Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહી કાંડમાં 1 ની ધરપકડ 

અહેવાલ--પ્રદિપ કચિયા, અમદાવાદ અમદાવાદ(Ahmedabad)ની ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાંથી નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓની ઉત્તરવહી કાંડ મામલે પહેલી ધરપકડ થઈ છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે સાયબર ક્રાઇમની મદદથી સંજય ડામોર નામના આરોપીની ધરપકડ કરી છે. ફરિયાદ નોંધાયાના દોઢ મહિના જેટલો સમય વીતવા બાદ પોલીસને આ...
ahmedabad  ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહી કાંડમાં 1 ની ધરપકડ 
Advertisement
અહેવાલ--પ્રદિપ કચિયા, અમદાવાદ
અમદાવાદ(Ahmedabad)ની ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાંથી નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓની ઉત્તરવહી કાંડ મામલે પહેલી ધરપકડ થઈ છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે સાયબર ક્રાઇમની મદદથી સંજય ડામોર નામના આરોપીની ધરપકડ કરી છે. ફરિયાદ નોંધાયાના દોઢ મહિના જેટલો સમય વીતવા બાદ પોલીસને આ કેસમાં પહેલી સફળતા મળી છે. જોકે હજુ પણ મુખ્ય આરોપી ફરાર છે.
નર્સિંગની પરીક્ષાના એસેસમેન્ટ સેન્ટરમાંથી ઉત્તરવહી ગુમ થઈ હતી
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ બોટની વિભાગમાં કાર્યરત નર્સિંગની પરીક્ષાના એસેસમેન્ટ સેન્ટરમાંથી ઉત્તરવહી ગુમ થઈ હતી અને મોટો વિવાદ થયો હતો. વિવાદ બાદ અંતે ગુજરાત યુનિવર્સિટી દ્વારા 12 જુલાઈના રોજ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ બાદ આ કિસ્સામાં યુનિવર્સિટી પોલીસે બોટની વિભાગમાં સેવક તરીકે કામ કરતા સંજય ડામોર નામના આરોપીની ધરપકડ કરી છે. સંજય નામનો આરોપી ઉત્તરવહીકાંડના મુખ્ય આરોપી સન્ની ચૌધરી અને અમિત સિંઘને મદદ કરતો. આરોપી સંજય ડામોર બોટની વિભાગમાં જ રહેતો હતો, જેથી ઉત્તરવહી લાવવા અને લઈ જવાની પ્રક્રિયાથી વાકેફ હતો. મુખ્ય બે આરોપી સાથે મળીને સંજય સોદા થયા પ્રમાણે ઉત્તરને સગેવગે કરવામાં ભૂમિકા ભજવતો. ફરિયાદ નોંધ્યા બાદ શરૂઆતથી તબક્કામાં બોર્ડની વિભાગમાં કામ કરતા તમામ કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા હતા જો કે ત્યારથી આરોપી સંજય ફરાર હતો.
14 જેટલા 4 વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગુમ થઈ હતી
ગુજરાત યુનિવર્સિટીમાં NSUI દ્વારા ઉત્તરવહી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં 14 જેટલા 4 વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગુમ થઈ હતી. પોલીસે જેમની ઉત્તરવહી ગુમ થઈ હતી તેમને બોલાવીને નિવેદન પણ લીધા હતા જેમાં મુખ્ય આરોપી સની ચૌધરી અને અમિત સિંહ નું નામ સામે આવ્યું હતુ. આ કૌભાંડના મુખ્ય આરોપીઓ વિદ્યાર્થીઓ પાસે પરીક્ષામાં ઉત્તરવહી કોરી રખાવ્યા બાદ એસેસમેન્ટ સેન્ટરમાંથી રાતના સમયે તેમની ઉત્તરવહી વિદ્યાર્થીઓ ને પહોંચાડતા અને જ્યાં તેના જવાબ લખવામાં આવતા. વિદ્યાર્થીઓને અજ્ઞાત સ્થળે રાખવામાં આવતા હતા, જ્યાં ઉત્તરવહી લખાવવામાં આવતી. એક વિદ્યાર્થી પાસે રૂપિયા 50 હજાર વસૂલવામાં આવતા.
Tags :
Advertisement

.

×