Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સોલામાં અકસ્માતના બહાને લૂંટ કરનારી ગેંગના 2 ઝડપાયા

સોલામાં વેપારીનું ફિલ્મી ઢબે અપહરણ કરીને લૂંટ થઈ હોવાની ધટના બની છે. અકસ્માતના બહાને પાંચ લૂંટારાઓએ વેપારીનું અપહરણ કર્યું અને છરીની અણીએ રૂ 35 હજારની લૂંટ કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. સોલા પોલીસે આ ગુનામાં ધવલ ચુડાસમા અને ઋતુરાજસિંહ જાડેજા નામના શખ્સની ધરપકડ કરી છે.ઘટના એવી છે કે ગોવામાં સી.સી.આર સોલ્યુશનની કંપની ધરાવતા મિલિંદભાઈ હલદનકર નડિયાદથી કાર લઈને પોતાના ઘરે અડાલજ જઇ રહ્
10:35 AM Jul 06, 2022 IST | Vipul Pandya
સોલામાં વેપારીનું ફિલ્મી ઢબે અપહરણ કરીને લૂંટ થઈ હોવાની ધટના બની છે. અકસ્માતના બહાને પાંચ લૂંટારાઓએ વેપારીનું અપહરણ કર્યું અને છરીની અણીએ રૂ 35 હજારની લૂંટ કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. સોલા પોલીસે આ ગુનામાં ધવલ ચુડાસમા અને ઋતુરાજસિંહ જાડેજા નામના શખ્સની ધરપકડ કરી છે.
ઘટના એવી છે કે ગોવામાં સી.સી.આર સોલ્યુશનની કંપની ધરાવતા મિલિંદભાઈ હલદનકર નડિયાદથી કાર લઈને પોતાના ઘરે અડાલજ જઇ રહ્યા હતા ત્યારે શીલજ નજીક ધવલ ચુડાસમા, ઋતુરાજસિંહ અને તેના અન્ય 3 મિત્રો બાઈક અને એકટીવા પર આવ્યા હતા. આ આરોપીઓએ વેપારીની કારને અડફેટે લઈને બાઈક તેમની ગાડી આગળ ઉભી રાખી દીધી અને તેમને લાફા મારીને ગાડીની ચાવી લઈને વેપારીની કારમાં છરીની અણીએ અપહરણ કર્યું હતું. વેપારીને પાછળની સીટ પર બેસાડીને ખિસ્સામાંથી રૂ 35 હજાર પડાવ્યા ત્યાર બાદ ATMમાંથી પૈસા ઉપાડવા વેપારીને CTM તરફ લઈ ગયા હતા.
જો કે ગાડી બંધ થઈ જતા વેપારી પાછળની સીટ પર બેઠેલા લૂંટારાને ઈંડાની ટ્રે મારીને કારમાંથી નાસી છૂટ્યા અને બુમાબુમ કરતા લોકોનું ટોળું એકઠું થઈ જતા વેપારી બચી ગયા હતા. આ ઘટનાને લઈને સોલા પોલીસે લૂંટ અને અપહરણનો ગુનો નોંધી 2 આરોપીની ધરપકડ કરી.
પોલીસની તપાસમાં આરોપી ધવલ બેકાર જ્યારે ઋતુરાજસિંહ આઇટીઆઈ કરતો હોવાનું સામે આવ્યું છે. આ આરોપીઓ અને અન્ય લૂંટારાઓની એક્સપ્રેસ હાઇવે પર બેઠક છે. સિગારેટ પીવા અને મોજશોખ કરવા એક્સપ્રેસ હાઇવે પર મળતા હોય છે અને બાઈક પર લોન્ગ ડ્રાઈવમાં નીકળતા હોય છે.
આ લૂંટનો માસ્ટર માઈન્ડ મદ્રાસી નામનો એક યુવક છે જે આ ટોળકીને શીલજ લઈ ગયો અને વેપારીનું અપહરણનું ષડ્યંત્ર પણ રચ્યું હતું. પકડાયેલા આરોપીમાં ધવલ ચુડાસમા અગાઉ પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયો છે. આ ટોળકીએ અન્ય કોઈ લૂંટને અજામ આપ્યો છે કે નહીં તે મુદ્દે પૂછપરછ શરૂ કરી..
 
Tags :
GujaratFirstpoliceRobberySola
Next Article