Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં હાથીપગા 4 કેસ પોઝિટિવ આવતા ખળભળાટ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હેલ્થ વિભાગ (Health News) દ્વારા હાથીપગા રોગના 3600 જેટલા લોકો ટેસ્ટ (Test) કરવામાં આવ્યા હતા જેમાંથી 4 વ્યક્તિને પોઝિટિવ આવતા જ જોવા મળી રહ્યો છે ત્યારે કોર્પોરેશનના હેલ્થ દ્વારા આગામી સમયમાં વધુ ટેસ્ટ કરવામાં આવશે જે પણ ચાર વ્યક્તિ આવ્યા છે તે ઉત્તર પ્રદેશ (Uttarpradesh) અને બિહારના (Bihar) હિસ્ટ્રી ધરાવતા કેસ છે. ગુજરાતમાં (Gujarat) વ્યવસાય માટે આવ્યા છે.અમદાવાદ મ્યુનિસિપલ à
અમદાવાદમાં હાથીપગા 4 કેસ પોઝિટિવ આવતા ખળભળાટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હેલ્થ વિભાગ (Health News) દ્વારા હાથીપગા રોગના 3600 જેટલા લોકો ટેસ્ટ (Test) કરવામાં આવ્યા હતા જેમાંથી 4 વ્યક્તિને પોઝિટિવ આવતા જ જોવા મળી રહ્યો છે ત્યારે કોર્પોરેશનના હેલ્થ દ્વારા આગામી સમયમાં વધુ ટેસ્ટ કરવામાં આવશે જે પણ ચાર વ્યક્તિ આવ્યા છે તે ઉત્તર પ્રદેશ (Uttarpradesh) અને બિહારના (Bihar) હિસ્ટ્રી ધરાવતા કેસ છે. ગુજરાતમાં (Gujarat) વ્યવસાય માટે આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (AMC) વિભાગ દ્વારા અલગ અલગ પ્રકારે ગેરકાયદેસર ચાલતા દવાખાના અને શટર હાઉસ પર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. થોડાક દિવસ પહેલા જ પણ અમદાવાદ (Ahmedabad) શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ લાંભા માંથી ગેરકાયદેસર ચાલતા 10 જેટલા દવાખાનાઓ સામે આવ્યા હતા. જેને લઈને કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે હવે આગામી સમયમાં વધુ જે કાયદેસર ચાલતા દવાખાના ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેઓ નિર્ણય કરવામાં આવ્યો છે.
હાથીપગાના 4 કેસ પોઝિટિવ
હેલ્થ અને સોલિડ વેસ્ટ વિભાગના ચેરમેન ભરત પટેલ જણાવ્યું હતું કે અમદાવાદના નોબલનગર, બાપુનગર, રામોલ, વટવા, ઇન્દ્રનગર જેવા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં બહારથી આવતા લોકો અહીંયા વસવાટ કરે છે. જેમાં ઉત્તરપ્રદેશ, બિહારના લોકો છેલ્લા 6 મહિનાથી અહીંયા વ્યવસાય માટે રોકાયેલા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા હાથિપગાના  3600 જેટલા ટેસ્ટ લેવામાં આવ્યા હતા જેમાંથી 4  વ્યક્તિ પોઝિટિવ આવ્યા છે. આ રોગ હવામાં ઊડતી જીવાતને કારણે થતા હોવાનું પણ સામે આવી રહ્યું છે. આગામી સમયમાં કોર્પોરેશન હેલ્થ વિભાગ દ્વારા ફોગીગની કામગીરી વધુ કરવામાં આવશે. જ્યારે જે સ્લમ વિસ્તાર છે. તેવો વિસ્તારોમાં વધુ ફોગીંગની કામગીરી કરવામાં આવશે. જેથી હવામાં ઉડતી જીવાતથી થતો રોગચાળાને અટકાવી શકાય.
ગેરકાયદેસર ચાલતા દવાખાના પર કાર્યવાહી
વધુમાં જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા પૂર્વ વિસ્તારમાં આવેલ લાંભા, નારોલ વિસ્તારમાંથી મોટાભાઈ ગેરકાયદેસર ચાલતા દવાખાના મળી આવ્યા હતા. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કડકમાં કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી. ત્યારે હવે આગામી સમયમાં કોર્પોરેશન દ્વારા ફરીથી એકવાર અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. જેમાં આવા ગેરકાયદેસર ચાલતા દવાખાના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત અલગ અલગ નાસ્તાના સ્ટોલ પર પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અને ફૂડ સેમ્પલ પણ હાલમાં લેવામાં આવી રહ્યા છે.
15 લાયસન્સ વિનાના સટર હાઉસ
ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શટર હાઉસ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને તેના પર પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં 297 લાયસન્સ વાળી શટર હાઉસ ચાલી રહ્યા છે. તેમાંથી ગંદકી વધારે પ્રમાણમાં જોવા મળતી 58 દુકાનોને શીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને લાયસન્સ વિનાની 15 દુકાનો સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.