Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

40 ટકા સુધીનું વ્યાજ વસુલતા શહેર કોંગ્રેસના પ્રવક્તા સહિત 3 વ્યાજખોર ઝડપાયા

કરોડોની વ્યાજખોરીની નોંધાઈ ફરિયાદઆર્થિક ગુના નિવારણ શાખાએ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરીકોંગ્રેસ નેતા વ્યાજખોરીમાં ઝડપાયા.જયેન્દ્રસિંહ પરમાર અમદાવાદ શહેર પ્રવક્તા છેવ્યાજખોરો એ 10 થી 40 % સુધીનું વસુલ્યુ વ્યાજ3.78 કરોડની સામે 9.95 કરોડ ચૂકવ્યા છતાં 3.36 કરોડની કરી ઉઘરાણીફરિયાદીની મિલકત પચાવી લેવા આપી ધમકી...રાઈસ મિલના માલિક પાસેથી કરોડોનું વ્યાજ (interest) વસૂલ કરનાર ત્રણ વ્યાજખોરો (Usurer)નà«
40 ટકા સુધીનું વ્યાજ વસુલતા શહેર કોંગ્રેસના પ્રવક્તા સહિત 3 વ્યાજખોર ઝડપાયા
Advertisement
  • કરોડોની વ્યાજખોરીની નોંધાઈ ફરિયાદ
  • આર્થિક ગુના નિવારણ શાખાએ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી
  • કોંગ્રેસ નેતા વ્યાજખોરીમાં ઝડપાયા.
  • જયેન્દ્રસિંહ પરમાર અમદાવાદ શહેર પ્રવક્તા છે
  • વ્યાજખોરો એ 10 થી 40 % સુધીનું વસુલ્યુ વ્યાજ
  • 3.78 કરોડની સામે 9.95 કરોડ ચૂકવ્યા છતાં 3.36 કરોડની કરી ઉઘરાણી
  • ફરિયાદીની મિલકત પચાવી લેવા આપી ધમકી...
રાઈસ મિલના માલિક પાસેથી કરોડોનું વ્યાજ (interest) વસૂલ કરનાર ત્રણ વ્યાજખોરો (Usurer)ની આર્થિક ગુના નિવારણ શાખા (Economic Offenses Prevention Branch) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.. જેમાંથી જયેન્દ્ર સિંહ પરમાર  નામનો આરોપી કોંગ્રેસના શહેર પ્રવક્તા (City Congress Spokesperson) તરીકેની જવાદારી નિભાવી  રહ્યો છે ઉપરાંત  આજ  આરોપી નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર પણ હોવાનું સામે આવ્યું છે સાથે જ હેલ્થ કેર કંપનીની સીઈઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
શહેર કોંગ્રેસનો પ્રવક્તા જયેન્દ્ર સિંહ પરમાર
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 3 વ્યાજખોરોને ઝડપી પાડ્યા છે. આ વ્યાજખોરોએ 3.78 કરોડની સામે 9 કરોડ 95 લાખ વસુલ કર્યા છે. સાથે જ બીજા 3.36 કરોડ બાકી રૂપિયાની સામે 13 કરોડ 31 લાખ ની ઉઘરાણી બાકી બતાવી હતી.જેની સામે  મકાન પડાવી લેવાની પણ ધમકી આપી હતી. આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદી જીગીસ પટેલે ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે કોંગ્રેસના શહેર પ્રવક્તા જયેન્દ્રસિંહ પરમાર, હેમાંગ પંડિત અને હેલ્થ કેર કંપનીની સીઈઓ નિરાલી શાહની પોલીસે ધરપકડ કરી છે.સાથે જ આ ગુનામાં ફરાર અન્ય ત્રણ આરોપી વિજય ઠક્કર, નરેન્દ્ર ઉર્ફે મુન્ના ભરવાડ અને જાગૃત રાવલની શોધખોળ હાથ ધરી છે.

જયેન્દ્રના પિતા નિવૃત્ત ડીવાયએસપી
જયેન્દ્ર પરમારના પિતા નિવૃત્ત ડીવાયએસપી છે સાથે જ પોતે કોંગ્રેસમાં હોદેદાર તરીકે પણ જોડાયેલા હોવાની હકીકત સામે આવી છે. જયેન્દ્ર પરમારે ફરિયાદીને 38 લાખ 10% ના વ્યાજે આપ્યા હતા.. તેની સામે અંદાજિત એક કરોડ રૂપિયા વસૂલી 38 લાખ બાકી હોવાની ઉઘરાણી કરી હતી. સાથે જ ઝડપાયેલી મહિલા આરોપી નિરાલી શાહે ફરિયાદીને એક કરોડ 33 લાખ 60 હજાર રૂપિયા 10% ના વ્યાજે આપ્યા હતા, જેની સામે એક કરોડ 82,75,000 વસુલી લીધા છે. ઉપરાંત જે મકાનમાં રહેતી હતી તે મકાનનું ફર્નિચર અને ભાડું પણ ફરિયાદી પાસે ભરાવ્યું હતું, તેમ છતાં એક કરોડ 90 લાખની બાકી ઉઘરાણી માટે છ ચેકો પણ બળજબરીથી પડાવી લીધા હતા. તો અન્ય આરોપી હેમાંગ પંડિતે ફરિયાદીને 38 લાખ રૂપિયા આપ્યા હતા. તેની સામે 93,50,000 વસુલી 14 લાખ પડાવવા ધમકી આપવામાં આવતી હતી.

દસ્તાવેજો પણ કબજે કરાયા
ત્રણ આરોપીની ધરપકડ કરી તપાસ કરતા પોલીસને આરોપીઓના ઘરેથી 20 કોરા ચેક, 11 પ્રોમેશરી નોટ, 4કોરા સ્ટેમ્પ, ડેઈલી વ્યાજના હિસાબની ડાયરી અને વાઉચરો મળી આવ્યા છે. જેમાથી નિરાલી ના ઘરેથી 15 લાખની રિસિપ્ટ મળી છે. જાગૃત રાવલ ના ઘરેથી 20 કોરા ચેક. પ્રોમેશરી નોટ સહીતના દસ્તાવેજી પુરાવા કબ્જે કર્યા છે. આ ગુનામાં ફરાર આરોપી નરેન્દ્ર ઉર્ફે મુન્ના ભરવાડે ૯૨ લાખની સામે 40% વ્યાજ વસૂલી ત્રણ કરોડ 61 લાખ તથા મણીપુર ગામનો પ્લોટ પણ પોતાના નામે કરાવી લીધો હતો.જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.. 

યુવક વ્યાજખોરોથી કંટાળી ઘર છોડીને જતો રહ્યો હતો
40% સુધીનું વ્યાજ વસૂલના વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે તેમના બેંક સ્ટેટમેન્ટ વ્યાજખોરીના રૂપિયા માંથી ખરીદેલી મિલકત અંગે તપાસ હાથ ધરી છે. આરોપીઓના ત્રાસથી કંટાળી ફરિયાદી આત્મહત્યા કરવા માટે પણ મજબૂર બન્યો હોવાનું સામે આવ્યું છે.. ફરિયાદી આત્મહત્યા માટે ઘર છોડીને પણ જતો રહ્યો હતો.. જોકે પોલીસ એ તેને સહી સલામત શોધી લેતા તે વ્યાજના ખપ્પરમાં ફસાયો હોવાની હકીકત સામે આવી હતી.જે બાદ આ ફરિયાદ નોંધાઈ છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

Trending News

.

×