અમદાવાદ શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની બેન્ડ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું
અહેવાલ - પ્રદિપ કચીયા
અમદાવાદ શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની બેન્ડ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેન્ડ કોમ્પિટિશનમાં રાજ્યના 9 ઝોનમાં આવેલી 15 કરતા વધારે શાળાઓના બાળકોએ ભાગ લીધો હતો.
રાજ્ય સરકાર દ્વારા આગામી 31 ઓક્ટોમ્બરના દિવસે કેવડિયા કોલોની ખાતે એકતા પરેડ ગ્રાઉન્ડમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડ ગ્રાઉન્ડમાં રાજ્યની શાળાઓમાંથી પસંદગી પામેલી બેન્ડ ટીમ પણ પરેડ કરશે. જેને લઈને અમદાવાદ શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની બેન્ડ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેન્ડ કોમ્પિટિશનમાં રાજ્યના 9 ઝોનમાં આવેલી 15 કરતા વધારે શાળાઓના બાળકોએ ભાગ લીધો હતો. અને અમદાવાદ શહેરના કમિશનર જી એસ મલિક દ્વારા આ બાળકોનો ઉત્સાહ પણ વધાર્યો હતો.
અમદાવાદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 10 વાગ્યાથી લઈને રાજ્યના 9 ઝોન પ્રમાણે 15 કરતા વધારે શાળાની ટીમે ભાગ લીધો હતો. આ બેન્ડ કોમ્પિટિશનમાં જામનગર અને કચ્છની ટીમ વિજેતા બની હતી. કચ્છની ગર્લ્સ બેન્ડની ટીમ અને જામનગરની બોય્સ ટીમ પહેલા નંબરે આવી હતી. આ બેન્ડની ટિમ આગામી 31 ઓક્ટોમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડમાં પરેડ કરશે અને સાથે સાથે આગામી 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના રોજ દિલ્હી ખાતે પણ તેઓ પરેડ કરવા જશે.
શાહીબાગ પરેડ ગ્રાઉન્ડ ખાતે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા વિજેતા ટીમને ઇનામ પણ આપ્યું હતુ અને તેમને પ્રોત્સાહન પણ આપ્યું હતું. સાથે સ્કૂલ બોર્ડના અધિકારીઓને પણ સન્માનિત કર્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે