ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શાહપુર મેટ્રો સ્ટેશન પાસે કરોડોના દાગીનાની લૂંટ કરનારા 2 ઝડપાયા

અમદાવાદ (Ahmedabad)ના શાહપુર મેટ્રો સ્ટેશન પાસે કરોડો રૂપિયાના સોનાના દાગીના ભરેલી બેગની લૂંટ (Robbery)કેસમાં સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે (Ahmedabad Crime Branch)બે આરોપીને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી 1.97 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે આ બનાવમાં મુખ્ય આરોપી સહિત ચાર આરોપી હજી ફરાર છે. લૂંટ કરવા આરોપી ટોળકીએ ફુલપ્રૂફ પ્લાન બનાવ્યો હતો.  2.81 કરોડના દાગીનાની લૂંટ થઇ હતીઅમદાવાદનàª
01:26 PM Nov 18, 2022 IST | Vipul Pandya
અમદાવાદ (Ahmedabad)ના શાહપુર મેટ્રો સ્ટેશન પાસે કરોડો રૂપિયાના સોનાના દાગીના ભરેલી બેગની લૂંટ (Robbery)કેસમાં સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે (Ahmedabad Crime Branch)બે આરોપીને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી 1.97 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે આ બનાવમાં મુખ્ય આરોપી સહિત ચાર આરોપી હજી ફરાર છે. લૂંટ કરવા આરોપી ટોળકીએ ફુલપ્રૂફ પ્લાન બનાવ્યો હતો.  
2.81 કરોડના દાગીનાની લૂંટ થઇ હતી
અમદાવાદના સીજી રોડ પર આવેલા એસ.એસ.તીર્થ ગોલ્ડ પેઢીના બે કર્મચારીઓ સોના દાગીના લઈ એક્ટિવા પર શાહપુર મેટ્રો સ્ટેશન પાસેથી  પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ધસી આવેલી લૂંટારું ટોળકી 2.81 કરોડના સોના દાગીના ભરેલ બેગ લૂંટી ફરાર થઈ ગઇ હતી આ મામલે ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી આધારે તપાસ કરતા પ્રાથમિક તપાસમાં છારાનગરની ટોળકી હોવાનું સામે આવ્યું હતું. 

કુબેરનગરમાંથી 2 ઝડપાયા
ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કુબેરનગરમાંથી નિખિલ રાઠોડ અને કૌશિક ઉર્ફે પાંગા ઘમડેને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી પાસેથી 4.900 કિલો સોનાના અલગ અલગ દાગીના (કિંમત 1.97 કરોડ) નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તપાસમાં બહાર આવ્યું કે મુખ્ય ફરાર આરોપી મનીષ ઉર્ફે સિંધી દ્વારા આ લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો.
ઉંડી તપાસ શરુ
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે લૂંટ કરવા બાઇક પર નીકળેલા આરોપીમાં નિખિલ રાઠોડ અને ફરાર આરોપી મનીષ ઉર્ફે મનોજ સિંધી હતા.જેમાં નિખિલ બાઇક ચલાવતો હતો અને સોના ભરેલી બેગ મનોજ સિંધી દ્વારા ઝૂંટવી લૂંટ ચલાવવામાં આવી હતી. આરોપી કૌશિક ઘમડેએ લૂંટ કરવા ટુ વ્હીલર બાઈક અને ડુપ્લીકેટ નંબર પ્લેટની વ્યવસ્થા કરી હતી.
 
6 શખ્સોએ લૂંટનો પ્લાન ઘડ્યો 
લૂંટના પ્લાનમાં 6 લોકોની સંડોવણી સામે આવી છે. જેમાં લૂંટ કરવા 3 થી વધુ શખ્સોની ટુકડી બનાવી હતી અને છેલ્લા એક મહિનાથી રેકી કરતા હોવાનું સામે આવ્યું છે.હજી પણ કરોડો રૂપિયાનો લૂંટનો મુદ્દામાલ ફરાર આરોપી પાસે છે જેથી આરોપીઓને પકડવા ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમ શોધખોળ કરી રહી છે.
બંનેનો ગુનાઇત ઇતિહાસ
પકડાયેલા બન્ને આરોપી ગુનાઇત ઇતિહાસ ધરાવે છે.જેમની વિરુદ્ધ અસંખ્ય ગુનાઓ છે. મુખ્ય આરોપી વિરુદ્ધ લૂંટ અને ચોરીના અનેક ગુનાઓ છે જેમાં પોલીસે ચોપડે બે થી ત્રણ કેસમાં વોન્ટેડ છે. ક્રાઇમ બ્રાંચની હાથમાં મુખ્ય આરોપી સહિત ચાર આરોપી ક્યારે પકડાય છે તે જોવું રહ્યું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો--ચૂંટણી પહેલા રાજ્યમાં આટલા લાખ લીટર દારૂ ઝડપાયો, તો પ્રોહિબિશનના 21 હજારથી વધારે કેસો, જાણો ECની કેવી છે તૈયારી
Tags :
AhmedabadCrimeBranchArrestGujaratFirstRobbery
Next Article