ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

GPSC exam: આજે અમદાવાદમાં 3377 ઉમેદવારો GPSCની પરીક્ષા આપશે

આજે GPSC વર્ગ-3ની ભરતી માટેની પરીક્ષા યોજાશે પ્રથમ પેપર સવારે 11થી 1 અને બીજુ 3 થી 4 કલાકે લેવાશે આસિસ્ટન્ટ મેજેનરની પરીક્ષા બે તબક્કામાં યોજાશે આજે GPSC વર્ગ-3ની ભરતી માટેની પરીક્ષા યોજાશે. જેમાં આસિસ્ટન્ટ મેજેનરની પરીક્ષા બે તબક્કામાં યોજાશે....
07:14 AM Jan 19, 2025 IST | SANJAY
featuredImage featuredImage

આજે GPSC વર્ગ-3ની ભરતી માટેની પરીક્ષા યોજાશે. જેમાં આસિસ્ટન્ટ મેજેનરની પરીક્ષા બે તબક્કામાં યોજાશે. પ્રથમ પેપર સવારે 11થી 1 અને બીજુ 3 થી 4 કલાકે લેવાશે. જેમાં અમદાવાદના અલગ અલગ 14 કેન્દ્ર પર પરીક્ષા યોજાશે દરેક કેન્દ્રમાં 10 વર્ગ ફાળવાયા, કુલ 141 વર્ગમાં પરીક્ષા લેવાશે. તેમજ અમદાવાદમાં 3377 ઉમેદવારો GPSCની પરીક્ષા આપશે.

GPSCએ તમામ પ્રીલિમ પરીક્ષાઓ માટે કોમન અભ્યાસક્રમ જાહેર કર્યો

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)એ ક્લાસ-1 અને 2 તથા ક્લાસ-3ની વિવિધ પરીક્ષાઓ માટેના જુદા જુદા અભ્યાસક્રમમાં ફેરફાર કરીને તમામ માટે હવે એક સામાન્ય અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. જેથી ઉમેદવારોને એકથી વધુ ભરતી પરીક્ષા માટે અલગ-અલગ તૈયારી ન કરવી પડે. GPSC દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી છે. સરકારી ભરતી માટે GPSC દ્વારા ક્લાસ-1થી લઈને ક્લાસ-3 સુધીની વિવિધ ભરતી માટે પરીક્ષા લેવાતી હોય છે. જેમાં સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ થોડા ફેરફારો સાથે જુદો જુદો હોય છે. જોકે જુદી જુદી પરીક્ષાઓ આપતા ઉમેદવારોને આ કારણે દર વખતે અલગ તૈયારી કરવી પડતી હોય છે. આથી સામાન્ય અભ્યાસ વિષયનો નવો અભ્યાસક્રમ જાહેર કરાયો છે. જેથી ઉમેદવારોને નવી ભરતીની જાહેરાત બાદ નવા અભ્યાસક્રમની રાહ ન જોવી પડે અને તેઓ પહેલાથી આ માટે તૈયારી કરી શકે.

નવા અભ્યાસ ક્રમમાં જાણો કોનો સમાવેશ

આ સામાન્ય અભ્યાસમાં ઈતિહાસ અને સંસ્કૃતિ, ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો, તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા, ભારત અને ગુજરાતનું અર્થતંત્ર, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન તથા પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Saif Ali Khan પર છરીથી હુમલો કરનાર વ્યક્તિની ધરપકડ

Tags :
AhmedabadGujaratGujarat First GPSC examGujarat NewsGujarati NewsGujarati Top NewsTop Gujarati News