Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દશકોશી સમાજ દ્વારા 24 મા સમૂહ લગ્નનું કરાયું આયોજન, સમૂહ લગ્નને પ્રોત્સાહન આપવા Gujarat First ના એમડીએ આપી આ ખાસ ભેટ

દશકોશી સમાજના સમૂહ લગ્નનું આયોજનસોલા ભાગવત ખાતે 46 વરકન્યાઓ પ્રભુતામાં પગલા મુકશે 24 મો સમૂહ લગ્નનું આયોજન સમાજ દ્વારા કરવામાં આવ્યું છે સમૂહ લગ્નને પ્રોત્સાહન આપવા ગુજરાત ફર્સ્ટના એમડી દ્વારા પણ ભેટ અપાઈ તમામ 46 વરકન્યાઓ ને 10 ગ્રામના સોનાના સિક્કાની ભેટ અપાઈ તમામ વરઘોડિયાને કરિયાવરની નાના માં નાની વસ્તુથી લઇ તમામ ભેટ સોગાદ આપવામાં આવી દેખાદેખીના યુગમાં સમૂહ લગ્નને પ્રોત્સહ
06:46 AM Feb 23, 2023 IST | Vipul Pandya
  • દશકોશી સમાજના સમૂહ લગ્નનું આયોજન
  • સોલા ભાગવત ખાતે 46 વરકન્યાઓ પ્રભુતામાં પગલા મુકશે 
  • 24 મો સમૂહ લગ્નનું આયોજન સમાજ દ્વારા કરવામાં આવ્યું છે 
  • સમૂહ લગ્નને પ્રોત્સાહન આપવા ગુજરાત ફર્સ્ટના એમડી દ્વારા પણ ભેટ અપાઈ 
  • તમામ 46 વરકન્યાઓ ને 10 ગ્રામના સોનાના સિક્કાની ભેટ અપાઈ 
  • તમામ વરઘોડિયાને કરિયાવરની નાના માં નાની વસ્તુથી લઇ તમામ ભેટ સોગાદ આપવામાં આવી 
  • દેખાદેખીના યુગમાં સમૂહ લગ્નને પ્રોત્સહન આપવામાં આવ્યું
દશકોશી કડવા પાટીદાર સમાજના ચોવીસમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. ઘણા વર્ષોથી કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નનું આયોજન થાય છે. જેથી સામાન્ય અને મધ્યમ વર્ગની દીકરીઓના ધૂમધામથી લગ્ન કરાવામાં આવે.
સોલા ખાતે આવેલા ભાગવત વિદ્યાપીઠ ખાતે ચોવીસમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 46 વરઘોડિયા એક સાથે પ્રભુતામાં પગલાં પાડશે. જેમાં કન્યાને પૂર્ણ કરિયાવર પણ આપવામાં આવ્યો છે. આ સમૂહ લગ્નના મુખ્ય કરદાતા પરાગ પટેલ છે જેઓ 46 દીકરીઓના સમૂહ લગ્ન કરદાતા શ્રી છે. સાથે દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલ દ્વારા પણ વરઘોડિયાઓને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા.
દશકોશી કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં ગુજરાત ફર્સ્ટના એમ ડી દ્વારા તમામ કન્યાને આશીર્વાદ રૂપે 10 ગ્રામનો સોનાનો સિક્કો પણ ભેટ આપવામાં આવ્યો છે. શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા તમામ 46 કન્યાઓને સોનાના સિક્કા ભેટરૂપે આપવામાં આવ્યા છે. આ તમામ વરઘોડિયાને સંપૂર્ણ કરિયાવર પણ ભેટ આપવામાં આવી છે. વોશિંગ મશીનથી લઇ ઘરગંટી તેમજ તમામ પુરાત પણ આપવામાં આવી છે.
આજના જમાનામાં લોકો દેખાદેખીમાં લગ્નો પ્રસંગમાં લાખો રૂપિયા વાપરી નાખે છે, ત્યારે સમૂહ લગ્ન સામાન્ય અને મધ્યમ વર્ગના માતા-પિતા પણ સમૂહ લગ્નમાં આવી રીતે પોતાની દીકરીના લગ્ન કરી શકે છે, સાથે જ કરિયાવરમાં જીવન જરૂરિયાતની નાનામાં નાની વસ્તુથી લઇ તમામ મોટી ભેટ કરિયાવરની આપવામાં આવી છે.
આ પણ વાંચો - ગાંધીનગરમાં ઈન્ટરનેશનલ પિડિયાટ્રિક્સ એસોસિયેશનની એન્યુઅલ મીટિંગનો પ્રારંભ, CM ભૂપેન્દ્રભાઇ પટેલે આપી હાજરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
24thgroupweddingorganizedAhmedabadNewsDashkoshiSamajGiftGroupMarriageGujaratFirstMarriageMDofGujaratFirstPromoteGroupMarriageWeddingCeremonyWeddingOrganized
Next Article