Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AHMEDABAD: ક્રાઇમ બ્રાન્ચે PG અને ડોર્મેટરીનું રજીસ્ટ્રેશ શરૂ કર્યું, શહેરમાંથી 5 PG ના રજીસ્ટ્રેશન થયા

AHMEDABAD: અમદાવાદ પોલીસ રથયાત્રાની તડામાર તૈયારીમાં લાગી ગઇ છે. ત્યારે જ હવે હોટલ અને ગેસ્ટ હાઉસમાં સ્ટે કરનાર મુસાફરોની જેવી રીતે પોલીસના પથિક સોફ્ટવેર પર એન્ટ્રી થાય છે. તેવી જ રીતે હવે પી.જી અને ડોર્મેટરીમાં સ્ટે કરનાર મુસાફરોની કરવામાં આવશે....
ahmedabad  ક્રાઇમ બ્રાન્ચે pg અને ડોર્મેટરીનું રજીસ્ટ્રેશ શરૂ કર્યું  શહેરમાંથી  5 pg ના રજીસ્ટ્રેશન થયા

AHMEDABAD: અમદાવાદ પોલીસ રથયાત્રાની તડામાર તૈયારીમાં લાગી ગઇ છે. ત્યારે જ હવે હોટલ અને ગેસ્ટ હાઉસમાં સ્ટે કરનાર મુસાફરોની જેવી રીતે પોલીસના પથિક સોફ્ટવેર પર એન્ટ્રી થાય છે. તેવી જ રીતે હવે પી.જી અને ડોર્મેટરીમાં સ્ટે કરનાર મુસાફરોની કરવામાં આવશે. અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા શરૂ કરવામાં આવેલા આ અભિયાન અંતર્ગત પાંચ પીજીના સંચાલકોએ પોતાના પી.જીમાં રહેતા વિદ્યાર્થીઓ કે યુવાનોની એન્ટ્રીઓ કરાવી છે.

Advertisement

હજારો પી.જીમાં રહેતા લોકોની એન્ટ્રી કરવામાં આવ

આગામી દિવસોમાં અમદાદમાં ચાલતા હજારો પી.જીમાં રહેતા લોકોની એન્ટ્રી કરવામાં આવશે. આ સાથે સાથે બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન આજુ બાજુ કાર્યરત ડોર્મેટરીની એન્ટ્રી પણ પથિક સોફ્ટવેર પર કરવામાં આવશે. કોઇ અનિચ્છિત વ્યકિત પી.જી કે ડોર્મેટરીમાં સ્ટે કરીને દેશ વિરોદ્ધી પ્રવૃત્તિ કરવામાં સફળ થાય નહીં તેના માટે આ નોંધણી ફરજીયાત બનાવવામાં આવી છે.

લોકોની એન્ટ્રી કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો

થોડા સમય પહેલા જ સ્ટેડિયમની સુરક્ષાની વાતો પોકળ સાબિત કરીને મેદાન સુધી પહોંચી ગયેલો વેન જહોનસન પી.જીમાં રોકાયો હતો. જેને કારણે તેની વિગતો તંત્રને મોડી મળી હતી. એટીએસના અધિકારીઓએ અમદાવાદ એરપોર્ટ પરથી ચાર શ્રીલંકના આતંકવાદીઓે ઝડપી લીધા હતા. તેઓ પણ પી.જી કે ડોર્મેટરીમાં રોકાવાની ફીરાકમાં હતા. આ ઘટનાઓે લઇને સિનિયર અધિકારીઓના આદેશથી અમદાવાદ ક્રાઇમબમ્રાંચ દ્વાર પથિકમાં પી.જી અને ડોર્મેટરીમાં સ્ટે કરતા લોકોની એન્ટ્રી કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

Advertisement

અનિચ્છિત મુસાફર પર વોચ રાખી શકાય

અમદાવદા ક્રાઇમબ્રાંચના પથિક સોફ્ટવેર પર શહેર જ નહીં પરંતુ રાજયભરની તમામ હોટલ અને ગેસ્ટ હાઉસમાં ઉતરતા મુસાફરોની એન્ટ્રી થઇ જાય છે. તેમના ઓળખના પુરાવા પણ સોફ્ટવેર પણ અપલોડ થઇ જતા હોય છે. એક ટીમ આ ડોક્યુમેન્ટ અને મુસાફરો ક્યાંથી આવે છે. તેના ઉપર પોલીસની ટીમ વોચ રાખતી હોય છે. આ મુસાફરો શહેરમાં ક્યા ફરી રહ્યા છે. તેની નજર રાખવામાં આવતી હોય છે. જેને કારણે કોઇ અનિચ્છિત મુસાફર પર વોચ રાખી શકાય અને કોઇ કાંડ કરે તો તેને ટ્રેક કરી શકાય.

હવેથી પી.જી અને ડોર્મેટરીમાં સ્ટે કરતા લોકોની પણ એન્ટ્રી કરાશે. એક અંદાજ મુજબ શહેરમાં લાખો લોકો પીજીમાં વસવાટ કરી રહ્યા છે તેની એન્ટ્રીથી ઘણી વિગતો પોલીસના હાથમાં આવશે. બીજી તરફ દુરના ગામડાંથી અમદાવાદ જેવા શહેરમાં ભણવા કે નોકરી કરવા આવતા યુવાનો પીજીમાં રહેતા હોય છે. ત્યારે તેઓની મુવમેન્ટ પોલીસના ધ્યાને રહેતા તેઓ ખરાબ સોબત કે અન્ય કોઇ કાંડ કરતાં ડરશે.

Advertisement

અહેવાલઃ દિર્ઘાયુ વ્યાસ, અમદાવાદ

આ પણ વાંચો: Maharaj : ગુજરાત હાઈકોર્ટ ફિલ્મ નિહાળી આપશે ચુકાદો, યશરાજ ફિલ્મ-નેટફિલક્સને કરી ટકોર

આ પણ વાંચો: Ahmedabad : જુહાપુરા-ફતેવાડીમાં જાહેરમાં એક યુવકની કરપીણ હત્યા, તમામ આરોપીઓ ફરાર

આ પણ વાંચો: Idar News: ઇડર પાંજરાપોળની જમીનના ગણોતિયાઓને પુરાવા રજૂ કરવા અપાયું અલ્ટીમેટમ

Tags :
Advertisement

.