Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad સિવિલ હોસ્પિટલમાં 158 મું અંગદાન, 43 વર્ષીય યુવાનના અંગદાનથી ત્રણને નવજીવન

Ahmedabad Organ Donation: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તારીખ 27 જૂનના રોજ 158 મું અંગદાન (Organ Donation) થયું છે. હોસ્પિટલ ખાતે થયેલ 158 માં અંગદાનની વાત કરીએ તો મજુરી કામ કરતા 43 વર્ષીય હરિસિંહ ચૌહાણને ઉદયપુર નજીક બાઇક પર એક્સિડેન્ટ થતા પ્રથમ...
ahmedabad સિવિલ હોસ્પિટલમાં 158 મું અંગદાન  43 વર્ષીય યુવાનના અંગદાનથી ત્રણને નવજીવન

Ahmedabad Organ Donation: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તારીખ 27 જૂનના રોજ 158 મું અંગદાન (Organ Donation) થયું છે. હોસ્પિટલ ખાતે થયેલ 158 માં અંગદાનની વાત કરીએ તો મજુરી કામ કરતા 43 વર્ષીય હરિસિંહ ચૌહાણને ઉદયપુર નજીક બાઇક પર એક્સિડેન્ટ થતા પ્રથમ ઉદયપુર ખાતે અને ત્યારબાદ વધુ સઘન સારવાર અર્થે તારીખ 17/06/2024 ના રોજ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ (Ahmedabad)માં લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માં સારવાર દરમિયાન તારીખ 26/06/2024 ના રોજ ડૉક્ટરોએ હરિસિંહને બ્રેઈન ડેડ જાહેર કર્યા.

Advertisement

અંગદાન થકી બે કીડની તેમજ એક લીવરનું દાન મળ્યું

હરિસિંહ અપરણીત હોવાથી તેમના પરીવારમાંથી એમના માતા તેમજ ભાઈ મહેન્દ્રસિંહ અને અન્ય હાજર પરિવારજનોને સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સની ટીમે હરિસિંહના બ્રેઇન ડેડ હોવા તેમજ અંગદાન (Organ Donation) વિશે સમજાવતા તેમણે પરોપકાર ભાવ સાથે હરિસિંહના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. હરિસિંહ ચૌહાણના અંગદાન થકી બે કીડની તેમજ એક લીવરનું દાન મળ્યું હતું.

સિવિલમાં કુલ 511 અંગો તેમજ ચાર સ્કીનનું દાન મળેલ

અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી (Dr. Rakesh Joshi) એ જણાવ્યું હતું કે, આ અંગદાનથી મળેલ કીડની તેમજ લીવર ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરુરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ 158 અંગદાતાઓ થકી કુલ 511 અંગો તેમજ ચાર સ્કીનનું દાન મળેલ છે. જેના થકી 495 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.

Advertisement

58 અંગદાતાઓ દ્વારા અંગદાન કરવામાં આવ્યું

નોંધનીય છે કે, અત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અનેક લોકોએ અંગદાન કર્યા હોવાની માહિતી મળેલી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 158 અંગદાતાઓ દ્વારા અંગદાન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, અંગદાન થકી અનેક લોકોને નવજીવન મળ્યું છે.

આ પણ વાંચો: Navsari: બીલીમોરામાં પાલિકાની ઘોર બેદરકારી; ખુલ્લી ગટરમાં પડી નિર્દોષ બાળકી, 12 કલાકથી છે લાપતા

આ પણ વાંચો: NEET EXAM SCAM: પેપર લીક કેસમાં Gujarat ના 4 જિલ્લામાં CBIના દરોડા, કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ

આ પણ વાંચો: Gujarat Rain Update: આજે ગુજરાત થશે પાણીથી તરબોળ, આ જિલ્લાઓમાં છે અતિભારે વરસાદની આગાહી

Advertisement
Tags :
Advertisement

.