Ahmedabad : ચાંદખેડામાં XUV કાર અને AMTS બસનો અકસ્માત, એકનું મોત એક ગંભીર
- ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા
- AMTS બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો
- એક વ્યક્તિનું થયું મોત, એકની હાલત ગંભીર છે
Ahmedabad : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં XUV કાર અને AMTS બસનો ભયાનક અકસ્માત થયો છે. જેમાં AMTS બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થતા રસ્તા પર લોકો દોડી આવ્યા હતા. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયુ છે તથા એકની હાલત ગંભીર છે. ચાંદખેડા ચાર રસ્તા પાસે આ અકસ્માત સર્જાયો છે. જેમાં કારમાં બે લોકો સવાર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
બસમાં ચડી રહેલા લોકો બૂમાબૂમ કરી મૂકી
અકસ્માતને નજરે જોનારાઓ દ્વારા જણાવવામાં આવ્યું કે ચાંદખેડા ગામના AMTS બસ સ્ટેન્ડ પાસે આજે સવારે XUV કાર ફુલ સ્પિડમાં આવી રહી હતી. ત્યાં બસ સ્ટેન્ડ પાસે AMTSની બસમાં મુસાફરો ચડી રહ્યા હતા. આ દરમિયાન કાર અચાનક જ ધડાકાભેર બસ પાછળ ભટકાતા બસમાં ચડી રહેલા લોકો બૂમાબૂમ કરી મૂકી હતી અને રસ્તા પર લોકો દોડી આવ્યા હતા. અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમજ કાર ડ્રાઇવરની બાજુની સીટ પર બેસેલા વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે બસમાં ચડતા પેસેન્જરોને પણ નાની-મોટી ઈજા થઈ હતી જેમાં એક બાળકીને ઈજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા
અકસ્માત સમયે XUV કારની ઝડપ એટલી વધારે હતી કે બસને પાછળથી ટક્કર મારતા બસ 10 ફૂટ આગળ સુધી ખસી ગઈ હતી. તેમજ કારમાં ફસાઈ ગયેલા વ્યક્તિઓને બહાર કાઢવા માટે કટર અને ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. જેમાં કાર કોની છે અને અકસ્માત થયેલ લોકો ક્યાથી આવ્યા હતા તેની પોલીસ તપાસ કરી રહી છે. તેમજ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે.
દારૂની બોટલ ફૂટેલી હાલતમાં મળેલ છે
એલ ડિવિઝન PI એ જણાવ્યું છે કે દારૂની બોટલ ફૂટેલી હાલતમાં મળેલ છે જે અંગે સ્થાનિક પોલીસ દ્વારા કબજાનો કેસ કરવાની તજવીજ હાથ ધરાશે. મૃતક અને ઈજાગ્રસ્ત વ્યક્તિના બ્લડ સેમ્પલ લેવામાં આવશે અને જો નશાની હાલતમાં હશે તો એ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: Gujarat : બગસરાની ઘટના બાદ ડીસામાં વિદ્યાર્થીઓના હાથ પર બ્લેડ વડે ચેકા માર્યાના નિશાન