Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં શોર્ટ ફિલ્મ જોયા બાદ 2 એસટી ડ્રાઇવરોએ વ્યસન મુક્તિનો લીધો સંકલ્પ

પ્રમુખસ્વામી મહારાજ તેમના જીવન દરમિયાન 40 લાખ જેટલા લોકોને વ્યસનથી ઉગાર્યા હતા. હાલમાં તેમનો જન્મ શતાબ્દી પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે પણ ભક્તો દ્વારા 'ચલો તોડ દે યે બંધન' નામક વ્યસન મુક્તિ અભિયાન જોર સોરથી ચલાવવામાં આવી રહ્યું છે. વિવિધ પ્રદર્શનનોમાં એક પ્રદર્શન વ્યસન મુક્તિને લઈને પણ સ્વામિનારાયણ નગરીમાં બનાવવામાં આવ્યું છે.શોર્ટ ફિલ્મ બતાવવામાં આવે છેજેમાં એક શોર્ટ ફિલ્મ બતà
પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં શોર્ટ ફિલ્મ જોયા બાદ 2 એસટી ડ્રાઇવરોએ વ્યસન મુક્તિનો લીધો સંકલ્પ
પ્રમુખસ્વામી મહારાજ તેમના જીવન દરમિયાન 40 લાખ જેટલા લોકોને વ્યસનથી ઉગાર્યા હતા. હાલમાં તેમનો જન્મ શતાબ્દી પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે પણ ભક્તો દ્વારા "ચલો તોડ દે યે બંધન" નામક વ્યસન મુક્તિ અભિયાન જોર સોરથી ચલાવવામાં આવી રહ્યું છે. વિવિધ પ્રદર્શનનોમાં એક પ્રદર્શન વ્યસન મુક્તિને લઈને પણ સ્વામિનારાયણ નગરીમાં બનાવવામાં આવ્યું છે.
શોર્ટ ફિલ્મ બતાવવામાં આવે છે
જેમાં એક શોર્ટ ફિલ્મ બતાવવામાં આવે છે અને વ્યસનને કારણે જીવન વેરવિખેર કઈ રીતે થઈ જાય છે તે દર્શાવવામાં આવ્યું છે અને ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા નાના નાના બાળકો આ ફિલ્મમાં આવનાર તમામ દર્શકોને વ્યસન મુક્ત થવા માટેની અપીલ કરે છે અને સંકલ્પ લેવડાવે છે.  પરિણામે જ આજે એસ.ટી ડ્રાઇવિંગ કરતા બે ડ્રાઇવરોએ પણ  આ ફિલ્મ જોયા બાદ વ્યસન મુક્તિનો સંકલ્પ કર્યો હતો.
વ્યસન મુક્તિનો સંકલ્પ
ST બસમાં વર્ષોથી ડ્રાઇવિંગ કરતા કુલદીપસિંહ પરમાર પ્રદર્શનમાં વ્યસન મુક્તિ ફિલ્મ જોયા બાદ તેમણે અહીં જ વ્યસન છોડવાનો સંકલ્પ કર્યો હતો તેમની સાથે જ કામ કરતા અન્ય એક STના ડ્રાઇવર જયપાલસિંહ ઝાલાએ પણ વ્યસન મુક્તિ માટેનો સંકલ્પ લીધો હતો.
શોર્ટ ફિલ્મ જોયા બાદ લીધો સંકલ્પ
કુલદીપસિંહે જણાવ્યું હતું કે ઘણા સમયથી ફાંકી અને બીડીનું વ્યસન હતું. લાંબા ગાળે આપણે પતવાનું થાય અને લાંબા સમયે કેન્સર થાય મારા ગુરુએ કહ્યું હતું કે, તમાકુ છોડવું કેમ કે જાનવર પણ ખાતા નથી માણસ ખાય છે એટલે ન ખાવું જોઈએ ત્યારબાદ સ્વામિનારાયણ  પ્રદર્શનમાં ફિલ્મ જોઈ ત્યારબાદ એવું લાગ્ય કે ફાકી ન ખાવી જોઈએ અને આ પિક્ચર જોયા બાદ મેં આજે તે છોડવાનો સંકલ્પ લીધો છે.
લોકોને પણ વ્યસન છોડાવીશ
ઝાલા જયપાલસિંહે ગુજરાત ફર્સ્ટને જણાવ્યું હતું કે એસટી બસમાં ડ્રાઇવિંગ કરું છું.  રાતના ડ્રાઇવિંગ કરતી વખતે તંબાકુની પડીકીનું બંધાણ થઈ ગયું હતું. જોકે પ્રદર્શનમાં વિડીયો જોતા મેં પણ વ્યસન છોડ્યું છે. ઘણા સમયથી વ્યસન હતું ડ્રાઇવિંગ કરીએ છીએ એટલે 15-20 વર્ષથી. પ્રમુખસ્વામી નગરમાં બતાવવામાં આવેલ વિડીયો જોયા બાદ આ વ્યસન છોડ્યું છે લાંબા ગાળે ઘણું નુકસાન થઈ શકે છે તે ખ્યાલ આવ્યો અને હવે લોકોને પણ કહીશ કે વ્યસન ન કરવું જોઈએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.