Ahmedabad: હોટલમાં ખાવા જતા પહેલા ચેતી જજો,પનીરની શબ્જીમાંથી ચિકન નીકળ્યું
- બોડકદેવમાં આવેલી બેલાસેન હોટલમાં ગ્રાહકને નોનવેજ પીરસી દેવામાં આવ્યું
- ગ્રાહકને વેજના બદલે નોનવેજ અપાતા થયો હોબાળો
- અગાઉ ઓનલાઇન ઓર્ડર કરેલી પંજાબી ડીશમાંથી વંદો નીકળ્યાનો આરોપ
Ahmedabad માં હોટલમાં ખાવા જતા પહેલા ચેતી જજો, બોડકદેવમાં આવેલી બેલાસેન હોટલમાં ગ્રાહકને નોનવેજ પીરસી દેવામાં આવ્યું છે. જેમા ગ્રાહકને વેજિટેરિયનના બદલે નોનવેજ પીરસી દેવાતા ગ્રાહકે હોબાળો કર્યો હતો. તેમાં ગ્રાહકે મંગાવેલી પનીરની શબ્જીમાથી ચિકન નીકળ્યું હતું. તેથી ગ્રાહકે હોટલ મેનેજરને જાણ કરતા સ્ટાફના લોકોએ દાદાગીરી કરી હોવાનું સામે આવ્યું છે.
લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેંડા થતા હોવાથી હવે બહારનું ખાવાનાં શોખીનોને સાવધાન થવાની જરૂર
બહારનું ખાવાનાં શોખીનનો માટે ચેતવણી સમાન ઘટના બનતી જ રહે છે. જેમાં તાજેતરમાં જ ઓનલાઇન ઓર્ડર કરી ભોજન મંગાવતા યુવકને કડવો અનુભવ થયો છે. રાજ્યમાં ખાદ્યપદાર્થોમાંથી જીવજંતુ નીકળવાનો સિલસિલો હાલ પણ યથાવત છે. જો તમે બહારનું ખાવાનાં શોખીન છો અને ઓનલાઇન ઓર્ડરથી ખાવાનું મંગાવતા હોવ તો ચેતી જજો. કારણ કે, ગોતામાં (Gota) એક યુવકે આરોપ લગાવ્યો છે કે તેણે રૂ. 200 માં ઓનલાઇન પંજાબી ડીસ ઓર્ડર કરી હતી, જેમાંથી વંદો નીકળ્યો હતો. આ અંગે હોટેલનાં મેનેજરને કહેતા તેણે ઉડાઉ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, ભૂલથી આવી ગયો હશે. ગ્રાહકે આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે.
ઓનલાઇન ઓર્ડર કરેલી પંજાબી ડીશમાંથી વંદો નીકળ્યાનો આરોપ
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોતામાં (Gota) રહેતા એક યુવકે વીડિયો બનાવી આરોપ લગાવ્યો છે કે તેણે ઓનલાઇન ઝોમેટો એપ થકી (Zomato App) નાગેશ્વરી પરાઠા સેન્ટર ખાતેથી રૂ. 200 માં પંજાબી ડીસ ઓર્ડર કરી હતી. જો કે, આ ઓર્ડરની ડિલિવરી બાદ યુવકને કડવો અનુભવ થયો હતો. યુવકનાં આરોપ મુજબ, પંજાબી ડીશમાંથી વંદો નીકળ્યો હતો. આ ઘટનાનો યુવકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. યુવકનાં આરોપ અનુસાર, આ ઘટના અંગે જ્યારે તેણે હોટેલનાં મેનેજરને જાણ કરી તો મેનેજરે ઉડાઉ જવાબ આપતા કહ્યું કે, ભૂલથી આવી ગયો હશે. આ અંગે યુવકે યોગ્ય કાર્યવાહીની માગ કરી છે. નોંધનીય છે કે, અમદાવાદમાં (Ahmedabad) કેટલાક રેસ્ટોરન્ટમાંથી ખાદ્ય વસ્તુઓમાંથી આવી ગંભીર બેદરકારી અવારનવાર બનતી હોય છે. અગાઉ, પણ આવી કેટલીક ઘટનાઓ આપણી સમક્ષ આવી ચૂકી છે. લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેંડા થતા હોવાથી હવે બહારનું ખાવાનાં શોખીનોને સાવધાન થવાની જરૂર છે.
આ પણ વાંચો: India: મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો રસ્તો સાફ, અમેરિકાએ આપી લીલી ઝંડી