ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદમાં ફરી લાગી મોતની આગ, એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યા

અમદાવાદમાં ફરી લાગી મોતની આગ શાહપુરમાં રહેણાક મકાનમાં લાગી આગ આગમાં ત્રણ લોકોના મોત બાળક અને પતિ પત્ની નું મોત શાહપુર દરવાજા પાસે આવેલા ન્યુ એચ કોલોનીમાં લાગી આગ મૃતકોના દેહને પી.એમ માટે સિવિલ ખસેડવામાં આવ્યા વહેલી સવારે 4.30 વાગે લાગી હતી આગરાત્રિના 4થી 4:30 વાગ્યા દરમિયાન શાહપુરમાં રહેણાક મકાનમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.  આગમાં વાઘેલા પરિવારના ત્રણ લોકોના મોત નàª
03:42 AM Jan 02, 2023 IST | Vipul Pandya
  • અમદાવાદમાં ફરી લાગી મોતની આગ 
  • શાહપુરમાં રહેણાક મકાનમાં લાગી આગ 
  • આગમાં ત્રણ લોકોના મોત 
  • બાળક અને પતિ પત્ની નું મોત 
  • શાહપુર દરવાજા પાસે આવેલા ન્યુ એચ કોલોનીમાં લાગી આગ 
  • મૃતકોના દેહને પી.એમ માટે સિવિલ ખસેડવામાં આવ્યા 
  • વહેલી સવારે 4.30 વાગે લાગી હતી આગ
રાત્રિના 4થી 4:30 વાગ્યા દરમિયાન શાહપુરમાં રહેણાક મકાનમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.  આગમાં વાઘેલા પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. પતિ, પત્ની અને બાળક ત્રણેયનું મોત નીપજ્યું છે. શાહપુર દરવાજા પાસે આવેલા ન્યુ એચ કોલોનીના એક મકાનમાં આગ લાગતા જે મકાનમાં આગ લાગી તે પરિવારના અવાજથી પાડોશીઓ પણ ઉઠી ગયા હતા.

આગ લાગતા પાડોશીઓએ ફાયર વિભાગને જાણ કરી દીધી. તે સમયમાં ઘણા લોકોએ વાઘેલા પરિવારને બચાવવા તેમના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો પરંતુ આગ એટલી હતી કે પડોશીઓ ઘરમાં ઘૂસવામાં નિષફળ રહ્યા. ફાયર વિભાગ દ્વારા આગ કાબુમાં આવતા સુધીમાં વાઘેલા પરિવાર કે જેમાં જયેશભાઈ વાઘેલા 42 વર્ષ, તેમની પત્ની હંસાબેન વાઘેલા 35 વર્ષ, તેમજ તેમનો દીકરો રેહાન વાઘેલા 6 વર્ષીય તમામના મૃત્યુ થયા હતા. મૃતકોના દેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પરિવારજનોમાં શોક અને આક્રંદ જોવા મળી રહ્યો છે. ત્યારે કયા કારણોસર આગ લાગી હતી તે કારણ પણ અકબંદ છે.
આ પણ વાંચો - અમદાવાદ શહેરના ચાણક્યપુરી પાસે 31stની રાતે યુવકની હત્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
3PeopleDieddiedfamilyfireGujaratFirst
Next Article