Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ કોર્પોરેશનનું ચૂંટણીલક્ષી બજેટ રજૂ, ઈલેક્ટ્રિક વાહનોના વેરામાંથી સંપૂર્ણ મુક્તિ

અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2022-23નું 8807 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે સુધારા-વધારાવાળું બજેટ રજૂ કર્યું. ડ્રાફ્ટ બજેટમાં 696 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ મ્યુનિ. કમિશનરે 8,111 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ હતું. મનપાનું  સંપૂર્ણ બજેટ ચૂંટણીલક્ષી  છે.બજેટમાં કરવામાં આવેલી મુખ્ય જોગવાઇઓ પર નજર કરીએ તોનવા બજેટમાં કઈ રાહત આ
અમદાવાદ કોર્પોરેશનનું ચૂંટણીલક્ષી બજેટ રજૂ  ઈલેક્ટ્રિક વાહનોના વેરામાંથી સંપૂર્ણ મુક્તિ
અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2022-23નું 8807 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે સુધારા-વધારાવાળું બજેટ રજૂ કર્યું. ડ્રાફ્ટ બજેટમાં 696 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ મ્યુનિ. કમિશનરે 8,111 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ હતું. મનપાનું  સંપૂર્ણ બજેટ ચૂંટણીલક્ષી  છે.બજેટમાં કરવામાં આવેલી મુખ્ય જોગવાઇઓ પર નજર કરીએ તો
નવા બજેટમાં કઈ રાહત આપવામાં આવી? 
AMCએ રજૂ કરેલ બજેટમાં 70 ચો.મી. સુધીના મકાનોમાં 25% ટેક્સ માફી આપવામાં આવશે, મનપામાં સમાવેશ કરવામાં આવેલા નવા વિસ્તારોમાં ટેક્સમાં રાહત આપવામાં આવશે. તમામ ઇલેક્ટ્રિક વાહનો પર 100 ટકા વાહનવેરો માફ કરવામાં આવશે. વાહનવેરાના દરમાં વધારો નહીં કરવામાં આવે. 
નવા બજેટમાં ઓવરબ્રિજ-અંડરબ્રિજ માટે કરવામાં આવી જોગવાઈ
મકરબાથી કોર્પોરેટ રોડ પર 30 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવશે. રામદેવનગરથી ઇસ્કોન સુધી 2 કરોડના ખર્ચે રેલવે અંડરબ્રિજ બનાવવામાં આવશે. હાથીજણથી વિવેકાનંદનગરને જોડતો- 2 લેનના માઇનોર ઓવરબ્રિજ માટે 3 કરોડની જોગવાઈ કરવામાં આવી. સારંગપુર કાલુપુર ઓવરબ્રિજને પહોળો કરવા એક કરોડની જોગવાઈ કરવામાં આવી. જુના એલિસબ્રિજનું બ્યુટીફિકેશન કરવા 54 લાખની જોગવાઈ કરાઈ. 
નવા બજેટમાં પાણીની સમસ્યાને લગતી જોગવાઈ  
ગોતાથી ગોધાવી કેનાલને જોડતા વોટર નેટવર્ક માટે 5 કરોડની જોગવાઈ કરવામાં આવી. ઠક્કરબાપાનગર વોર્ડમાં 5 કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન બનાવવામાં આવશે. જુદા જુદા તળાવો ભરવા તેમજ મીની એસટીપી પ્લાન્ટ નાખવા પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી. ચંડોળા તળાવ ડેવલપ કરવા ત્રણ કરોડની જોગવાઈ કરાઈ. આ ઉપરાંત વરસાદી પાણી ભરાવાની સમસ્યા હોય તે વિસ્તારમાં પ્લાસ્ટિક રોડ બનાવવા 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 
આરોગ્ય અને શિક્ષણ માટે બજેટમાં ફાળવણી
નવા બજેટમાં આ ઉપરાંત આરોગ્યલક્ષી સેવાઓ માટે પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી. રાત્રિ સફાઈ યોજના માટે ત્રણ કરોડની જોગવાઈ કરવામાં આવી, અને દાણીલીમડા વોર્ડમાં નવી પબ્લિક લાયબ્રેરી બનાવવા એક કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.