ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AHMEDABAD : શહેરમા વહેલી સવારે ફૂકાયા ઠંડા પવનો, આગામી સમયમાં વધશે ઠંડીનું જોર

ડીસેમ્બર મહિનો આવતાની સાથે જ ગુજરાતમાં કાતિલ ઠંડીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે., ત્યારે ઠંડા પવનોના કારણે લોકો ઠુંઠવાયા છે. ઠંડીની અસર અમદાવાદ શહેરમાં પણ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારમાં જ ઠંડા પવન ફૂંકાયા હતા. વહેલી...
11:38 AM Dec 24, 2023 IST | Harsh Bhatt

ડીસેમ્બર મહિનો આવતાની સાથે જ ગુજરાતમાં કાતિલ ઠંડીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે., ત્યારે ઠંડા પવનોના કારણે લોકો ઠુંઠવાયા છે. ઠંડીની અસર અમદાવાદ શહેરમાં પણ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારમાં જ ઠંડા પવન ફૂંકાયા હતા. વહેલી સવારના ઠંડા ફૂંકાતા પવનના કારણે શહેરીજનો ઠંડીની અનુભૂતિ કરી રહ્યા છે.

શહેરમાં છેલ્લા 5 દિવસથી વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે.  અહી નોંધનીય વાત એ છે કે, હજુ આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહિ નોધાય. પરંતુ, આગામી 24 કલાક બાદ ઠંડીનું જોર વધી શકે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. 25 ડીસેમ્બર બાદથી તો તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે, તેના માટે અમદાવાદ વાસીઓએ તૈયાર રહેવું પડશે. ઠંડા પવનોના કારણે 26 થી 28 ડિસેમ્બર તાપમાન 10 થી 12 ડિગ્રી સુધી જશે અને અમદાવાદ શહેરમાં પણ નગરજનોને ઠંડીનો અહેસાસ થશે.

આ પણ વાંચો -- PANCHMAHAL : ઘોઘંબા તાલુકાના સીમલિયા ગામે આવેલ શ્રી રાજ ખુશી ભારત ગ્રામીણ ગેસ વિતરક એજન્સીમાં જિલ્લા પુરવઠા અધિકારીના દરોડા

આ પણ વાંચો -- દેવભૂમિ દ્વારકામાં ફરી તાજો થયો 5 હજાર વર્ષ જૂનો ઈતિહાસ, એકસાથે 37 હજાર આહીરાણીઓ રમી રમણીય મહારાસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

 

 

Tags :
AhmedabadCityCOLD WINDUpdateWeatherwinter
Next Article