ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શહેરની 1416 જેટલી ઇમારતો ફાયર સેફટી વિનાની..

ગુજરાત હાઇકોર્ટમાં ફાયર સેફ્ટીની અમલવારીના મામલે કરવામાં આવેલી જાહેર હિતની અરજી અંગે સુનવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સુનવણીમાં દરમ્યાન મનપા દ્વારા મહત્વપૂર્ણ નિવેદન કરવામાં આવ્યું છે, કે ફાયર સેફટી એક્ટનો અમલ ન કરનાર એકમો સામે ક્રિમિનલ ફરિયાદ કરશે. આ માટે તેમને અમદાવાદ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ ડેઝિગ્નેટેડ કોર્ટ જાળવવા માટે પણ રજૂઆત કરી છે જેથી કેસોનો નિકાલ સરળà
12:38 PM Jun 14, 2022 IST | Vipul Pandya
ગુજરાત હાઇકોર્ટમાં ફાયર સેફ્ટીની અમલવારીના મામલે કરવામાં આવેલી જાહેર હિતની અરજી અંગે સુનવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સુનવણીમાં દરમ્યાન મનપા દ્વારા મહત્વપૂર્ણ નિવેદન કરવામાં આવ્યું છે, કે ફાયર સેફટી એક્ટનો અમલ ન કરનાર એકમો સામે ક્રિમિનલ ફરિયાદ કરશે. આ માટે તેમને અમદાવાદ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ ડેઝિગ્નેટેડ કોર્ટ જાળવવા માટે પણ રજૂઆત કરી છે જેથી કેસોનો નિકાલ સરળતાથી થઈ શકે. આ મામલે ચીફ જસ્ટિસ દ્વારા પણ ડેઝિગ્નેટેડ કોર્ટ માટે હાઇકોર્ટ તરફથી વહીવટી કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી હતી.
સુનવણી દરમિયાન હાઇકોર્ટે ટકોર કરી છે કે, જે રહેણાંક એકમો ફાયર સેફ્ટીની અમલવારી ન કરતા હોય તો તેમના પાણી અને વીજળીના કનેક્શન કાપી રાખવા જોઈએ, જેથી તેઓ સજાગ બની તાત્કાલિક કાર્યવાહી કરશે. એટલું નહીં પરંતુ એ વાતની પણ નોંધ લીધી કે શહેરમાં કોમર્શિયલ અને રહેણાંક પ્રકારના બાંધકામ છે. જો કોમર્શિયલ એકમમાં આગ લાગે તો, રહેણાંક મકાનો સુધી પહોંચી શકે છે. જેથી તેમની સામે કાર્યવાહી ઝડપી અને જરૂરી છે.
અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં ફાયર સેફ્ટીની અમલવારી અંગે સોગંદનામું પણ કર્યું છે. જેમાં અમદાવાદમાં 1128 રહેણાંક ઇમરતો પાસે ફાયર સેફ્ટી NOC નથી. રહેણાંક અને કોમર્શિયલ ભેગા હોય તેવી 259 ઇમરતો પાસે ફાયર NOC નથી, 26 કોમર્શિયલ ઇમારતો પાસે ફાયર NOC નથી, મતલબ કે કુલ 1416 ઇમારતો પાસે ફાયર NOC નથી.
બીજી તરફ રાજ્ય સરકાર વતી પણ સમગ્ર રાજ્યની પરિસ્થિતિનો ચિતાર આપવામાં આવ્યો છે. ચોંકાવનારી બાબત એ આવી છે કે 85 ટકા ઇમારતો BU પરમિશન વિનાની છે. રાજ્યમાં કુલ 1360 થી વધુ સરકારી શાળા છે. જેમાં 12 જેટલી શાળામાં ફાયર સેફટી હોવાનું સામે આવ્યું છે, જ્યારે 17 જેટલી સરકારી કોલેજોમાં ફાયરસેફ્ટીનો અભાવ હોવાનું સામે આવ્યું છે. જેથી  ફાયર સેફ્ટી એન. ઓ.સી. વિનાની સરકારી શાળાઓ અને કોલેજો સામે પગલાં લેવા કોર્ટે હુકમ કર્યો છે. સાથે જ ટકોર કરી છે કે સરકાર વિદ્યાર્થીઓના જીવને જોખમમાં ન મૂકે. 
Tags :
BuildingCityfiresafetyGujaratFirstGujaratHighCourt
Next Article