

VADODARA : રક્ષિતકાંડમાં કારના ડેટા મેળવવા કંપનીની મદદ લેવાઇ

featured-img
ગુજરાત

મિલકતના દસ્તાવેજ નોંધણી માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું કરવું ફરજિયાત બનશે

Trending News

.

×