Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ભક્તોની ભારે ભીડ, 'અગલે બરસ તુ જલદી આ' ના નાદ સાથે બાપ્પાને વિદાય

અનંત ચતુર્થી પર આજે દેશભરમાં ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 11 દિવસથી ગુજરાતમાં જુદાજુદા વિસ્તારોમાં ગણેશજીનું સ્થાપન કરીને તેનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું હતું. હવે બપ્પાનું વિસર્જન કરવાના સમય આવી ગયો છે. ત્યારે ખાસ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. જે બપ્પાના વિસર્જનમાં આવી હતી. આજે અનંત ચતુર્થીનો પાવન પર્વ છે àª
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ભક્તોની ભારે ભીડ   અગલે બરસ તુ જલદી આ  ના નાદ સાથે બાપ્પાને વિદાય
અનંત ચતુર્થી પર આજે દેશભરમાં ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 11 દિવસથી ગુજરાતમાં જુદાજુદા વિસ્તારોમાં ગણેશજીનું સ્થાપન કરીને તેનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું હતું. હવે બપ્પાનું વિસર્જન કરવાના સમય આવી ગયો છે. ત્યારે ખાસ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. જે બપ્પાના વિસર્જનમાં આવી હતી. 
આજે અનંત ચતુર્થીનો પાવન પર્વ છે ત્યારે ગણપતિજીની પ્રતિમાઓનું ઠેર ઠેર વિસર્જન કરાવવાની શરૂઆથત થઇ છે. ઘરે ઘરે વિરાજમાન બાપ્પાને વિદાય આપવાનો દિવસ આજે આવી ગયો છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભક્તો વાગતે ગાજતે બાપ્પાને વિદાઇ આપી રહ્યા છે. આજે રિવરફ્રન્ટ ખાતે બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યા ભક્તોએ અગલે બરસ તુ જલ્દી આ ના નાદ સાથે બાપ્પાને વિદાય આપી હતી. 
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભક્તોએ એકબીજાને ગુલાલ લગાડી ઠોલીના તાલે નાચતા જોવા મળ્યા હતા. શું મોટા અને શું નાના તમામ બાપ્પાના વિસર્જનમાં ઉમંગ અને ઉલ્લાસથી નાચી રહ્યા છે. ત્યારે આપને તે પણ જણાવી દઇએ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં કુંડ બનાવવામાં આવ્યા છે. જેથી ભક્તોને બાપ્પાના વિસર્જનમાં કોઇ તકલીફ પડે નહીં અને કોઇ ખરાબ બનાવ પણ ન બને. ભક્તો માને છે કે બાપ્પા આપણા જીવનમાં ફરીથી ખુશીઓ લાવે છે. ભગવાન ગણેશને એવી માન્યતા સાથે વિદાય આપવામાં આવે છે કે તેઓ તેમના આશીર્વાદ માટે આવતા વર્ષે તેમના ઘરે પાછા ફરશે. આ વર્ષે અનંત ચતુર્થી આજે એટલે કે 9 સપ્ટેમ્બર, શુક્રવારે ઉજવવામાં આવી રહી છે.
ગણેશ ચતુર્થી, ભગવાન ગણપતિને સમર્પિત દસ દિવસીય તહેવાર, દેશભરમાં ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાનની ઝાંખી પણ જગ્યાએ જગ્યાએ કાઢવામાં આવે છે. ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવતો આ તહેવાર અનંત ચતુર્થી પર સમાપ્ત થાય છે, ગણેશ ઉત્સવ ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થાય છે, જેને અનંત ચતુર્દશી તરીકે ઓળખવામાં આવે છે. 
ઉલ્લેખનીય છે કે, ઉજવણીનો અંત ગણેશ વિસર્જન સાથે થાય છે, જેને અનંત ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. ગણેશ ચતુર્થી હિંદુ ચંદ્ર કેલેન્ડરના છઠ્ઠા મહિનાના ચોથા દિવસે આવે છે, જે ભાદ્રપદનો મહિનો છે. આ મહિનાનો 14મો દિવસ હોય છે જ્યારે દસ દિવસના ગણેશ ઉત્સવનું સમાપન થાય છે અને આ દિવસને ચતુર્થી કહેવામાં આવે છે. યોગાનુયોગ, જ્યારે ગણેશોત્સવ સમાપ્ત થાય છે, ત્યારે તે ભગવાન વિષ્ણુની પૂજાનો દિવસ છે. તે અનંત તરીકે ઓળખાય છે એટલે કે જેનો કોઈ અંત નથી.  
Advertisement
Tags :
Advertisement

.