Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નર્સિંગમાં કામ કરતી યુવતીને સહકર્મીએ લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો, અન્ય સાથે લગ્ન કરી લેતા ફરિયાદ

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક બાદ એક ગુનાહિત પ્રવૃત્તિના કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે.નર્સિંગમાં કામ કરતી યુવતીને સહકર્મીએ લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધ્યા અને અંતે અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વેજલપુર પોલીસે આ  મામલે શાહિદ મોહમદ નકી નામનાં યુવકની ધરપકડ કરી છે.આ શખ્સ જુહાપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ સ્à
નર્સિંગમાં કામ કરતી યુવતીને સહકર્મીએ લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો  અન્ય સાથે લગ્ન કરી લેતા ફરિયાદ
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક બાદ એક ગુનાહિત પ્રવૃત્તિના કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે.નર્સિંગમાં કામ કરતી યુવતીને સહકર્મીએ લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધ્યા અને અંતે અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વેજલપુર પોલીસે આ  મામલે શાહિદ મોહમદ નકી નામનાં યુવકની ધરપકડ કરી છે.
આ શખ્સ જુહાપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં કામ કરતો હતો જ્યાં તેની સાથે નર્સિંગનું કામ કરતી યુવતીને આરોપીએ લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી અવારનવાર દુષ્કર્મ આચર્યું અને અંતે એક મહિના પહેલા પોતાના સમાજની યુવતી સાથે લગ્ન કરી લીધા.જે અંગે યુવતીને જાણ થતાં તેને પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી.આ મામલે વેજલપુર પોલીસે યુવકની ધરપકડ કરી છે.
પોલીસે આ મામલે આરોપીને પકડી તેની સઘન પૂછપરછ હાથ ધરી છે.આરોપીની તપાસના સામે આવ્યું કે તે હોસ્પિટલમાં કામ કરતો હતો ત્યારે યુવતીના સંપર્કમાં આવ્યો હતો જે બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો..જોકે આરોપીના પરિવારજનો અન્ય યુવતી સાથે લગ્ન કરવાની પરવાનગી ન આપતા તેણે પોતાના સમાજની યુવતી સાથે એક મહિના પહેલા જ લગ્ન કરી લીધા હતા.આ મામલે પોલીસે ભોગ બનનાર યુવતી અને આરોપીને મેડિકલ તપાસ કરાવી. આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.