Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લોન એપ્લિકેશન અને વેબસાઇટ પર અમદાવાદ સાયબર ક્રાઇમની સર્જિકલ સ્ટ્રાઇક

હવે કોઈ પણ એપ્લિકેશનથી શોર્ટ ટર્મ લોન લેતા પહેલા ચેતજો કેમકે આવી લોન ખાલી કરી શકે છે તમારું બેન્ક એકાઉન્ટ. અમદાવાદ સાઇબર ક્રાઇમ (Ahmedabad Cyber Crime) દ્વારા ફ્રોડ લોન એપ્લિકેશન (Loan Application)  અને વેબસાઇટ પર કાર્યવાહી કરીને આવી ચાર હજાર જેટલી એપ અને વેબને બંધ કરાવી છે. તો કઈ રીતે લોકો બની રહ્યા છે આવી લોન એપનો ભોગ અને આવી ઓનલાઇન લોન લેતા પહેલા શું ધ્યાન રાખવું જોઈએ આ અહેવાલમાં..શોર્ટ ટર્મ લોન લેવા માટà
02:20 AM Dec 28, 2022 IST | Vipul Pandya
હવે કોઈ પણ એપ્લિકેશનથી શોર્ટ ટર્મ લોન લેતા પહેલા ચેતજો કેમકે આવી લોન ખાલી કરી શકે છે તમારું બેન્ક એકાઉન્ટ. અમદાવાદ સાઇબર ક્રાઇમ (Ahmedabad Cyber Crime) દ્વારા ફ્રોડ લોન એપ્લિકેશન (Loan Application)  અને વેબસાઇટ પર કાર્યવાહી કરીને આવી ચાર હજાર જેટલી એપ અને વેબને બંધ કરાવી છે. તો કઈ રીતે લોકો બની રહ્યા છે આવી લોન એપનો ભોગ અને આવી ઓનલાઇન લોન લેતા પહેલા શું ધ્યાન રાખવું જોઈએ આ અહેવાલમાં..

શોર્ટ ટર્મ લોન લેવા માટે અનેક અલગ અલગ એપ્લિકેશન માર્કેટમાં
ગુજરાત સહિત દેશભરમાં શોર્ટ ટર્મ લોન લેવા માટે અનેક અલગ અલગ એપ્લિકેશન માર્કેટમાં આવી છે. જેના દ્વારા સામાન્ય લોકો નાની રકમની લોન મેળવે છે પરંતુ આ લોકોને અંદાજ પણ નહિ હોય કે આવી લોન તેને કેટલી મોંઘી પડી શકે છે. અમદાવાદ સાઇબર ક્રાઇમની ટીમ હાલ એવી એપ્લિકેશન અને વેબ સાઇટ શોધી રહી છે કે જે શોર્ટ ટર્મ લોન આપવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરી રહી છે અને લોકો નજીવી રકમની લોન મેળવી પોતાના બેન્ક એકાઉન્ટ અથવા ડેટા ને સામે ચાલીને લીક કરી રહ્યા છે. 
ચાર હજાર જેટલી  એપ અને વેબ પર રોક 
અમદાવાદ સાઇબર ક્રાઇમમાં રોજની સરેરાશ 5 થી 8 અરજીઓ આવી રહી છે કે એપ્લિકેશન કે વેબ મારફત નજીવી રકમની લોન લીધા બાદ તેનો મોબાઈલ ડેટા લીક થયો અને તેના ફોટો મોર્ફ કરી બ્લેકમેઇલ કરવામાં આવી રહ્યા છે. જેના આધારે સાઇબર ક્રાઇમ દ્વારા આવી વેબ અને એપ પર તપાસ શરૂ કરવામાં આવી અને સાઇબર ક્રાઇમ વધુ ચાર હજાર જેટલી  એપ અને વેબ પર રોક લગાવી છે. જોકે આટલી મોટી માત્રામાં રોક લગાવવાની કામગીરી કરનાર અમદાવાદ સાઇબર ક્રાઇમ દેશમાં પ્રથમ પોલીસ મથક બન્યું છે. 
વધુ ચાર હજાર જેટલી એપ્લીકેશન વેબસાઇટ મળી 
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે અગાઉ છેલ્લા કેટલાક મહિનાઓથી જુદા જુદા પ્લેટફોર્મ પર ઇન્સ્ટન્ટ લોન અંગેની 400 કરતા પણ વધારે જુદી જુદી લોન એપ્લીકેશનો અને વેબસાઇટો દ્વારા શોર્ટ ટર્મ લોન આપવાની લોભામણી લલચામણી જાહેરાતો આપી આ એપ્લીકેશનો જુદા જુદા લોકોને ડાઉનલોડ કરાવી શોર્ટ ટર્મ લોન ખુબજ સરળ પ્રોસીજરથી મેળવવાની લાલચ આપતા હતા અને લોનની પ્રોસીજર કરાવી આ લોન એપ્લીકેશનો જેન્યુન હોવા બાબતની ગ્રાહકને ખાત્રી થાય તે માટે જુદી જુદી એપ્લીકેશન ગુગલ પ્લેસ્ટોરમાં પણ વિવિધ કંપનીઓના નામે એકાઉન્ટ બનાવીને તે એકાઉન્ટમાં વિવિધ પ્રકારની લોન એપ્લીકેશનો મૂકતા હતા. જ્યારે કોઇ ગ્રાહકો શોર્ટ ટર્મ લોન મેળવેતો તેમને હેરેસમેન્ટ કરી લોનની રકમ કરતા વધુ રકમ મેળવી છેતરપીંડી કરતા હતા. આ સમગ્ર મામલાની તપાસમાં આશરે બીજી ચાર હજાર જેટલી એપ્લીકેશન વેબસાઇટ મળી આવી હતી. જે એપ્લીકેશન વેબસાઇટ બંધ કરાવવા માટેની તજવીજ કરવામાં આવી છે. 
આ સાવચેતી રાખો
સામાન્ય રીતે લોકો કોઈ પણ લોન એપ્લીકેશ, ઇન્વેસ્ટમેન્ટ એપ્લીકેશન, ગેમીંગ એપ્લીકેશનમાં ઇન્સ્ટોલ, વપરાશ તેમજ પેમેન્ટ કરતા પહેલા અમુક મુદ્દાઓ ધ્યાન રાખવું જરૂરી છે. જેમકે 
1 - વિવિધ પ્લેટફોર્મ પરથી ક્યારેય પણ લોન એપ્લીકેશ, ઇન્વેસ્ટમેન્ટ એપ્લીકેશન, ગેમીંગ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવી નહીં.
2 - લોન એપ્લીકેશ, ઇન્વેસ્ટમેન્ટ એપ્લીકેશન, ગેમીંગ એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે હંમેશા ગુગલ પ્લેસ્ટોરનો જ ઉપયોગ કરવો, પ્લેસ્ટોર પરથી જ્યારે એપ્લીકેશન ડાઉનલોડ કરો ત્યારે તેમના રીવ્યુ આર.બી.આઇ.રજીસ્ટર્ડ છે કે કેમ? તે બાબતે ગુગલ પર ઘણીબધી વેબસાઇટ પર કમ્પ્લેન રજીસ્ટર હોય છે તે ચકાસ્યા બાદ જ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવી.
3 - એપ્લીકેશનો જ્યારે ઇન્સ્ટોલ કરો છો ત્યારે વિવિધ પ્રકારની પરમીશનો માંગવામાં આવે છે તે ખાસ ધ્યાન રાખવું...
- કેમેરાની પરમીશન આપેલ હોય તો તે તમારો ફોટોગ્રાફ ગમે ત્યારે લઇને તમારી જાણ બહાર સર્વર પર મોકલી શકે છે. 
- એસ.એમ.એસ.ની પરમીશન આપેલ હોય તો તમારા બેંકીંગના મેસેજ રીડ તેમજ રાઇટ કરી શકે છે.
- લોકેશનની પરમીશન આપેલ હોય તો તમારી દરેક હિલચાલ પર નજર રાખી શકે છે. 
- માઇક્રોફોનની પરમીશન આપેલ હોય તો આપણી એપ બંધ હોય તો પણ તમામ વાતચીત સાંભળી શકે છે.
 - કોન્ટેક્સની પરમીશન આપેલ હોય તો તમારા મોબાઇલમાં રહેલા તમામ કોન્ટેકસને પોતાના સર્વર પર સ્ટોર કરી શકે છે.
- સ્ટોરેજની પરમીશન આપેલ હોય તો તમારા મોબાઇલમાં રહેલ ફોટા, એપ્સ, ગેલેરીમાં રહેલ તમામ ઇમેજીસ પોતાના સર્વર પર મેળવી લે છે. 
- એડ વોઇસ મેઇલ પરમીશન આપેલ હોય તો કોઇપણ એપ આપના ફોનમાં વોઇસ મેઇલ ઉમેરી શકે છે અને વોઇસમેઇલના આધારે વોઇસ મેઇલમાં આપેલ નંબર પર કોલ કરતા બેંક એકાઉન્ટમાં રહેલ નાણા વિડ્રો થઇ શકે છે.
4 - વિવિધ પ્લેટફોર્મ પરથી ઇન્વેસ્ટમેન્ટ એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ તે એપ્લીકેશનમાં નાણા ઇન્વેસ્ટ કરવા પ્રોસીજર કરો છો ત્યારે જુદા જુદા યુ.પી.આઇ. આઇ.ડી., બેંક એકાઉન્ટ તેમજ પેમેન્ટ ગેટવે જોવા મળે છે. જો આવી અલગ અલગ પ્રકારની યુ.પી.આઇ. આઇ.ડી, બેંક એકાઉન્ટ, પેમેન્ટ ગેટવે આવતા હોય તો તે એપ્લીકેશન ફ્રોડ હોવાનુ નક્કી થઇ શકે છે.
5 - ઇન્વેસ્ટમેન્ટ તેમજ ગેમીંગ એપ્લીકેશન થકી પ્રોફીટ થયેલ નાણા જ્યારે તમારા બેંક એકાઉન્ટમાં પરત મેળવો છો ત્યારે પણ તમારા બેંક એકાઉન્ટમાં તપાસો કે તમે પ્રોફીટ સ્વરુપે મેળવેલ નાણા તે જ કંપનીના નામે આવે છે કે કેમ? તેની ચકાસણી કરો. જો અલગ અલગ એકાઉન્ટમાંથી નાણા આવતા હોય તો તે ફ્રોડ હોઇ શકે.
6 - કોઇ વ્યકિત દ્વારા તમને એવુ કહેવામાં આવે કે તમારુ એકાઉન્ટ બે થી પાંચ દિવસ વાપરવા માટે અમોને આપો, અમે તમને એકાઉન્ટમાં જમા થયેલ રકમના બે થી પાંચ ટકા કમિશન આપીશુ, તો આવી લાલચમાં આવવુ નહી અને આવુ કહેનાર સામે સાયબર ક્રાઇમની અંદર જાણ કરવી. કારણ કે આવા વ્યકિતઓ તમારા એકાઉન્ દુરુપયોગ કરીને ફ્રોડના નાણા મેળવી લે છે. અને ગમે ત્યારે બેંક ખાતા ધારક તરીકે તમારા વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે.
7 - વિવિધ પ્લેટફોર્મ પર ક્રીપ્ટો કરન્સી એપ્લીકેશનમાં ઉંચા વળતર આપવાના બહાને નાગરીકો પાસે પૈસા ભરાવડાવે છે અને તે પૈસા ક્રીપ્ટો કરન્સી થૂ ફ્રોડ વ્યકિત વિદેશમાં લઇ જતા હોય છે, જેથી આવી કોઇ ક્રીપ્ટો એપ્લીકેશનમાં પૈસા રોકાણ કરતા પહેલા તે એપ્લીકેશનના રીવ્યુ અને રજીસ્ટ્રેશન થયેલ છે કે કેમ? તેની ચકાસણી કરવી.
8 - વોટ્સએપ, ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હાલ હેક થવાના અસંખ્ય કિસ્સાઓ સામે આવી રહેલ હોય જે તમારા મિત્રના હેક એકાઉન્ટ થકી જ્યારે તમને કોઇ મેસેન્જર કે પ્રોફાઇલ પર લોન એપ્લીકેશન, ઇન્વેસ્ટમેન્ટ એપ્લીકેશન તેમજ ગેમીંગ એપ્લીકેશન જેવી જાહેરાતો મુકેલ હોય જેની અંદર ઉંચુ વળતર આપવાની લાલચ આપેલી હોય તો તે તમારો મિત્ર જ છે કે કેમ? તેને નોર્મલ કોલ કરી પુછપરછ કરી ખાત્રી થયા બાદ જનાણાનુ રોકાણ કરવું હિતાવહ છે.

સાવધ રહેવા સાઇબર ક્રાઇમ બ્રાન્ચની લોકોને અપીલ 
સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જોવા મળતી વિવિધ શોર્ટ ટર્મ ઇન્સ્ટન્ટ લોન એપ્લીકેશનો જે ગેરકાયદેસર લોનનુ ધીરાણ ઓનલાઇન કરતી હોય છે તે એપ્લીકેશનો લોભામણી લાલચ આપી પર્સનલ ડેટાનો એક્સેસ એપ્લીકેશન ડાઉનલોડ સમયેજ મેળવી લઇ ગુપ્ત ડેટા તેમના સર્વર પર સ્ટોર કરી બ્લેકમેલ કરી પૈસા પડાવી સમાજમાં બદનામ કરવા જેવી પ્રવૃતિઓ કરી રહી છે. આવી શોર્ટ ટર્મ ઇન્સ્ટન્ટ લોન એપ્લીકેશનોથી સાવધ રહેવા પણ સાઇબર ક્રાઇમ લોકોને સલાહ આપે છે.
આ પણ વાંચો--ઓક્સિજન અને દવાઓ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ: અધિક આરોગ્ય મુખ્ય સચિવ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadCyberCrimeCybercrimeGujaratFirstLoanApplication
Next Article