Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દુકાનમાં ખરીદીના બહાને પ્રવેશી ચોરી કરતી મહિલા ઝડપાઈ

અમદાવાદ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં દુકાનમાં ખરીદીના નામે પ્રવેશી દુકાનદારને વાતોમાં રાખીને તેની નજર ચૂકવી રોકડ રકમની ચોરી કરનાર મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મહિલાએ કેટલી દુકાનોમાં ચોરીને અંજામ આપ્યો તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.પોલીસને મળી હતી બાતમી પાલડી પોલીસને બાતમી મળી હતી કે, પાલડી વિસ્તારમાં થયેલી ચોરીના ગુનામાં સામેલ આરોપી મહિલાઓ સરદાર બ્રિજ પાસેથી પસàª
12:35 PM Feb 08, 2022 IST | Vipul Pandya

અમદાવાદ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં દુકાનમાં ખરીદીના નામે પ્રવેશી દુકાનદારને વાતોમાં રાખીને તેની નજર ચૂકવી રોકડ રકમની ચોરી કરનાર મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મહિલાએ કેટલી દુકાનોમાં ચોરીને અંજામ આપ્યો તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

પોલીસને મળી હતી બાતમી 
પાલડી પોલીસને બાતમી મળી હતી કે, પાલડી વિસ્તારમાં થયેલી ચોરીના ગુનામાં સામેલ આરોપી મહિલાઓ સરદાર બ્રિજ પાસેથી પસાર થવાની છે. જે બાતમીના આધારે પાલડી પોલીસે મનીષા દંતાણીની ધરપકડ કરી છે. જ્યારે તેની સાથે સામેલ કાયદાના સંઘર્ષમાં આવતી સગીરાને પણ અટકાયત કરીને તપાસ કરતા તેઓની પાસેથી 48,500 રોકડ રકમ મળી આવી હતી.આરોપી મહિલા પાસેથી પોલીસે રોકડ અને એક્ટિવા કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.
Tags :
AhemdabadGujaratFirststealing
Next Article