ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Juhapura ના ચકચારી અકસ્માત મુદ્દે ACP નું નિવેદન, "મારને કારણે કાર ચાલકનું થયું મૃત્યુ"

ગઈકાલે વાસણાથી જુહાપુરા સુધી કારચાલકે અનેક અકસ્માત સર્જ્યા હતા. ત્યારબાદ ટોળાએ આ કારચાલકને પકડી લીધો હતો. આ કેસમાં સ્થાનિક ACPએ આપ્યું મહત્વનું નિવેદન આપ્યું છે. વાંચો વિગતવાર.
05:25 PM Apr 16, 2025 IST | Hardik Prajapati
featuredImage featuredImage
Juhapura accident, Gujarat First,

Ahmedabad: ગઈકાલે વાસણાથી જુહાપુરા સુધી એક કારચાલકે અનેક અકસ્માત સર્જ્યા હતા. ત્યારબાદ ટોળાએ આ કારચાલકને પકડી લીધો હતો. ઉશ્કેરાયેલું ટોળું હિંસક બન્યું અને હિંસક ટોળાએ ટેક્સી કારચાલકને બહાર ખેંચી ઢોર માર માર્યો હતો. ગડદાપાટુના મારના કારણે કારચાલક કૌશિક ચૌહાણ(Kaushik Chauhan)નું મોત નિપજ્યું હતું. ઘટના સ્થળે સ્તવરે ટ્રાફિક PI, વેજલપુર સેકન્ડ PI, ક્રાઈમ બ્રાંચની ટીમ (Crime Branch) અને સ્થાનિક ACP સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે સમગ્ર ઘટના પર કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં સ્થાનિક ACPએ આજે મહત્વના નિવેદન આપ્યા છે.

સ્થાનિક ACP એ આપ્યા મહત્વના નિવેદન

ગઈકાલે જુહાપુરામાં સળંગ અકસ્માત કરનાર કારચાલકને ઉશ્કેરાયેલા ટોળાએ ઝડપીને ઢોર માર માર્યો હતો. આ કેસમાં આજે સ્થાનિક ACP એ. બી. વાળંદે મહત્વના નિવેદનો આપ્યા છે. ACP એ. બી. વાળંદે જણાવ્યું કે, અકસ્માતના કારણે લોકોએ કાર ચાલકનો પીછો કર્યો હતો. કાર ચાલક ભાગવા જતા આગળ કેટલાક લોકોને અડફેટે લીધા હતા. ત્યારબાદ કાર અટકી જતા ટોળાએ ડ્રાઇવરને માર માર્યો હતો. માર મારવાના કારણે કાર ચાલકનું મોત થયું હતું. મૃતકના શરીર પર માર મારવાના નિશાન મળી આવ્યા છે.

આ પણ વાંચોઃ  Ahmedabad માં વડોદરા જેવી! વાસણાથી જુહાપુરા સુધી કારચાલકે અનેક અકસ્માત સર્જ્યા

પોલીસે 7ની કરી અટકાયત કરી

ગઈકાલે વાસણાથી જુહાપુરા સુધી એક કારચાલકે અનેક અકસ્માત સર્જ્યા હતા. ત્યારબાદ ટોળાએ આ કારચાલકને પકડી લીધો હતો. ઉશ્કેરાયેલું ટોળું હિંસક બન્યું અને હિંસક ટોળાએ ટેક્સી કારચાલકને બહાર ખેંચી ઢોર માર માર્યો હતો. ગડદાપાટુના મારના કારણે કારચાલક કૌશિક ચૌહાણનું મોત નિપજ્યું હતું. આ કેસમાં આજે સ્થાનિક ACP એ. બી. વાળંદે મહત્વના નિવેદનો આપ્યા છે. જેમાં ACP એ. બી. વાળંદે જણાવ્યું છે કે, માર મારવાના કારણે કાર ચાલકનું મૃત્યુ થયું હતું. મૃતકના શરીર પર માર મારવાના નિશાન મળી આવ્યા છે. આ સમગ્ર કેસમાં પોલીસે 7 લોકોની અટકાયત કરી છે.

આ પણ વાંચોઃ  Rajkot : રંગીલા શહેરમાં રફ્તારના રાક્ષસે રોડ રક્તરંજિત કર્યો, જુઓ અકસ્માતનો Live Video

Tags :
ACP A.B. Waland statementAhmedabad mob lynchingahmedabad road accidentBeating marks on deceasedCar accident turns violentCar driver beaten to deathCrime Branch AhmedabadGujarat FirstGUJARAT FIRST NEWSJuhapura accidentJuhapura car driver deathKaushik ChauhanMob violence AhmedabadVasna to Juhapura accidentVejalpur police action