મેક્સિકોની સરહદ પર 30 ફૂટ ઉંચી ‘Trump Wall’ કૂદી અમેરિકામાં ઘૂસણખોરી કરતા સમયે કલોલના યુવકનું મોત
અમેરિકા પહોંચવાની લાલચમાં કલોલનો વધુ એક પરિવારનો યુવક મોતને ભેટ્યો છે. કલોલનો યુવક બ્રિજકુમાર યાદવ તેની પત્ની અને 3 વર્ષના પુત્ર સાથે મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદે ઘુસવા પ્રયાસ કરતો હતો. ત્રણેય સભ્યો મેક્સિકો-અમેરિકાની સરહદ પર આવેલ ટ્રમ્પ વોલ (Trump Wall) તરીકે ઓળખાતી 30 ફૂટની ઉંચી દિવાલ પરથી કૂદીને અમેરિકા જવા ઈચ્છતા હતા. પરંતુ આ દિવાલ પરથી પરિવાર નીચે પટકાયો જેમા યુવક બ્રિજકુમાર à
Advertisement
અમેરિકા પહોંચવાની લાલચમાં કલોલનો વધુ એક પરિવારનો યુવક મોતને ભેટ્યો છે. કલોલનો યુવક બ્રિજકુમાર યાદવ તેની પત્ની અને 3 વર્ષના પુત્ર સાથે મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદે ઘુસવા પ્રયાસ કરતો હતો. ત્રણેય સભ્યો મેક્સિકો-અમેરિકાની સરહદ પર આવેલ ટ્રમ્પ વોલ (Trump Wall) તરીકે ઓળખાતી 30 ફૂટની ઉંચી દિવાલ પરથી કૂદીને અમેરિકા જવા ઈચ્છતા હતા. પરંતુ આ દિવાલ પરથી પરિવાર નીચે પટકાયો જેમા યુવક બ્રિજકુમાર યાદવનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
જ્યારે તેની પત્ની પૂજા અને માસૂમ પુત્રની હાલત ગંભીર છે. ત્યારે કલોલના વધુ એક એજન્ટનું કારસ્તાન સામે આવ્યું છે. કલોલ GIDCમાં નોકરી કરતા બ્રિજકુમારને પરિવાર સાથે અમેરિકામાં સેટલ થવુ હતું. તેના માટે તે કલોલના એક એજન્ટના સંપર્કમાં આવ્યો હતો. અમેરિકા પહોંચવા માટે પંદર દિવસ પહેલા બ્રિજકુમાર તેની પત્ની અને ત્રણ વર્ષના પુત્ર સાથે નીકળ્યો હતો. બ્રિજકુમાર અને તેનો પરિવાર પણ ટ્રમ્પ વોલ પહોંચ્યો હતો.
બ્રિજેશકુમાર યાદવના મોટાભાઈ વિનોદ યાદવ સાથે જ્યારે ગુજરાતની ટીમે વાતચીત કરી ત્યારે તેમનું કહેવું હતું કે, બ્રિજેશ અને તેની પત્ની પૂજા ઘરેથી એવું કહીને નીકળ્યા હતા કે તેઓ એક મહિના માટે વિદેશ ફરવા જાય છે, પરંતુ 17 ડિસેમ્બરના રોજ બ્રિજેશની પત્ની પૂજાએ કલોલમાં રહેતા પરિવારને ટેલીફોનિક જાણકારી આપી કે બ્રિજેશનું હાર્ટ અટેકથી મોત નીપજ્યું છે. મેક્સિકોથી ગેરકાયદેસર ઘૂસણખોરી અટકાવવા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ દિવાલ બનાવડાવી હતી, જેને ટ્રમ્પ વોલ તરીકે ઓળખાય છે.
આ પણ વાંચો - કોરોનાને લઇ કેન્દ્ર સતર્ક, કેન્દ્રિય આરોગ્ય મંત્રીની તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે આજે વીડિયો કોન્ફરન્સથી બેઠક
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.