Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતની જીત બાદ હાર્દિક પંડ્યાની પત્ની નતાશા થઇ ઈમોશનલ, Video

IPL 2022 ટૂર્નામેન્ટનું સમાપન થઇ ગયું છે, ગત રાત્રિએ ગુજરાત ટાઈટન્સે મેચ જીતી કરોડો ગુજરાતીઓને આનંદીત કર્યા હતા. હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશાની ખુશી પણ આ દરમિયાન ઓન સ્ક્રીન જોવા મળી હતી. હાર્દિક પંડ્યાની પત્ની ગુજરાત ટાઈટન્સની જીત બાદ ઈમોશનલ જોવા મળી હતી. IPL 2022ની શરૂઆત શાનદાર રહી હતી તેવી જ રીતે આ ટૂર્નામેન્ટનું સમાપન પણ શાનદાર રહ્યું હતું. જોકે, આ વખતે એક નવીનતા એ જોવા મળી કે નવà
ગુજરાતની જીત બાદ હાર્દિક પંડ્યાની પત્ની નતાશા થઇ ઈમોશનલ  video
IPL 2022 ટૂર્નામેન્ટનું સમાપન થઇ ગયું છે, ગત રાત્રિએ ગુજરાત ટાઈટન્સે મેચ જીતી કરોડો ગુજરાતીઓને આનંદીત કર્યા હતા. હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશાની ખુશી પણ આ દરમિયાન ઓન સ્ક્રીન જોવા મળી હતી. હાર્દિક પંડ્યાની પત્ની ગુજરાત ટાઈટન્સની જીત બાદ ઈમોશનલ જોવા મળી હતી. 
IPL 2022ની શરૂઆત શાનદાર રહી હતી તેવી જ રીતે આ ટૂર્નામેન્ટનું સમાપન પણ શાનદાર રહ્યું હતું. જોકે, આ વખતે એક નવીનતા એ જોવા મળી કે નવી ટીમોએ શાનદાર રમત બતાવી છે અને જૂની ટીમો તેમના સ્તર મુજબની રમત બતાવવામાં ફેઇલ રહી હતી. IPL 2022ના મહામુકાબલો એટલે કે ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. આ સુપર સંન્ડેમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ આમને-સામને હતી. જેમા ગુજરાત ટાઈટન્સે શાનદાર પ્રદર્શન કરતા જીત મેળવી હતી. રવિવારે ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને તેમની પ્રથમ સિઝનમાં ટ્રોફી પોતાના નામે કરી હતી. 
Advertisement

ગુજરાતને માત્ર 131 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેના ઘરઆંગણે પોતાના સમર્થકો વચ્ચે સરળતાથી હાંસલ કરી લીધો હતો. ગુજરાતની ઐતિહાસિક જીત બાદ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકનો એક વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં ગુજરાત ટાઈટન્સ ચેમ્પિયન બનવાની સાથે જ નતાશા પણ મેદાનમાં આવી ગઇ હતી. મેદાનમાં આવતા જ તેણે પહેલા હાર્દિક પંડ્યાને જીત માટે અભિનંદન આપ્યા અને પછી તેને ગળે લગાવ્યો. આ દરમિયાન નતાશા ખૂબ જ ભાવુક દેખાતી હતી. નતાશા એટલી હદે ભાવુક થઇ ગઇ હતી કે તેની આંખોમાંથી આંસુ પણ આવી ગયા હતા. જોકે, એવું નથી કે નતાશા આ મેચમાં જ જોવા મળી હોય, તે સમગ્ર સિઝનમાં ટીમને ચીયર કરવા સ્ટેડિયમ પહોંચી હતી. 
એક કેપ્ટન અને ખેલાડી તરીકે હાર્દિક પંડ્યા માટે પણ આ ટૂર્નામેન્ટ ઘણી ખાસ હતી. ઈજાના કારણે લગભગ 4 મહિના પછી મેદાનમાં પરત ફરેલા હાર્દિક પંડ્યાએ ટીમ માટે લગભગ તમામ મેચમાં સારું પ્રદર્શન કર્યું છે. 15 મેચોમાં તેણે 44.27ની એવરેજ અને 131.27ની સ્ટ્રાઈક રેટથી કુલ 487 રન બનાવ્યા. તે સમગ્ર સિઝનમાં નંબર 3 અથવા 4 પર રમ્યો છે અને ચાર અડધી સદી ફટકારી છે. બેટ્સમેન તરીકે પ્રથમ વખત પંડ્યાએ IPLમાં આટલા રન બનાવ્યા છે. આ ઉપરાંત તેણે બોલિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. તેણે આ સિઝનમાં 27.75ની એવરેજથી 8 વિકેટ ઝડપી હતી.  
Tags :
Advertisement

.