મુન્દ્રા પોર્ટના CFS વિસ્તારમાં કન્ટેનરમાંથી 376 કરોડનું હેરાઇન ઝડપાયું
ફરી એકવાર ગુજરાતના દરિયાકાંઠેથી કરોડોની કિંમતનું હેરોઇન પકડાયું છે. આ વખતે પંજાબ પોલીસની માહિતીના આધારે ગુજરાત ATS એ મુન્દ્રા પોર્ટના CFS વિસ્તારમાંથી 2 મહિનાથી પડી રહેલા કન્ટેનરમાંથી 376 કરોડનું ડ્રગ્સ પકડયું છે. આ ડ્રગ્સ ભારતમાં ઘુસાડવાની રીત જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી.તપાસમાં આ ડ્રગ્સ જેમાં સંતાડાયું હતું તેને બ્લ્યુ કાર્બન પેપર સેલોટેપથી ચોટાડી દેવાયું હતું જેથી એક્સ રે મશીનમà
ફરી એકવાર ગુજરાતના દરિયાકાંઠેથી કરોડોની કિંમતનું હેરોઇન પકડાયું છે. આ વખતે પંજાબ પોલીસની માહિતીના આધારે ગુજરાત ATS એ મુન્દ્રા પોર્ટના CFS વિસ્તારમાંથી 2 મહિનાથી પડી રહેલા કન્ટેનરમાંથી 376 કરોડનું ડ્રગ્સ પકડયું છે. આ ડ્રગ્સ ભારતમાં ઘુસાડવાની રીત જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી.
તપાસમાં આ ડ્રગ્સ જેમાં સંતાડાયું હતું તેને બ્લ્યુ કાર્બન પેપર સેલોટેપથી ચોટાડી દેવાયું હતું જેથી એક્સ રે મશીનમાં સ્કેન ના થઇ શકે. પ્લાસ્ટિકના દંડા અને કાપડ વચ્ચે ડ્રગ્સ સંતાડવામાં આવ્યું હતું
મુન્દ્રા પોર્ટના સીએફએસ વિસ્તાર પર પડેલા શંકાસ્પદ કન્ટેનર અંગે ગુજરાત એટીએસ અને પંજાબ પોલીસને બાતમી મળી હતી જેથી બંને એજન્સીના સંયુક્ત ઓપરેશનમાં ઉંડી તપાસ કરવામાં આવતાં તેમાંથી કાપડના તાકા મળી આવ્યા હતા. આ કાપડના રોલ ખોલી તપાસ કરાતા તેની વચ્ચેના પૂંઠામાં સંતાડેલું 75 કિલોથી વધુ પ્યોર હેરોઇન પોલીસને મળી આવ્યું હતું. આ હેરોઈનની કિંમત 376 કરોડ રૂપિયાથી વધુ છે. આ કન્ટેનર પંજાબ મોકલાય તે પહેલા જ પોલીસના હાથ લાગ્યું છે.
રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ કહ્યું કે મુન્દ્રા પોર્ટના સીએફએસ ખાતેથી પકડાયેલા આ કન્ટેનરની તપાસમાં તે UAE થી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે તપાસનો દોર આગળ વધશે અને મોકલનારાના નામ પણ ખુલશે. હાલ ગુજરાત પોલીસે આ અંગેનો કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસે વર્ષ 2022માં 3586 કરોડનું ડ્રગ્સ પકડી કુલ 19 વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. પોલીસે આ વર્ષે જ આવા કુલ છ ગુના શોધી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓની કમર તોડી નાખી છે
Advertisement