ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Ahmedabad : આનંદ નિકેતન સ્કૂલ બસનાં અકસ્માત અંગે Gujarat First એ સંચાલકોનો સંપર્ક કર્યો પરંતુ...

આરોપ છે કે બસનાં ડ્રાઈવરે દારૂ પીધેલી હાલતમાં વિદ્યાર્થીઓને 20 કિમી ફેરવ્યા હતા અને વિદ્યાર્થીઓનાં જીવને જોખમમાં મૂક્યા હતા.
05:53 PM Apr 02, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
Ahmedabad_gujarat_first
  1. Ahmedabad માં દારૂડિયા ડ્રાઈવરે મચાવ્યો આતંક!
  2. આનંદ નિકેતન સ્કૂલની બસનાં ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો
  3. 35 વિદ્યાર્થીઓને લઈને નશાની હાલતમાં બસ ચલાવી
  4. 20 કિલોમીટર સુધી દારૂ પીધેલી હાલતમાં ચલાવી બસ
  5. ગુજરાત ફર્સ્ટની ટીમે શાળામાં આચાર્યનો સંપર્ક સાધ્યો પણ કોઈ જવાબ ન મળ્યો

અમદાવાદની (Ahmedabad) જાણીતી આનંદનિકેતન સ્કૂલની બસનાં અકસ્માત મામલે મોટા સમાચાર આવ્યા છે. અકસ્માત મામલે શાળા દ્વારા હકીકત છુપાવાવનો પ્રયાસ કરાતો હોય તેવી આશંકા છે. કારણ કે, સ્કૂલ બસનાં ડ્રાઈવરે દારૂ પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનો આરોપ થતાં ગુજરાત ફર્સ્ટની (Gujarat First News) ટીમે શાળામાં આચાર્યનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પરંતુ, કોઈ જવાબ ન મળ્યો. આરોપ છે કે બસનાં ડ્રાઈવરે દારૂ પીધેલી હાલતમાં વિદ્યાર્થીઓને 20 કિમી ફેરવ્યા હતા અને વિદ્યાર્થીઓનાં જીવને જોખમમાં (Anandaniketan School bus Accident) મૂક્યા હતા.

આ પણ વાંચો - Navsari Fire : ડીસા બાદ નવસારીની પેપર મિલમાં લાગી વિકરાળ આગ, દૂર સુધી દેખાયા ધુમાડાનાં ગોટેગોટા

દારૂ પીધેલી હાલતમાં ડ્રાઇવરે 20 કિલોમીટર સુધી બસ ચલાવી!

અમદાવાદની (Ahmedabad) આનંદનિકેતન સ્કૂલની બસનો ઘાટલોડિયામાં અકસ્માત સર્જાયો હતો. આ મામલે હવે ચોંકાવનારી માહિતી સામે આવી છે. આરોપ છે કે, અકસ્માત સમયે બસનો ડ્રાઇવર પીધેલી હાલતમાં હતો. 35 વિદ્યાર્થીઓને લઈ દારૂડિયો ડ્રાઈવર 20 કિલોમીટર ફર્યો હતો. નાલંદા સ્કૂલનાં (Nalanda School) 35 વિદ્યાર્થીઓને શાળામાં ઉતાર્યા બાદ ડ્રાઇવરે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે મોટી હાનિ થતાં ટળી હતી. માહિતી છે કે, અકસ્માત બાદ ડ્રાઈવરે પણ દારૂ પીધો હોવાનો સ્વીકાર કર્યો હતો. ડ્રાઇવરે કહ્યું હતું કે, ગઈકાલે દેશી દારૂ પીધો હતો, સવારે બસ લઈને નીકળ્યો.

આ પણ વાંચો - Gondal : બાંદરા ગામે ભાદરનાં ઓવારામાં નહાવા પડેલા પ્રૌઢનું ડુબી જવાથી મોત

અકસ્માત મામલે શાળા દ્વારા હકીકત છુપાવાવનો પ્રયાસ!

ઉપરાંત, બસનાં ડ્રાઇવરે કહ્યું હતું કે, ભાનમાં ના હોવાથી બે જગ્યા પર ગાડી અડી ગઈ. ડ્રાઇવર વિદ્યાર્થીઓને શાળાએ મૂકી બસ પરત લઈ જઈ રહ્યો હતો. આ અંગે વધુ માહિતી માટે ગુજરાત ફર્સ્ટની ટીમે (Gujarat First News) શાળામાં આચાર્યનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, કોઈ જવાબ ન મળ્યો. બીજી તરફ ઘાટલોડિયાની નાલંદા શાળાનાં સંચાલકો તરફથી પણ આ અંગે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. આથી, અકસ્માત મામલે શાળા દ્વારા હકીકત છુપાવાવનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવી આશંકા સર્જાઈ છે.

આ પણ વાંચો - Deesa Blast : આરોપી દિપક મોહનાનીને લઈ હિંમતનગરનાં વેપારીએ કર્યો મોટો ખુલાસો!

Tags :
AhmedabadAnandaniketan School bus AccidentGhatlodiaGUJARAT FIRST NEWSNalanda SchoolRaod AccidentTop Gujarati News