Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જન્માષ્ટમીના દિવસે અમદાવાદમાં નોંધાયો અનોખો વર્લ્ડ રેકોર્ડ

જન્માષ્ટમી ભગવાન કૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. આ વર્ષે જન્માષ્ટમીના દિવસે અમદાવાદમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં એક જ દિવસમાં સૌથી વધુ બાળકોના જન્મનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે.  અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલી અંકુર મેટરનીટી હોમ ખાતે એક જ દિવસમાં 20 બાળકોનો જન્મ થàª
08:41 AM Aug 27, 2022 IST | Vipul Pandya
જન્માષ્ટમી ભગવાન કૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. આ વર્ષે જન્માષ્ટમીના દિવસે અમદાવાદમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં એક જ દિવસમાં સૌથી વધુ બાળકોના જન્મનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે.  
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલી અંકુર મેટરનીટી હોમ ખાતે એક જ દિવસમાં 20 બાળકોનો જન્મ થયો હતો. આ એક વર્લ્ડ રેકોર્ડ છે. જ્યા આ પહેલા વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયા મુજબ એક જ દિવસમાં એક ખાનગી હોસ્પિટલમાં 15 બાળકોનો જન્મ થયો હોવાનો રેકોર્ડ છે. અંકુર મેટરનીટી હોમ ખાતે જન્માષ્ટમીના દિવસે (19 ઓગસ્ટ 2022) 15 છોકરાઓ અને 5 છોકરીઓનો જન્મ થયો હતો. મહત્વનું છે કે, આ તમામ બાળકો સંપૂર્ણ સ્વસ્થ છે. આ સાથે વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઈન્ડિયાએ 20 બાળકોના એક જ દિવસમાં ડીલીવરીને રેકોર્ડમાં સ્થાન આપ્યું છે. 
આપણે જાણીએ જ છીએ કે, જન્માષ્ટમીનો તહેવાર આપણા દેશમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે. આ વાર્ષિક હિંદુ તહેવાર ભગવાન વિષ્ણુના આઠમાં અવતાર શ્રી કૃષ્ણના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણેના ઓગસ્ટ કે સપ્ટેમ્બર માસમાં આ તહેવાર આવે છે. દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી, પૂજાના કાર્યક્રમો હોય છે. આ ખાસ દિવસે અમદાવાદમાં આવેલી અંકુર મેટરનીટી હોમ ખાતે જે 20 બાળકોની ડીલીવરી કરવામાં આવી હતી. જે હવે એક વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. 
મહત્વનું છે કે, સમગ્ર વિશ્વમાં બાળકોના જન્મને લઇને ઘણા રેકોર્ડ્સ બન્યા છે, જેમા એક રેકોર્ડ વર્ષ 2021માં બ્રિટેનમાં બન્યો હતો. જ્યા એક 21 વર્ષીય મહિલાએ એક 6 કિલોના બાળકને જન્મ આપ્યો હતો. આટલી નાની ઉંમરની મહિલા દ્વારા આટલા વજનના બાળકને જન્મ આપતા ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. વાસ્તવમાં, આ મામલો બ્રિટનના ઓક્સફોર્ડશાયરના એસ્ટનનો છે, અહીં રહેતી 21 વર્ષીય એમ્બર કમ્બરલેન્ડને લેબર પેઈન થવા પર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યારે ડોકટરોએ એમ્બરને જોઇ, ત્યારે તેઓએ વિચાર્યું કે કદાચ જોડિયા બાળકો જન્મ લેશે. પરંતુ ડોક્ટરો પણ ખોટા સાબિત થયા હતા.
આ ઉપરાંત બાળકોના જન્મને લઇને એક રેકોર્ડ જાણવા જેવો છે. જીહા, એક મહિલા કે જેણે એક-બે નહીં પરંતુ 9 બાળકોને જન્મ આપ્યો હતો. માલીમાં રહેતી હલીમા સિસે (Halima Cisse)એ મે મહિનામાં મોરોક્કોની એક હોસ્પિટલમાં આ બાળકોને જન્મ આપ્યો હતો. બાળકોને તે દરમિયાન હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવ્યા હતા, કારણ કે એક માતા માટે એક જ સમયે નવ બાળકોને ઉછેરવાનું શક્ય નથી. હલીમાએ 5 મે 2021ના રોજ એકસાથે 9 બાળકોને જન્મ આપીને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ 2009માં નાદિયા સુલતાનના નામે હતો. તેણીએ 8 બાળકોને જન્મ આપ્યો હતો.
આ પણ વાંચો - લહેરાતા તિરંગાની વિશ્વની સૌથી મોટી માનવ પ્રતિકૃતિ! હજારો લોકોએ કર્યો ગીનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ
Tags :
AnkurMeternityHomeGujaratFirstJanmashtamiMostChildrenBornNarodaPrivateHospitalrecordworldrecord
Next Article