ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

ઈન્ટીરીયર ડિઝાઈનરને લગ્નની લાલચ આપી તબીબે આચરી 47.50 લાખની ઠગાઈ

અમદાવાદની યુવતી સાથે સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવી લાખો રૂપિયાની છેતરપીંડી આચરનાર શખ્સ સામે રામોલમાં ફરિયાદ નોંધાઈ છે.. રામોલમાં ન્યૂ મણીનગર વિસ્તારમાં રહેતી અને વસ્ત્રાપુરમાં કનેક્ટ નામથી ઓફિસ ધરાવી ઈન્ટીરીયર ડિઝાઈનરનું કામ કરતી નિશા (નામ બદલેલ)એ આ મામલે ફરિયાદ કરી છે. સમગ્ર ઘટનાની વાત કરીયે તો 25મી મે 2021નાં રોજ યુવતીને બમ્બર એપ્લીકેશન દ્વારા અર્જુન મોઢવાણી નામનાં યુવક
04:57 PM Aug 01, 2022 IST | Vipul Pandya
featuredImage featuredImage

અમદાવાદની
યુવતી સાથે સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવી લાખો રૂપિયાની છેતરપીંડી આચરનાર શખ્સ
સામે રામોલમાં ફરિયાદ નોંધાઈ છે.. રામોલમાં ન્યૂ મણીનગર વિસ્તારમાં રહેતી અને
વસ્ત્રાપુરમાં કનેક્ટ નામથી ઓફિસ ધરાવી ઈન્ટીરીયર ડિઝાઈનરનું કામ કરતી નિશા (નામ
બદલેલ)એ આ મામલે ફરિયાદ કરી છે. 
સમગ્ર
ઘટનાની વાત કરીયે તો 25મી મે 2021નાં રોજ યુવતીને બમ્બર એપ્લીકેશન દ્વારા અર્જુન
મોઢવાણી નામનાં યુવક સાથે નિશાની મિત્રતા થઈ હતી..યુવકે પોતે કાર્ડયોલોજી સર્જન
હોવાનું અને મુંબઈની લીલાવતી તેમજ બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં કામ કરીને હવે એપોલો
હોસ્પિટલમાં સર્જન તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવી નિશાને વિશ્વાસમાં લીધી હતી..
તેમજ પોતે સર્જરી માટે કોચીન ખાતે ગયો હોવાનું જણાવ્યું હતું..15 જૂન 2021નાં રોજ
અર્જુન મોઢવાણી નિશાની ઓફિસે મળવા આવ્યો હતો
, જેનાં બે દિવસ બાદ નિશાને અર્જુન મોઢવાણીએ કોચીન મળવા બોલાવતા નિશા
ત્યાં મળવા ગઈ હતી. જ્યાં અર્જુને પોતે મુંબઈ ખાતે માતાપિતા સાથે રહેતો હોવાનું
જણાવી બહેનનાં લગ્ન લંડન ખાતે થયા છે અને માતાપિતા લંડન ગયા હોવાની વાત કરી હતી.

 

વિડીયો કોલમાં પૈસા ભરેલી બેગ બતાવતો

અર્જુન
મોઢવાણીએ નિશાને લગ્ન કરવાનું જણાવીને માતાપિતા પરત આવે તો વાત કરવાનું કહીને
અમદાવાદમાં ઘર શોધી રાખવાનું કહ્યું હતું..જે બાદ અર્જુને ફરી હોસ્પિટલનાં કામથી
દિલ્હી ગયો હોવાનું કહીને નિશાને દિલ્હી બોલાવી હતી..જ્યાં એરપોર્ટ પર અર્જુને
મેનેજરનો ફોન બંધ છે કહીને નિશાને પૈસા પાછા આપવાનું કહીને 50 હજાર રૂપિયા
ટ્રાન્સફર કરાવ્યા હતા..જે બાદ અવારનવાર બન્ને વચ્ચે ટેલિફોનીક વાતચીત થતી હતી
જેમાં અર્જુન શ્રીનગરમાં મેડિકલ કેમ્પ ચાલતો હોવાનું જણાવતો અને ચેન્નાઈમાં ઘરડાઘર
ચલાવતો હોવાનું જણાવી જેમાં રિનોવેશનનું કામ ચાલુ હોવાથી તેઓનાં જમવાની અને
રહેવાની વ્યવસ્થા કરવાનું કહીને પોતે ભારત બહારથી આવ્યો હોવાથી ઈન્ડિયાનું કોઈ
બેન્કીંગ ન હોવાનું કહીને પોતાની પાસે રોકડ રૂપિયા હોવાનું જણાવતો અને વિડીયો
કોલમાં રૂપિયા ભરેલી બેગ બતાવી હતી..

 

30.50 લાખ ઉપરાતં 17 લાખ રોકડા પડાવ્યા

નિશાને
વિશ્વાસ આવી જતા અર્જુન મોઢવાણીએ ચેન્નાઈનાં ઘરડાઘરનું સંચાલન કરતા મેનેજરનો નંબર
આપીને રોકડા પૈસા આપી દેવાનું જણાવી ટુકડે ટુકડે 30.50 લાખ રૂપિયા યુવતીએ
ટ્રાન્સફર કર્યા હતા..જે બાદ નિશાએ પૈસા માંગતા અર્જુને પોતે નેપાળ હોવાનું જણાવી
ભારત પરત આવી પૈસા આપશે તેમ જણાવ્યું હતું..નવેમ્બર 2021માં ચેન્નાઈમાં પુર આવ્યો
હોવાથી અર્જુને ઘરડાઘરમાં ભારે નુકસાન થયુ છે તેમજ 2-3 માણસો મરી ગયા છે જ્યારે
અન્યને હોસ્પિટલમાં ખસેડ્યા હોવાનું કહીને પૈસાની માંગ કરી હતી. નિશાએ 30 લાખથી
વધુ રૂપિયા બેંકીગથી મોકલ્યા હોવાથી વધુ રૂપિયા બેન્કીંગથી મોકલાય તેમ નથી તેવુ
જણાવતા અર્જુને પોતાનાં માણસને પૈસા લેવા માટે રૂબરુ મોકલ્યો હતો અને પોતે અમદાવાદ
પરત આવી રહ્યો છે તેવુ કહીને વિડીયો કોલથી ફ્લાઈટની ટીકીટ બતાવી હતી..જેથી નિશા
વિશ્વાસમાં આવી જતા 17 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા..

 

 હોટલમાં વરૂણ શર્મા નામનુ આઈડી આપ્યું હતું

બીજા
દિવસે નિશાએ અર્જુન મોઢવાણીને ફોન કરતા પોતે અમદાવાદ ન આવ્યો હોવાનું અને કામથી
લંડન જવાનું કહીને ત્યાંથી પૈસા આંગડિયા કરાવવાનું કહેતા નિશાને શંકા ગઈ હતી..
નિશાએ અર્જુન જે હોટલમાં કોચીન રોકાયો હતો ત્યાં તપાસ કરતા અર્જુન મોઢવાણીએ ત્યાં
પોતાનું વરુણ રામપાલ શર્મા નામનું આઈડી પ્રુફ આપ્યું હતું..જેમાં તે દિલ્હીનો
રહેવાસી હોવાનું ખુલ્યું હતું. જે બાદ વારંવાર નિશાએ અર્જુન મોઢવાણીનો સંપર્ક કરતા
તેણે વધુ પૈસાની માંગ કરી હતી અને નિશાએ પૈસા ન આપતા પોતાનાં નંબરો બંધ કરી નાખ્યા
હતા.. જેથી આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે
ફરિયાદનાં આધારે તપાસ હાથ ધરી છે..

Tags :
AhmedabaddoctorGujaratFirstInteriordesigner