Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AMC ના ડેપ્યુટી કમિશનર પર હુમલો કરનારા આરોપીની કરી ધરપકડ

અહેવાલ - પ્રદિપ કચીયા દબાણ હટાવવા ગયેલી કોર્પોરેશનની ટીમ પર હુમલા ના મામલે શાહીબાગ પોલીસે 16 થી વધુ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી પાંચની ધરપકડ કરી છે. જોકે ડીવાયએમસી કક્ષાના અધિકારી પર હુમલો થતા આ અંગે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ...
11:20 PM Oct 26, 2023 IST | Hardik Shah

અહેવાલ - પ્રદિપ કચીયા

દબાણ હટાવવા ગયેલી કોર્પોરેશનની ટીમ પર હુમલા ના મામલે શાહીબાગ પોલીસે 16 થી વધુ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી પાંચની ધરપકડ કરી છે. જોકે ડીવાયએમસી કક્ષાના અધિકારી પર હુમલો થતા આ અંગે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ધરપકડ કરતા એક આરોપી અગાઉ હત્યાના ગુનામાં પેરોલ પર છૂટ્યો હોવાનું સામે આવ્યું છે. સાથે જ ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

અમદાવાદ શહેરના રસ્તા ઉપર થઈ રહેલા દબાણને લઈને ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી PIL બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ અચાનક હરકતમાં આવ્યું,,, અને ગઈકાલે અસારવા તથા સિવિલ વિસ્તારમાં ચાલતા ખાણીપીણી માર્કેટ બંધ કરી દબાણ હટાવવાની કામગીરી કરવા પહોંચી ગયા હતા. તે સમયે ઝડપાયેલા આરોપીઓ કનુ ઠાકોર, નરેશ રાવત, અંકિત ઠાકોર, જગદીશ ઝાલા અને સંદીપ મરાઠીએ અન્ય 10 થી વધુ માણસો ભેગા થઈ કોર્પોરેશનના ડીવાયએમસી રમ્યા ભટ્ટ પર હુમલો કર્યો હતો.. જેમાં માથાના ભાગે લોખંડના સળિયા વડે હુમલો કરતા શાહીબાગ પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પાંચ આરોપીઓને ઝડપી લીધા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગ ની ટીમ ગઈકાલે મોડી રાત્રે સિવિલ હોસ્પિટલ પાસે ફૂટપાથ પર લારી ચલાવતા લોકોને ત્યાંથી હટી જવાની વાત કરી રહ્યા હતા. તે સમયે ઉશ્કેરાયેલા ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. જેમાં પોલીસે મુખ્ય આરોપી એવા કનુ ઠાકોર ની ધરપકડ કરી છે. જેના વિરુદ્ધ અગાઉ વર્ષ 2007માં પણ હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં જેલમાંથી છૂટ્યા બાદ વધુ એક ગુનો તેને આચર્યો છે.. સાથે જ તેના પુત્ર દિપા ઠાકોર વિરુદ્ધ પણ અગાઉ પોલીસ પર હુમલાનો ગુનો પણ નોંધાયો છે.. જેથી આ ગુના માટેની ધરપકડ માટે તથા તેની સાથે સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

મહત્વનું છે કે પહેલેથી જ થતા દબાણને કોર્પોરેશન નું એસ્ટેટ વિભાગ રોકી ન શકતા, હવે હાઇકોર્ટની ફટકાર બાદ એસ્ટેટ વિભાગ હટાવવા નીકળ્યું છે. ત્યારે તેમની રહેમ નજર હેઠળ મોટા થયેલા દબાણ હવે તેમને નડી રહ્યા છે. અને જીવ્યા હુમલા પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં એસ્ટેટ વિભાગ અને તેના અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તે જોવું મહત્વનું છે.

આ પણ વાંચો - એન્ટી કરપ્શન બ્યુરોની હાથે ચડ્યો અમદાવાદ સાયબર ક્રાઇમનો પોલીસ કોન્સ્ટેબલ

આ પણ વાંચો - શહેરમાં વધતાં ટ્રાફિક નિયમનના ભંગને અટકાવવા ટ્રાફીક પોલીસની મેગા ડ્રાઈવ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Accused arrestedAhmedabadAhmedabad NewsAMCassaulting Deputy Commissioner of AMCDeputy Commissioner of AMC
Next Article