ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ક્રાઇમ બ્રાંચ દ્વારા શહેરના ડ્રગ્ઝ માફિયાઓ ઉપર સર્જીકલ સ્ટ્રાઈક, એમ.ડી. ડ્રગ્સની સપ્લાય ચેઇન તોડી નાંખી

ગુજરાત સરકાર રાજ્યમાં ફેલાઇ રહેલા ડ્રગ્સના દૂષણને ડામવા માટે કડક વલણ અપનાવી રહી છે. ડ્રગ્સની હબદીને ડામવા માાટે રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ પણ ઝીરો ટોલેરન્સ નીતિ પર કામ કરી રહ્યા છે. જેના પરિણામો પણ સામે આવી રહ્યા છે. છેલ્લા થોડા સમયથી રાજ્યમાં વિવિધ જગ્યાઓ પરથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડાઇ રહ્યો છે. સાથે જ નશાનો કાળો કારોબાર કરનારા ઇસમોને પણ જેલમાં ધકેલવામાં આવી રહ્યàª
01:56 AM May 08, 2022 IST | Vipul Pandya
ગુજરાત સરકાર રાજ્યમાં ફેલાઇ રહેલા ડ્રગ્સના દૂષણને ડામવા માટે કડક વલણ અપનાવી રહી છે. ડ્રગ્સની હબદીને ડામવા માાટે રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ પણ ઝીરો ટોલેરન્સ નીતિ પર કામ કરી રહ્યા છે. જેના પરિણામો પણ સામે આવી રહ્યા છે. છેલ્લા થોડા સમયથી રાજ્યમાં વિવિધ જગ્યાઓ પરથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડાઇ રહ્યો છે. સાથે જ નશાનો કાળો કારોબાર કરનારા ઇસમોને પણ જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે. 
અમદાવાદના 250 ડ્રગ્સ પેડલરો જેલભેગા
તેવામાં અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો શહેરમાંથી નાના-મોટા મળીને કુલ 250 જેટલા ડ્રગ્સ પેડલરોને પોલીસે સાબરમતી સેન્ટ્રલ જેલની હવા ખાતા કરી દીધા છે. એક રીતે જોઇએ તો એવું પણ કહી શકાય કે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા શહેરના ડ્રગ્ઝ માફિયાઓ ઉપર સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આ તમામ ડ્રગ્સ પેડલરો પર કડક કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓને પાસા અને તડીપાર પણ કરવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે.
18 ગ્રામ એમડી ડ્રગ્સ કેસ
ખાસ કરીને એમ.ડી ડ્રગ્ઝની મોટાભાગની ચેઈન ક્રાઈમ બ્રાંચે તોડી નાંખી છે. હજુ પણ સંપૂર્ણ સપ્લાય ચેઈન સીસ્ટમ તોડી નાખવાના પ્રયાસ છે. તાજેતરમાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા 18 ગ્રામ જેટલા એમડી ડ્રગ્સ અંગેનો કેસ નોંધી તપાસ શરુ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય હજુ પણ આ કેસમાં વધારે ધરપકડ થાય તથા કેસનું પગેરું રાજ્ય બહાર પણ લઇ જાય તેવી શક્યતા છે. આ કેસમાં સૌથી પહેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેઓ સિગારેટના બોક્સમાં ડ્રગ્સની હેરાફેરી કરતા હતા.
ત્રણ આરોપીઓની ધરપકડ
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા આ કેસમાં સૌપ્રથમ મોહમંદ રાહિલ ઉર્ફે બાબા, મોહમંદ સોહેલ પઠાણ અને શક્તિસિંહ ચૌહાણ નામના ત્રણ આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ત્રણેયની મેરેથોન પૂછપરછ કરવામાં આવી. જેમાં અનેક ખુલાસા થયા. આ ત્રણેય આરોપીએ જણાવ્યું કે, તેઓ એક ચોક્કસ સપ્લાય ચેનલ મારફતે ડ્રગ્સનો જથ્થો લાવતા હતા. આ સપ્લાય ચેઇન નીચે આપવામાં આવી છે.
ડ્રગ્સની સપ્લાય ચેઇન
મોહમંદ શાહિદ - દરિયાપુરનો રેહવાસી છે. તે એમ.ડી ડ્રગ્ઝનો જથ્થો ---- મોહમંદ તોસીફ શેખ -દરિયાપુરનો રહેવાસી છે. તેની પાસેથી એમ.ડી ડ્રગ્ઝ મંગાવતો હતો------અસ્ફાક શેખ- સરખેજ ફતેહવાડી વિસ્તારના રહેવાસી
પાસેથી એમ.ડી ડ્રગ્ઝનો જથ્થો મંગાવતો હતો--------જાવેદ હુસૈન શેખ -સરખેજ ફતેહવાડી વિસ્તારનો રહેવાસી છે તેની પાસેથી ડ્રગ્ઝનો જથ્થો મંગાવતો હતો------જીસાન મેમણ ઉર્ફ દત્તા પાવલે - શાહલમ વિસ્તારનો રહેવાસી
આ જીસાન મેમણ ઉપરોક્ત તમામ ત્રણેય લોકોને એમ.ડી ડ્રગ્ઝનો જથ્થો સપ્લાય કરતો હતો. આથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ તમામ લોકોને ઝડપી પાડીને શહેરમાં એમ.ડી ડ્રગ્ઝની આખીય સપ્લાય ચેઈનને તોડી પાડી છે.
પોલીસે ડ્રગ્સની સપ્લાય ચેઇન તોડી
અમદાવાદ શહેરમાં જમાલપુર અને જુના અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી કરનારા શહેઝાદ તેજાબવાલા અને ઇમરાન ઉર્ફે બાવાની થોડા મહિનાઓ અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. આ બન્નેની ધરપકડ થતાની સાથે જ થોડા સમય માટે એમ.ડી ડ્રગ્સની સપ્લાય ચેઇન તૂટી પડી હતી. ત્યારબાદ ફરી એક વખત ક્રાઈમ બ્રાન્ચે શહેરના ફરતે આવેલા રીંગ રોડ પરની કેટલીક હોટલો અને કેફેટેરિયામાં એમ.ડી ડ્રગ્સની હેરાફેરી કરનારા લોકોની પણ ધરપકડ કરી લીધી છે. વેચનારથી લઈને ખરીદનાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
સક્ષમ અને કાયદાના જાણકાર અધિકારીને તપાસ સોંપાઇ
ડ્રગ્સને લઈને શહેરની પોલીસ ઝીરો ટોલેરન્સ નીતિ પર કામગીરી કરી રહી છે. ત્યારે NDPSના કેસમાં કાયદાની યોગ્ય સમજણ પણ તેટલી જ જરૂરી બની રહે છે. આ NDPSના કેસોમાં એક નાનકડી ભૂલ આરોપીઓના કન્વિકશન રેઈટ ઘટાડી શકે છે. તેનાથી વિશેષ એ છે કે, નાર્કોટિક્સના કેસમાં તપાસનીશ અધિકારી દ્વારા જો કોઈ ભૂલ થાય તે જ આરોપી બની જતો હોય છે. ત્યારે આવી મહત્વની તપાસ કોઈ સક્ષમ પોલીસ અધિકારી કે જેને કાયદાની સમજણ હોય તેને સોંપવી જોઇએ. જેથી ડ્રગ્સનો જથ્થો ભલે ઓછો હોય, પરંતુ તમામ આરોપીઓની ધરપકડ થઇ શકે અને સપ્લાય ચેઇન તોડવામાં સફળતા મળે.
Tags :
AhmedabadCrimeBranchDrugmafia'sdrugsGujaratFirstMDDrugsઅમદાવાદક્રાઇમબ્રાંચએમ.ડી.ડ્રગ્સ
Next Article